‘યુનિસેફ’ તરફથી મળેલા ૨૦ હજાર ડોલર અને ‘ફિલિપ્સ’ કંપનીના ૧૮૦ ટીવી સેટની મદદથી દિલ્હીના દૂરદર્શન કેન્દ્રની શરુઆત થઈ અને ભારત ટીવી યુગમાં પ્રવેશ્યું.
લગભગ બે દાયકા સુધી એકના એક ટીવીકેન્દ્ર પરથી સરકારી ઢબના, નાગરિકજાગૃતિ અને શૈક્ષણિક બાબતોને લગતા કાર્યક્રમો આવતા રહ્યા. આ વર્ષો દરમિયાન તેનો વહીવટ ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ના તંત્રમાંથી જ થતો હતો. ૧૯૭૨માં મુંબઈમાં બીજું પ્રસારણ કેન્દ્ર સ્થપાયું. ૧૯૭૬ સુધીમાં શ્રીનગર સહિત કુલ આઠ શહેરોમાં સ્થપાયેલાં ટીવી સ્ટેશનો બ્લેક એન્ડ વ્હાઇટ કાર્યક્રમો પ્રસારિત કરતા હતા. ટીવીનું વહીવટી તંત્ર ‘દૂરદર્શન’ નામથી અલગ પડ્યા પછી, ૧૯૮૦ના દાયકામાં ઇન્સેટ ઉપગ્રહો અને દિલ્હીમાં યોજાયેલી એશિયન ગેમ્સથી ટીવીના વ્યાપમાં એકદમ વધારો થયો. રંગીન પ્રસારણ પણ એશિયન ગેમ્સ (૧૯૮૨)થી શરૂ થયું. ત્યાર પછી ‘દૂરદર્શન’ના સુવર્ણયુગથી માંડીને ખાનગી ચેનલોના ખડકલા સુધી ભારતીય ટીવી પ્રસારણે સફર કરી છે. છેલ્લા અંદાજ પ્રમાણે ભારતનાં ૧૪ કરોડ ૮૦ લાખ ઘરમાં ટીવી છે.
દૂરદર્શનના ઇતિહાસ વિશેની વીડિયો લિન્કના ચાર ભાગ :
