ચેકોસ્લોવાકિયાના પાટનગર પ્રાગના ‘નેશનલ થિયેટર’માં ઊઘડેલા ચાપેકના નાટક ‘આર.યુ.આર.’નો વિષય વિચિત્ર રીતે રસપ્રદ હતો : રાસાયણિક પ્રક્રિયાથી બનેલા અને હૂબહૂ માણસ જેવો દેખાવ ધરાવતા ‘રોબોટ’ (ચેક ભાષામાં ‘રોબોટા’ એટલે ‘મજૂરી’). તેમને કામ સોંપીને નિશ્ચિંત બનેલી માનવજાતને ખતમ કરવા સુધી રોબોટ આવી જાય, એવી કથા હતી.
દાયકાઓ પછી ચોક્કસ બાબતો પૂરતું- ‘એક ઇન્દ્રિયનું જ્ઞાન’ ધરાવતા ‘રોબોટ’ કલ્પના મટીને વાસ્તવિકતા બન્યા.
યોગાનુયોગે, ૨૫ જાન્યુઆરી, ૧૯૭૯ના રોજ ‘ફોર્ડ’ કંપનીમાં સુરક્ષાખામીને લીધે એક રોબોટનો પોલાદી હાથ એક કામદારના માથે હથોડાની જેમ અથડાતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આખું નાટક માણો અહીં : http://goo.gl/TA0lB
