(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • કોણ પહેલાં નીચે પડે? હાથી કે પીછું?
  • સોલર સેલ કેવી રીતે કામ કરે છે?
  • માણો મૂન કેલેન્ડર
  • એક શરીરમાં સમાયેલી અપાર વિવિધતા
  • ફેલિક્સ સાથે યુટ્યૂબની છલાંગ

કોણ પહેલાં નીચે પડે? હાથી કે પીછું?

એક બહુમાળી ઇમારતની અગાશીએથી એક હાથી અને એક પીછાને એક સરખી ઊંચાઈએથી, એક જ સમયે નીચે પડવા દેવામાં આવે તો કોણ સૌથી પહેલાં નીચે પડે? ખાસ કરીને, ધારો કે કોઈ રીતે બંનેને હવાનો કોઈ અવરોધ નડે નહીં એવી સ્થિતિ સર્જી શકાય તો શું થાય?

જવાબ એ છે કે હવાનો અવરોધ ન હોય તો હાથી અને પીછું બંને એક જ સમયે જમીન પર પહોંચે! નવાઈ લાગે એવી વાત છેને? આવું કેમ બને છે એ તમારે સારી રીતે સમજવું હોય અને ભૌતિકશાસ્ત્રના બીજા કેટલાય સિદ્ધાંતોનું તમારું જ્ઞાન ચકાસવું હોય કે તમને મૂંઝવતા સવાલોના જવાબ મેળવવા હોય તો એક અફલાતૂન સાઇટ છે http://www.physicsclassroom.com

આ સાઇટમાં આપણા સવાલનો જવાબ મળશે અહીં :http://goo.gl/yJs9h

સોલર સેલ કેવી રીતે કામ કરે છે?

સૂરજદાદા પૃથ્વી પર પ્રસન્ન હોય ત્યારે આપણી ધરતીની સપાટી દર ચોરસ મીટરદીઠ ૧૦૦૦ વોટ જેટલી ઊર્જા પાથરતા હોય છે. જો આપણે એ બધી ઊર્જાનો ઉપયોગ કરી શકીએ તો આપણાં ઘર અને ઓફિસ માટે બીજી વીજળીની જરુર જ ન રહે. આપણે કેલ્ક્યુલેટર કે વોટરહીટર જેવાં સાધનોને તો સૂર્યશક્તિથી આસાનીથી ચલાવતા થયા છીએ, પણ પૃથ્વીની બધી વીજજ‚રિયાત માટે અસીમ સૂર્યશક્તિનો ઉપયોગ શક્ય બનાવવાનું સ્વપ્ન હજી કેમ પૂરું થતું નથી? જવાબ મેળવવા માટે આપણે સમજવું પડે કે કેલ્ક્યુલેટરમાં વપરાતા સોલર સેલ્સ સૂર્યની ઊર્જાને કેવી રીતે વીજળીમાં પરિવર્તિત કરે છે અને આ જ કામ મોટા પાયે કરવામાં કેવા અંતરાયો નડે છે. આ સમજી શકાશે howstuffworks.com સાઇટ પરના આ લેખમાં : http://goo.gl/rrzsr

 

માણો મૂન કેલેન્ડર

અત્યારે કૃષ્ણપક્ષ ચાલે છે કે શુક્લપક્ષ? સાદા શબ્દોમાં અંધારિયાં કે અજવાળિયાં? ગૂગલી ક્વેશ્ર્ચન લાગ્યો? ચંદ્રના જુદા જુદા તબક્કા અનુસાર ચંદ્રનો ક્ષય થાય કે વૃદ્ધિ થાય તેને ગુજરાતી કેલેન્ડરમાં વદ અને સુદ એવાં બે પખવાડિયાંમાં દશર્વિવામાં આવે છે. ચંદ્રના આવા વિવિધ તબક્કા દશર્વિતું મૂન કેલેન્ડર અને તેના વિશે વધુ માહિતી મળશે અહીંથી : http://stardate.org/nightsky/moonઆકાશદર્શનમાં રસ હોય તો આવી બીજી સાઇટ્સ પણ શોધી જુઓ!

એક શરીરમાં સમાયેલી અપાર વિવિધતા

આપણા એક શરીરની અંદર કુદરતે કેટલી કરામતો ભરી છે? જાણો આ રસપ્રદ આંકડાઓ…

  • એક અસ્થિતંત્ર, જેના આધાર પર આખું શરીર રચાયું છે.
  • ૨૨ અવયવો – હૃદય, ફેફસાં, જઠર, જે દરેક અદભુત કામગીરી કરતાં રહે, વર્ષે લગભગ ૩ કરોડ, ૫૦ લાખ વાર. ફેફસાં દર મિનિટે ૧૫થી ૨૫ વાર શ્ર્વાસ લઈ અને છોડી શકે છે
  • ૪૦ અબજ રક્તશિરાઓ પથરાયેલી છે, જેની કુલ લંબાઈ એક લાખ કિલોમીટર જેટલી છે. આપણી પૃથ્વી ફરતે એને જનોઈની જેમવીંટાળીએ તો પૃથ્વીને ૨.૫ વાર વીંટાળી શકાય.
  • મગજમાં ૮૬ અબજ કોષો સમાયેલા છે.
  • શરીરમાં કુલ ૬૦ ટ્રિલિયન જેટલા કોષો છે.
  • ડીએનએની સેર કેટલી હશે શરીરમાં? ૪,૬૦૦ ટ્રિલિયન જેટલી.

એનિમેશન કંપની એક્સવિવો (www.xvivo.net)એ આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન કંપની સાથે મળીને એક શરીરમાં સમાયેલી અપાર વિવિધતાને એનિમેશનની મદદથી દશર્વિવાનો પ્રયાસ કર્યો છે. ફક્ત બે મિનિટનો આ વીડિયો જોઈ શકો છો અહીં : http://youtu.be/pDMLq6eqEM4

ફેલિક્સ સાથે યુટ્યૂબની છલાંગ

ગયા મહિને ઓસ્ટ્રિયાના સુપરસોનિક સ્કાયડ્રાઇવર ફેલિક્સ બુમગાર્ટનરે લગભગ ૩૯ કિલોમીટર ઊંચેથી, પૃથ્વી પર છલાંગ લગાવી એ ઘટના યુટ્યૂબ પર લાઇવસ્ટ્રીમ તરીકે રજૂ થઈ અને દુનિયાભરના ૮૦ લાખ જેટલા લોકોએ આ દિલધડક ઘટના પોતાના કમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ! ફેલિક્સ માટે જેમ આ રેકોર્ડ હતો, તેમ યુટ્યૂબ માટે પણ આ વિક્રમસર્જક ઘટના હતી! આ આખી ઘટના ૫૦ દેશોનાં ૪૦ ટીવી નેટવર્ક્સે પણ લાઇવ બતાવી હતી.

અલબત્ત, વિવિધ દેશોમાં ટીવી સ્ક્રીન પર જે તે દેશની સંસ્કૃતિ મુજબની સાસ-બહુ ટાઇપની સિરિયલોમાં ચોંટેલા દર્શકોની સંખ્યા યુટ્યૂબના આંકડા કરતાં ક્યાંય વધુ હતી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!