(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દુનિયા જોવાના જરા જુદા એંગલ

ઓસ્સમ! યાદ કરો, છેલ્લે તમે ખરા દિલથી આ શબ્દ કે એનો ગમે તે પર્યાય ગુજરાતી કે હિન્દી કે ઊર્દૂ શબ્દ ક્યારે બોલી પડ્યા હતા? ‘બોલી પડ્યા હતા’ એમ કહેવું જ યોગ્ય ગણાય કેમ કે આ તો ખરાખરીનો, સાચ્ચેસાચ્ચો ઉદગારવાચક શબ્દ છે, એ બોલાય નહીં, એ તો દિલમાં ઊગે ને મોંને ખબર પડે ન પડે ત્યાં તો એમાંથી સરી પડે! આવી ફિલિંગ થવી એ પણ ઓસ્સમ છે!

અત્યારે મોંઘવારી ને ચૂંટણી ને ક્રિકેટમાં ઇન્ડિયાનો રકાસ ને એમાં પાછી ૯થી ગમે ત્યાં સુધી ચાલે એવી નોકરી ને… એ બધા કકળાટમાં આપણે આપણી આસપાસ, રોજેરોજ, ક્ષણે ક્ષણે કેટકેટલું ઓસ્સમ બનતું હોવા છતાં, એમાંથી ઘણું ખરું અથવા તો કશું જ જોઈ કે માણી શકતા નથી.

આ બધું જ, અથવા આમાંનું કંઈ ને કંઈ રોજેરોજ આપણી આસપાસ પણ બનતું હોય છે, ફક્ત આપણે એ તરફ ધ્યાન નથી આપતા. આપણને તો આપણા કાયમી કકળાટ જ કોટે વળગાડીને ફરવું ગમે છે.

મૂળ ભારતીય પિતાના સંતાન અને કેનેડામાં ઉછરીને ત્યાં જ સ્થાયી થયેલા નીલ પસરીચા પણ છે તો આપણામાંના જ એક, એમને પણ એમના કકળાટ સતાવતા હતા – પત્ની સાથેના સંબંધો વણસ્યા હતા, ખાસમ્ખાસ દોસ્તાર ગંભીર ડીપ્રેશનમાં સરી પડ્યો હતો… પણ આ મોટી તકલીફોમાંથી રસ્તો શોધવા એમણે જિંદગીની નાની નાની ખુશી તરફ ધ્યાન આપવાનું શ‚ કર્યું. એમાંથી આ ખુશી વહેંચવાનો વિચાર આવ્યો અને એમાંથી જન્મ્યો એમનો બ્લોગ. રોજેરોજ આપણે આવી કેવી કેવી મજા ગુમાવીએ છીએ એ જાણવા પહોંચો http://1000awesomethings.com/ પર. બ્લોગ પરનાં બધાં પોઇન્ટ તમને ન પણ ગમે, કેમ કે આખરે આ એક વ્યક્તિના વિચાર છે, પણ એમાંનું ઘણું ખરું આખી દુનિયાને ગમ્યું છે.

આજે બે વર્ષમાં આ બ્લોગ સીએનન, બીબીસી, વાયર્ડ, ધ ગાર્ડિયન, ધ ન્યૂ યોર્કર, ધ સન્ડે ટાઇમ્સ, ચાઇના ડેઇલી, ધ જાકાર્તા પોસ્ટ, ટેડ જેવા જાણીતા મીડિયા પ્લેટફોર્મ અને રીડર્સ ડાઇજેસ્ટના અંક સુધી પહોંચી ગયો છે. આ બ્લોગને હવે ૬૦,૦૦૦ જેટલા લોકો (રોજના, કુલ નહીં!) વિઝિટ કરે છે, બ્લોગને ધ ઇન્ટરનેશનલ એકેડમી ઓફ ડિજિટલ આર્ટ્સ એન્ડ સાયન્સ તરફથી પ્રતિષ્ઠિત વેબી એવોર્ડ પણ મળ્યો છે. બ્લોગની એન્ટ્રીઝનાં પુસ્તક બન્યાં છે, નીલ પસરીચા પશ્ર્ચિમી દેશોની મીડિયા સર્કિટમાં હોટ ન્યૂઝ બની ગયા છે!

તો આખી વાતનો સાર? એ જ કે, બ્લોગને ફક્ત સહેલી કમાણીના સાધન તરીકે ન જુઓ. ખુદની અભિવ્યક્તિ માટે બ્લોગ એક ખરેખર બહુ સશક્ત ને મજાનું માધ્યમ છે, ખરેખર તો ખુદની ઓળખ માટે પણ આ માધ્યમ અજમાવવા જેવું છે.

પ્રેરણા મેળવવી હોય ને જિંદગી કે દુનિયા જોવાની નજર બદલવી હોય તો અંકનાં બધાં પાને, છેક નીચે આપેલાં નીલ પસરીચાની ઓસ્સમ સાઇટ પરથી લીધેલાં વાક્યો વાંચવા માટે આખો અંક રિવાઇન્ડ કરી લો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!