ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬
૧૯૨૦ના દાયકામાં અમેરિકાના વિજ્ઞાની રોબર્ટ ગોડર્ડે રોકેટના જોરે ચંદ્ર સુધી પહોંચવાની વાત કરી ત્યારે ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ જેવા પ્રતિષ્ઠિત અખબારે તેમની હાંસી ઉડાવી હતી, પણ ‘એપોલો ૧૧’ યાનની સફળ ચંદ્રયાત્રા પછી ૧૭, ૧૯૬૯ના રોજ ‘ટાઇમ્સે’ પોતાની પાંચ દાયકા જૂની ભૂલ બદલ માફી માગી.
પ્રવાહી બળતણના ઓછામાં ઓછા જથ્થા દ્વારા મહત્તમ વેગ અને ધક્કો હાંસલ કરીને અવાજથી વધારે ઝડપે ઉડ્ડયનો યોજવાનું – બીજા ગ્રહો સુધી પહોંચવાનું સુધ્ધાં શક્ય છે એવું પહેલી વાર ગોડર્ડે કહ્યું અને મેસેચુસેટ્સના એક ખેતરમાં રોકેટનું સફળ ઉડ્ડયન યોજીને અવકાશયાત્રાની શક્યતાઓનાં દ્વાર ખોલી આપ્યાં. અવકાશયાન-જેટ વિમાનોની પાયાની ટેક્નોલોજી અને જર્મન રોકેટશાસ્ત્રી વર્નર વોન બ્રાઉનને પ્રેરણા પૂરી પાડવાનું શ્રેય ગોડર્ડનાં રોકેટને જાય છે.
વધુ વાંચો : http://goo.gl/AiFnA

