ઇન્ટરનેટનો આરંભ અમેરિકાના સંરક્ષણ વિભાગની પહેલથી થયો હોવાથી, ઘણા સમય સુધી અમેરિકાની સરકાર તેની કર્તાહર્તા હતી. છેક ૧૯૯૮માં બિનસરકારી, બિનવ્યાવસાયિક એવી ICANN સંસ્થા અસ્તિત્વમાં આવી.
‘ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ’- એવું આખું નામ ધરાવતી ICANN વેબસાઇટોની પાછળ લાગતાં .com, .org જેવાં લટકણિયાંમાં નવા ઉમેરા કરવાથી માંડીને, વેબસાઇટોનાં નામ (ડોમેઇન નેમ)ની નોંધણી તથા રિન્યુઅલ જેવી બાબતોનો કારભાર કરે છે. લાખો-કરોડો વેબસાઇટથી ઊભરાતા વેબવિશ્ર્વમાં નામોની અરાજકતા ન ફેલાય એ જોવાનું તેનું મુખ્ય કામ છે. તેના ઇતિહાસ અને કામગીરીની વિગતો માટે : http://www.icann.org/
