(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સાયન્સ પ્રોજેક્ટ્નો મસ્ત ખજાનો

મેગેઝિન આખેઆખું વંચાઈ ગયું? તો પેજીસ કરો રિવાઇન્ડ અને નીકળી પડો વધુ એક રોમાંચક સફર પર!

આ અંકનાં કેટલાંક પાને નીચે જે છૂટાછવાયા પ્રશ્નો કે સૂચનો આપ્યાં છે એમાં જો આપનું ધ્યાન ખેંચાયું હોય કે એ બાબતોમાં આપને રસ પડ્યો હોય તો એ બધી જ વાતો અને તેનાથી વધુ કેટલીય જાતની વિજ્ઞાનની અચરજભરી વાતો તમારી રાહ જુએ છે આ સાઇટ પર : http://www.sciencebuddies.org

શાળામાં જ્યારે પણ વિજ્ઞાનમેળામાં ભાગ લેવાની વાત નીકળે એટલે વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનશિક્ષકોમાં એક મીઠી મૂંઝવણ શરૂ થાય – કઈ બાબતનો પ્રયોગ બનાવીશું? સાયન્સ બડીઝ સાઇટ આ મૂંઝવણના એક નહીં અનેક ઉપાય આપે છે.

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં એક નાનકડા શહેરમાં, વિજ્ઞાનમાં રસ લેતા લોકોએ સાથે મળીને એક નોન-પ્રોફિટ સંસ્થા રચી – સાયન્સ બડીઝ અને અત્યારે તેમની સાઇટ પર ૧૦૦૦થી વધુ પ્રકારના સાયન્સ પ્રોજેક્ટની વિગતવાર, પણ સરળ ભાષામાં સમજણ આપવામાં આવી છે. સાઇટ પર વિદ્યાર્થીઓ તેમના રસના વિષય અનુસાર પ્રોજેક્ટ શોધી શકે એવી સગવડ પણ છે. પ્રોજેક્ટ ગાઇડ નામે એક ઓનલાઇન એન્સાયક્લોપીડિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે, જે ફરી સાયન્સ પ્રોજેક્ટસ અંગે વિવિધ પ્રકારની માહિતી આપે છે.

સાઇટ પર ફિઝિકલ સાયન્સ, એન્જિનીયરિંગ, લાઇફ સાયન્સ, અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ, મેથ એન્ડ કમ્પ્યુટર સાયન્સ વગેરે વિભાગ અને તે દરેકમાં બીજા પેટાવિભાગો હેઠળ પ્રોજેક્ટ આઇડિયા અપાયા છે.

આ બધા આઇડિયાને પાછા સહેલા, મધ્યમ કે મુશ્કેલ એવી કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. દરેક પ્રોજેક્ટની પહેલાં સમરી, પછી તેનું બેકગ્રાઉન્ડ, જોઈતી સામગ્રી, બનાવવાની પ્રક્રિયા, કેટલો સમય લાગશે, અંદાજે કેટલો ખર્ચ થશે, એ વિષય અંગે વધુ જાણકારી વગેરે બધી જ બાબતોને સુંદર નેવિગેશન સાથે આવરી લેવામાં આવી છે.

સાઇટ અમેરિકાની છે એટલે બધી ભારેખમ માહિતી હશે એવું માનવાની ભૂલ ન કરતા. આકર્ષક ડિઝાઇન અને સરળ ભાષાને કારણે આ સાઇટ સૌ કોઈ માટે વિજ્ઞાનના મસ્ત ખજાના જેવી પૂરવાર થાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!