દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારની રંગભેદી નીતિ સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરનાર આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતા નેલ્સન મંડેલા ૨૭ વર્ષ લાંબો કારાવાસ વેઠ્યા પછી આખરે જેલમાંથી છૂટ્યા.
સજાનાં પહેલાં ૧૮ વર્ષ તેમણે પથારી કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વગરની ખોલીમાં કાળી મજૂરી કરતાં વીતાવ્યા. છ મહિને ફક્ત એક પત્ર લખવા અને મેળવવાની છૂટ અને મુલાકાતીને મળવાનું વર્ષે એક જ વાર અને એ પણ ફક્ત ૩૦ મિટિ માટે. પાછલાં વર્ષોમાં તેમને બીજે ઠેકાણે, પ્રમાણમાં વધારે સુવિધાજનક રીતે નજરકેદ રખાયા હતા. ૧૯૮૯માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ બનેલા એફ.ડબલ્યુ.ડી ક્લાર્કે રંગભેદી નીતિનો અંત આણવાનું અને આફ્રિકન નેશનલ કોંગ્રેસ પરનો પ્રતિબંધ હટાવવાનું નક્કી કર્યું. એ નીતિ હેઠળ જાહેર થયેલી સજામાફી અંતર્ગત મંડેલાની મુક્તિ શક્ય બની.
જાણો વધુ : http://www.nelsonmandela.org/
