આ તસવીરની મજા ઓનલાઇન એડિશનમાં કલરફુલ જોવાની છે. ઓબામા જીત્યા એટલે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર બ્લૂ રોશની થઈ. રોમ્ની જીત્યા હોત તો લાલ રોશની થઈ હોત!
આગળ શુ વાંચશો?
- હેન્ડહેલ્ડ ડિવાઈસીઝમાં ઉથલપાથલ
- ગૂગલમાં સખળડખળ
અમેરિકાના પ્રમુખપદે ફરી ચૂંટાયેલા બરાક ઓબામાની એક તસવીર ફેસબુક પર અત્યાર સુધીમાં સૌથી વધુ લાઇક થયેલી અને ટ્વીટર પર સૌથી વધુ રીટવીટ થયેલી તસવીર બની. જાણો આ તસવીરમાં ન દેખાતી એક રોમાંચક વાત!
ઇતિહાસ જુદી જુદી ઘણી રીતે રચાતો હોય છે. ગયા મહિને અમેરિકાના પ્રમુખ બરાક હુસૈન ઓબામા ફરી પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે તેમણે ઘણી બધી જુદી જુદી રીતે ઇતિહાસ રચ્યો. જેમ કે જાન્યુઆરી ૨૦, ૨૦૦૯માં પહેલી વાર તેમણે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારે તેઓ આ પદ પર પહોંચનારા પ્રથમ આફ્રિકન અમેરિકન બન્યા હતા. એટલે સ્વાભાવિક રીતે આ પદ પર બીજી વાર ચૂંટાનારા પણ તેઓ પહેલા આફ્રિકન અમેરિકન છે.
ઓબામા તેમની બીજી મુદત માટે જાન્યુઆરી ૨૦, ૨૦૧૩ના રોજ શપથ લેશે ત્યારે પણ તેઓ એક ઇતિહાસ રચશે. અમેરિકાના બંધારણ મુજબ, તમામ પ્રમુખો તેમની નવી મુદત માટે જાન્યુઆરી ૨૦ના દિવસે બપોરે શપથ લે છે. જાન્યુઆરી ૨૦, ૨૦૧૩ના દિવસે રવિવાર છે, એટલે જાન્યુઆરી ૨૦ના રોજ એક અને સોમવાર, જાન્યુઆરી ૨૧ના દિવસે બીજી એમ બે, અંગત અને જાહેર શપથવિધિ યોજાશે. જો આમ થશે તો ઓબામા અમેરિકાના પ્રમુખ તરીકે કુલ ચાર વાર શપથ લેનારા બીજા પ્રમુખ બનશે (તેઓએ ૨૦૦૯માં પણ આ રીતે બે વાર શપથ લીધા હતા). ઓબામા પહેલાં ફક્ત ફ્રેન્કલિન રુઝવેલ્ટે અમેરિકાના પ્રમુખ તરીકે ચાર વાર શપથ લીધા છે. ઓબામા અલગ એ રીતે પડશે કે રુઝવેલ્ટે તો ચાર મુદત માટે ચાર વાર શપથ લીધા હતા, જ્યારે ઓબામા ફક્ત બીજી મુદતમાં જ ચારના આંકડે પહોંચી ગયા છે!
જોકે અહીં આપણને તો, આપણા વિષયના સંદર્ભમાં ઓબામાએ રચેલા ઇતિહાસમાં વધુ રસ છે. અમેરિકાના પ્રમુખપદ માટેનું આ એવું પહેલું રિ-ઇલેક્શન હતું જેમાં પ્રચારના મજબૂત માધ્યમ તરીકે ફેસબુક અને ટ્વીટરનો ઉપયોગ થયો (ઓબામાએ તેમના પહેલા ઇલેક્શનમાં પણ સોશિયલ મીડિયાનો સખ્ખત ઉપયોગ કર્યો હતો, પણ આ વાત રિ-ઇલેક્શનની છે!).
એથી વધુ મજેદાર વાત પણ જાણો. નવેમ્બર ૬, ૨૦૧૨ના દિવસે ઓબામા ચૂંટણી જીત્યા હોવાનું જાહેર થયું તેની થોડી જ વારમાં ઓબામાના ફેસબુક પ્રોફાઇલ પર તેમની એક તસવીર મુકાઈ, શીર્ષક હતું – ફોર મોર યર્સ. તસવીર એક મહિલાને આલિંગન આપતા ઓબામાની હતી અને તેમાં માત્ર તેમનો આનંદિત ચહેરો દેખાતો હતો. તસવીરમાં મહિલાનો ચહેરો દેખાતો નહોતો. જોતજોતામાં ૪૪ લાખ જેટલી લાઇક્સ સાથે એ તસવીર, ફેસબુક પરની અત્યાર સુધીમાં સૌથી વધુ પસંદ કરાયેલી તસવીર બની ગઈ! કહેવાની જરૂર ખરી કે તસવીર મુકાયાના બીજા જ દિવસે ઓબામાએ પણ એ તસવીરને લાઇક કરી દીધી! આ જ તસવીર ઓબામાના ટ્વીટર ફીડ પર પણ મુકાઈ અને ત્યાં પણ એ, ટ્વીટર પર અત્યાર સુધીમાં સૌથી વધુ રીટવીટ થયેલી તસવીર બની.
આ જગપ્રસિદ્ધ તસવીર ઓબામાનાં કેમ્પેઇન ફોટોગ્રાફર સ્કાઉટ તફન્જિયાને લીધી હતી. લોકોએ માન્યું હતું કે જીતની ખુશી ઊજવતા ઓબામાની આ તસવીર છેે, પણ વાસ્તવમાં વિજયના કેટલાય દિવસો પહેલાં, છેક ઓગસ્ટ મહિનામાં એક રેલી દરમિયાન એ તસવીર લેવાઈ હતી! ઓબામાના કેમ્પેઇન મેેનેજર્સે ઓબામાના વિજયને આ તસવીરથી વધાવવાનો નિર્ણય લીધો હતો.
પણ વાત અહીં પણ પૂરી થતી નથી. એ નિર્ણય જબરજસ્ત હિટ પુરવાર થતાં પીપલ મેગેઝિનના ફોટોગ્રાફર ડેવિડ બર્નેટનું પણ તેના તરફ ધ્યાન ખેંચાયું. ડેવિડને તસવીર જરા વધુ જાણીતી લાગી એટલે એમણે પોતે લીધેલી તસવીરોનાં ફોલ્ડર્સ ફંફોસવાનું શરૂ કર્યું, અને ઓબામાના સત્તાવાર ફોટોગ્રાફરે જે ક્ષણે પેલી તસવીર લીધી હતી, બરાબર કદાચ એ જ ક્ષણે ડેવિડે પોતે લીધેલી તસવીર પણ તેમને મળી આવી. અલબત્ત, તેમનો એંગલ પેલી જગપ્રસિદ્ધ બનેલી તસવીર કરતાં તદ્દન બીજા છેડાનો હતો. ડેવિડની તસવીરમાં સ્પષ્ટ થયું કે પેલાં મહિલા ઓબામાનાં પત્ની મિશેલ છે, તેમનો ચહેરો દેખાતો હતો અને ઓબામાની પીઠ!
ઇતિહાસ ક્યારેક આવી રસપ્રદ રીતે પણ રચાતો હોય છે!
હેન્ડહેલ્ડ ડિવાઇસીઝમાં ઉથલપાથલ
નિષ્ણાતો કહે છે કે ૨૦૧૩ું વર્ષ ટેબલેટું રહેશે. આ વર્ષા વેચાણા આંકડાઓા આધારે મનાય છે કે આવતા વર્ષે નોટબુક કરતાં આઇપેડ જેવાં સાધનોનું વેચાણ વધી જશે. આવતા વર્ષે ટેબલેટા વેચાણમાં ૩૮.૩ ટકા જેટલો વધારો થવાનોઅંદાજ છે. ભારતનાં અત્યંત સસ્તાં ટેબલેટ હલચલ મચાવી રહ્યાં છે. અત્યારે ટેબલેટ માર્કેટમાં એટલો દબદબો છે એ તે ૬૦ ટકા કરતાં વધુ બજાર હિસ્સો ધરાવે છે, પણ
એન્ડ્રોઇડ ટેબલેટવપમ વધી રહેલું વેચાણ જોતાં એપલની મોનોપોલી તૂટે તેવી પૂરી શક્યતા છે.
એક તરફ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ કેમેરામાં લોન્ચ કર્યો છે) તો બીજી તરફ સ્માર્ટફોનમાં કેમેરા સમાઈ ગયા હોવાથી પોઈન્ટ એન્ટ શૂટ કેમેરાું બજાર તૂટી રહ્યું છે. એપલના આઇફોન એ સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનના ફીચરરીચ સ્માર્ટફોન્સે કારણે વીડિયોગેમ કોન્સોલ્સ અને પોર્ટેબલ મ્યુઝિક પ્લેયર બનાવતી કંપનીઓ તો ભીંસમાં આવી જ ગઈ છે, હવે ખબર આવ્યા છે કે કોમ્પેક્ટ ડિજિટલ કેમેરા બનાવતી જાાપાનીઝ કંપનીઓના વેચાણમાં ગયા વર્ષ કરતાં અડધોઅડધ ઘટાયો નોંધાયો છે!
પીસીનો ઇજારો લેપટોપે તોડ્યો, લેપટોપનું વેચાણ ટેબલેટે તોડ્યું. હવે હરીફાઈ સાત-આઠ ઇંચના ટેબલેટ અ–ે ત્રણ-ચાર ઇંચના સ્માર્ટફોન વચ્ચે જામી છે. સેમસંગે ગેલેક્સી નોટ-ટુ નામે ૫.૫ ઇંચો સ્ક્રી ધરાવતું મોડેલ બજારમાં મૂક્યું ત્યારે લોકો કહેતા હતા કે આ મોડેલ ફોન તરીકે બહુ મોટું છે એ ટેબલેટ તરીકે બહુ નાનું છે. પણ ગેલેક્સી-ટુના નવા મોડેલને મળેલા જબ્બર પ્રતિસાદે લોકોને વિચારતા કરી દીધા છે. સેમસંગના નવા મોડેલના વેચાણનો આંકડો પહેલા ૩૦ દિવસમાં ૩૦ લાખે પહોંચી ગયો છે. સરખામણી માટે એટલું જાણી લો કે વર્ષ ૨૦૧૨ના ત્રીજા ક્વાર્ટરમાં સોનીના કુલ મળીને ૮૮ લાખ સ્માર્ટફોન વેચાયા છે.
ગૂગલમાં સખળડખળ
ઇન્ટરેટ કેટલું ઝડી બદલાતું માધ્યમ છે તેનો પરચો ગયા મહિેને મળ્યો. ‘સાયબરસફર’ના નવેમ્બર મહિનાના અંકની કવરસ્ટોરી જીમેઇલી ખાસિયતો પર હતી. આ અંક તૈયાર થઈને પ્રિન્ટમાં ગયો એ વાચકોના હાથમાં હોંચ્યો ત્યાં સુધીમાં જીમેઇલમાં કેટલાય ફેરફાર આવી ગયા!
જેમ કે હવે આપણે કોઈનો મેઇલનો રીપ્લાય કરીએ ત્યારે મેઇલ કમ્પોઝ કરવાની નવી વિન્ડો ખૂલે છે, પરિણામે ઇનબોક્સનો સંદર્ભ આપણી સામે જ રહે છે. મેસેજું ફોર્મેટિંગ કરવાા ઓપ્શન્સ પણ બદલાઈ ગયા. પહેલાં કમ્પોઝ બોક્સની ઉપર બોલ્ડ, ઇટાલિક, ફોન્ટ સાઇઝ, કલર વગેરે બધું નજર સમક્ષ રહેતું હતું, હવે એ જુદાં જુદાં ટેબમાં કમ્પોઝ બોક્સની નીચે મૂકી દેવામાં આવ્યું છે. પરિણામે, ધાર્યું કામ લેવા આપણે એક-બે ક્લિક વધુ કરવી પડે! એ રીતે કારણે ગુજરાતીમાં મેઇલ લખવાનું બટન (ટ્રાન્સલિટરેશનનું બટ) સેટિંગ્સની બાજુમાં મૂકી દેવામાં આવ્યું છે.
ઇન્ટરફેસ ચોખ્ખો કરવાા પ્રયત્નમાં ગૂગલા સર્ચ પેજમાં પણ આવા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલાં જે વિકલ્વિપો પેજમાં ડાબી તરફ જર સમક્ષ રહેતા હતા, તે બધા હવે પેજમાં સર્ચ બોકસની નીચે જુદા જુદા બટનમાં છુપાવી દેવામાં આવ્યા છે!
આ ફેરફારો વિશે તમારો અભિપ્રાય શો છે? કહો આ ઇમેઇલ પર : editor@duplics.cybersafar.in

