ટેલિફોનનો સફળ પ્રયોગ : ૧૦ માર્ચ, ૧૮૭૬
ડેશ અને ડોટના મોર્સ કોડ થકી મોકલાતા ટેલિગ્રાફ સંદેશાની બોલબાલા હતી, ત્યારે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અને એલિશા રે પોતપોતાની રીતે અવાજને મોજાં સ્વરૂપે એક છેડેથી બીજા છેડે મોકલવાના પ્રયોગ કરી રહ્યા હતા.
બન્નેનું કામ લગભગ સાથે પૂરું થયું અને પોતપોતાની ડિઝાઇન સાથે તે પેટન્ટ ઓફિસ પહોંચ્યા, પણ પેટન્ટ રજિસ્ટર કરાવવામાં બેલનો નંબર પહેલો લાગ્યો. ટેલિગ્રાફ પર એકસાથે એકથી વધુ સંદેશા મોકલવાના અખતરા કરતી વખતે બેલને અવાજ મોકલવાની તરકીબ હાથ લાગી ગઈ.
તેના આધારે ડિઝાઇન કરેલા ટેલિફોન પર બેલનો – અને ટેલિફોનના ઇતિહાસનો- પહેલો સંવાદ હતો: ‘મિસ્ટર વોટસન, કમ હીઅર. આઈ વોન્ટ ટુ સી યુ.’ આ સંવાદથી શરુ થયેલા સિલસિલાએ સંદેશવ્યવહારમાં ક્રાંતિ આપણી અને ઇન્ટરનેટના આગમનના દાયકાઓ પહેલાં ભૌગોલિક અંતર સંકોચી નાખ્યાં.
ટેલિફોનની ક્રમિક ક્રાંતિ વિશે વધુ વાંચો :http://goo.gl/ngVBr
