(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

“આ તો બધું ગુજરાતીમાં છે!”

‘સાયબરસફર’ના એક હિતેચ્છુએ લાગણીથી પ્રેરાઈને હમણાં એક પાયાનો સવાલ કર્યો, “આમાં અંગ્રેજી શબ્દો બહુ આવે છે, બધાને સમજાશે? આનો સાવ ટૂંકો જવાબ એટલો જ હોઈ શકે કે “સમજવા જ પડશે.

આ મેગેઝિન શરુ કર્યું એ પહેલાં અંગ્રેજી અને ગુજરાતી વચ્ચેના અંતરનો અણસાર તો હતો, પણ મેગેઝિનને કારણે એ ભેદ હવે બહુ સ્પષ્ટ રીતે સામે આવી રહ્યો છે. એવા કેટલાય પિતાને મળવાનું થયું છે, જેમણે અંક જોતાંવેંત હાથમાં લીધો, રસપૂર્વક પાનાં ફેરવ્યાં ને પછી હોંશથી પોતાના દીકરા કે દીકરી તરફ જોઈને કહ્યું, “મને ને તને બેઈને કામ લાગે એવું છે, લઈશું? ને સંતાને પ્રેમથી એમની હોંશ પર પાણી ફેરવ્યું, “આ તો બધું ગુજરાતીમાં છે!”

એક અંક ઓછો વેચાયો એના દુ:ખ કરતાં, આજના અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને આટલું ગુજરાતી પણ વાંચતાં આવડતું નથી (કે ગમતું નથી) એનો આંચકો ક્યાંય વધુ લાગે છે. એથી પણ વધુ, આ ૪૮ પાનાં ભલે ગુજરાતીમાં રહ્યાં, પણ એટલું વાંચવાથી જે અફાટ વિશ્વ એમની સમક્ષ ખુલ્લું થવાનું છે એમાં તો બધું જ અંગ્રેજીમાં છે, એટલી સાદી સમજ પણ આજનું શિક્ષણ કેળવી શકતું નથી?

ગુજરાતી માધ્યમમાં ભણેલા લોકોને જેટલું ઇંગ્લિશ આવડે છે એટલું ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમવાળાઓને આવડતું નથી (ઘણાના મતે એટલું ઇંગ્લિશ પણ આવડતું નથી!). ને બીજી બાજુ, ગુજરાતી માધ્યમમાં ભણેલા કે ભણતા લોકો ઇંગ્લિશ અને ઇંગ્લિશ મીડિયમવાળા બંનેથી સતત ડરીને જીવે છે! આપણે બંને ભાષા વચ્ચે ક્યાં સુધી ભેદ કરતા રહીશું?

ગુજરાતી તરીકે આજના સમયમાં જન્મ લીધો છે ત્યારે, આનંદમય જીવન જીવવું હશે તો ગુજરાતીને પ્રેમ કરવો પડશે ને ગૌરવપૂર્વક જીવવું હશે તો ઇંગ્લિશ સાથે ફ્રેન્ડશિપ કરવી પડશે.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!