(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે રિવાઇન્ડ કરો બધાં પાનાં!

છેક છેલ્લે પાને આવી ગયા? મતલબ સફર પૂરી? ના! તમે જોયું હશે એમ, આ સફર એમ તરત પૂરી થાય એવી નથી. સાવ શરૂઆતમાં લખ્યું છે એમ અહીં તો લગભગ દરેક પાને તમને તમારી ઇચ્છા અનુસાર સફરને આગળ ધપાવવાનાં અનેક કારણો મળશે.  

એટલે જ આ છેલ્લું પાનું પણ છેલ્લું નથી. અહીં તમને એક કારણ આપીશું, આખું મેગેઝિન ફરી રિવાઇન્ડ કરવાનું અને ફરી દરેક પાનાં ઉથલાવવાનું. તમે જોયું હશે તેમ મેગેઝિનના દરેક પાને છેક નીચે, ઇંગ્લિશમાં એક એક નાનકડો પણ સચોટ વિચાર રજૂ થયો છે. તમે જરા ધ્યાનથી જોયું હશે તો સમજાયું હશે કે આ બધા વિચાર છૂટાછવાયા લોકોના નથી, કોઈ એક વ્યક્તિએ પોતાના જીવનમાં જે કંઈ જોયું અને અનુભવ્યું તે સૌને કામે લાગે એ માટે શબ્દો રૂપેે વહેતું મૂક્યું છે.

આમ જુઓ તો ઇન્સ્પિરેશનલ ક્વોટ્સ લખીને ગૂગલિંગ કરો એટલે ઢગલાબંધ સાઇટ્સ મળી આવે. ઇન્ટરનેટ પર જ શા માટે, આપણી ચારે તરફ સલાહ આપનારાની કોઈ ખોટ નથી, પણ સામાન્ય રીતે એમાં સત્ત્વ ઓછું હોય છે કેમ કે એ વાતો મોટા ભાગે જીવનની ચાળણીમાંથી ચળાઈને આવેલી હોતી નથી.

અહીં જે વિચારો અપાયા છે તે સુવાક્યો કરતાં એક વ્યક્તિના જીવનના નિચોડ જેવા વધુ છે. આ એક વ્યક્તિ એટલે ડૉ. બાર્બરા કિફર. બાર્બરા ભાષાશાસ્ત્રમાં પીએચડી અને એમફિલ થયાં છે. આર્કિયોલોજીમાં પણ પીએચડીની ડિગ્રી મેળવી છે. બુદ્ધિસ્ટ સ્ટડીઝમાં પણ એમણે એમએ અને પીએચડીની ડીગ્રી મેળવી છે.

આવાં આ ડો. બાર્બરા ૧૯૬૬માં છઠ્ઠા ધોરણમાં ભણતાં હતાં ત્યારથી (કદાચ એમની મમ્મી આંગળી ચીંધવાનું પુણ્ય કમાઈ હશે!) એમણે પોતાને અને બીજાને જે નાની નાની વાતમાંથી ખુશી મળતી હોય એ બધી એક નોટબુકમાં નોંધી લેવાનું શરુ‚ કર્યું. પછી તો એમણે લખ્યું છે એમ, નોટબુકની સંખ્યા વધતી ગઈ અને વીસ વર્ષ પછી ‘૧૪,૦૦૦ થિંગ્સ ટુ બી હેપ્પી અબાઉટ’ નામના પુસ્તકે આકાર લીધો. એ પુસ્તકની દસ લાખથી વધુ નકલો વેચાઈ છે. ડો. બાર્બરા લખે છે એમ એમણે હજી પણ નોંધ કરવાનું ચાલુ જ રાખ્યું છે!

ખુશીનાં કારણોની સાથોસાથ એમણે જીવનનું ભાથું બંધાય એવા વિચારો પણ ટપકાવ્યા (જેમાંના થોડાક તમે અહીં દરેક પાને વાંચ્યા) અને એમાંથી પુસ્તક બન્યું ૮,૭૮૯ વર્ડ્સ ઓફ વિસ્ડમ. ડો. બાર્બરની સાઇટ (http://www.thingstobehappyabout.com) પર આવું તો બીજું ઘણું તમને જાણવા મળશે. ખાસ કરીને સેલ્ફ મેડિટેશન શીર્ષક હેઠળ બૌદ્ધ અને હિન્દુ ધર્મમાંથી તારવેલા વિચારો (એકદમ ટૂંકમાં જ) વાંચશો તો નવાઈ લાગશે કે એક વિદેશી વ્યક્તિ પૂર્વની સંસ્કૃતિને કેટલી વધુ સારી રીતે સમજી શકી છે!

આવું પણ થઈ શકે…

આ પ્રકારના વિચારો એકસાથે વાંચવા માટે નથી હોતા. એની ખરી મજા તો એ વાતમાં છે કે તમે તમારા કામમાં હો અને અચાનક એવો વિચાર નજર સામે આવે જે તમને લાગે કે તે તમારા માટે જ, તમારી અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ લખાયો છે. એવો વિચાર જે વાંચીને તમને મુશ્કેલીમાં કંઈક માર્ગ સૂઝી આવે! તમે આઇગૂગલ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેમાં આ સાઇટનાં ગેજેટ્સ ઉમેરીને આવી મજા લઈ શકો છો.

આઇગૂગલમાં ઉમેરવા માટે 

http://www.google.com/ig પર જાઓ અને ગૂગલ એકાઉન્ટથી લોગઇન થાઓ.

આઇગૂગલ પેજ પર ડાબે આપેલા ‘એડ ગેજેટ્સ’ પર ક્લિક કરો અને જમણી તરફના સર્ચ બોક્સમાં વારાફરતી Wisdom અને Self-meditation સર્ચ કરો.

સર્ચ રિઝલ્ટમાં જુદાં જુદાં ગેજેટ્સ મળશે, તેમાંથી http://thingstobehappyabout.comનો સ્રોત દશર્વિતું ગેજેટ સિલેક્ટ કરો અને તમારા આઇગૂગલ પેજ પર એડ કરી દો.


હવે જ્યારે પણ તમે પેજ રિફ્રેશ કરશો ત્યારે નવા વિચારો વાંચવા મળશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!