તમારાં બનાવેલાં તમને બનાવે છે એવું ઇશ્વર અને માણસો માટે કહેવાય છે, પણ માણસ અને કમ્પ્યુટર માટે કહી શકાય? હા, આઈ.બી.એમ.ના ડીપ બ્લુ કમ્પ્યુટરને અમુક અંશે એ લાગુ પાડી શકાય.
ચેસની જાણકારીથી સજ્જ ડીપ બ્લુ અને ચેસના વિશ્વવિખ્યાત ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવ વચ્ચે અમેરિકામાં થયેલા મુકાબલાના પહેલા રાઉન્ડમાં કાસ્પારોવની હાર થઇ હતી. પછીના રાઉન્ડમાં જીત અને ડ્રો કરીને કાસ્પારોવે મેચ જીતી લીધી, પણ તેમની પહેલી હારથી મશીનો માણસના માથે ચડી બેસશે, એવી આશંકાઓને બળ મળ્યું. ચેસની એક પણ મેચમાં ન હારવાનો વિક્રમ ધરાવતા કાસ્પારોવ બીજા વર્ષે યોજાયેલી સ્પધર્મિાં ડીપ બ્લુ સામે ફક્ત ગેમ નહીં, આખી મેચ હારી ગયા.
જાણો વધુ : http://goo.gl/zeI6I
