(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેઘધનુષ અને વિજ્ઞાનના બીજા અનેક રંગો

ફરી ચોમાસાના આહલાદક દિવસો આવી પહોંચ્યા છે! કુદરતનાં અનેકવિધ પાસાં અને રંગ (આંખે દેખાય એ અને દિલમાં ઉતરે એ પણ!) માણવાની શ્રેષ્ઠ ઋતુ છે આ!

હવે વાત મુદ્દાની. ચોમાસામાં આપણે અવારનવાર મેઘધનુષ જોઈ શકીએ છીએ એ પ્રકાશનાં કિરણો અને વરસાદનાં ફોરાંની રમત છે એ તો આપણે જાણીએ છીએ, પણ આપણે કયારેય મેઘધનુુષનું સંપૂર્ણ વર્તુળ જોઈ શકીએ ખરા?

આ અને આવા બીજા કેટલાય સવાલોના જવાબ મળી શકે છે આ સાઇટ પર : http://earthsky.org

અર્થસ્કાય અમેરિકાના ટેક્સાસ રાજ્ય સ્થિત સંસ્થા છે. વિજ્ઞાનમાં ઊંડો રસ ધરાવતા કેટલાક લોકોએ સાથે મળીને ૧૯૯૧માં વિજ્ઞાન સંબંધિત વાંચનસામગ્રી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.

આજે તેે નાસા, ગૂગલ, ધ ઇકોનોમિસ્ટ વગેરે સહિત એક નામાંકિત સંસ્થાઓનો ટેકો ધરાવે છે. વિશ્વભરમાં ફેલાયેલા ૧૦૦૦થી વધુ  નિષ્ણાતો અર્થસ્કાય સાથે સંકળાયેલા છે, જે જુદા જુદા વિષય સૂચવે છે અને તેે લગતું કન્ટેન્ટ આપે છે તેમ જ તેની સમીક્ષા કરી આપે છે. અર્થસ્કાયની  પ્રવૃત્તિઓ હવે ઓડિયો, વીડિયો અને વેબ ત્રણેય ક્ષેત્રે વિસ્તરી છે.

પાણીમાં પ્રતિબિંબથી રચાતું મેઘધનુષ
http://earthsky.org/earth/photo-rainbow-reflected-in-stream-perfect-circle

આપણા મૂળ સવાલના જવાબમાં આ સાઇટ કહે છે કે વરસાદનાં અનેક ટીપાં અને  સૂર્યકિરણો મળીને આકાશમાં પૂર્ણ વર્તુળાકાર સ્પરૂપે જ રંગોની રિંગ બનાવે છે, પણ આપણે પૃથ્વી પર ઊભા હોવાથી, ક્ષિતિજ આડી આવતાં આપણે પૂર્ણ વર્તુળ જોઈ શકતા નથી.  હા, તમે પ્લેનમાંથી પૂર્ણ વર્તુળાકાર મેઘધનુષ જોઈ શકો છો!

અલબત્ત, ઉપરની તસવીર (જેમાં સંપૂર્ણ મેઘધનુષ હોવા છતાં નથી, કેમ કે આ પ્રતિબિંબની કરામત છે) જમીન પરથી લેવામાં આવી છે (આ તસવીર વિશે વધુ અહીં જાણો)

મેઘધનુષ રચાવા પાછળનું વિજ્ઞાન વિગતવાર સમજવું હોય તો તમે આ વેબપેજ પર જઈ શકો છો (આ આખી સાઇટ એક જુદા જ લેખનો વિષય છે).

તે દરમિયાન, તમે આ મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરો, નીચે આપેલા પ્રશ્નોને તપાસો અને  http://earthsky.org પર તેના જવાબો શોધવાની કોશિશ કરો! રસ પડે તો સાઇટના ન્યૂઝલેટરને સબસ્ક્રાઇબ કરી દો એ ફીડ રીડરમાં આરએસએસ ફીડ પણ એક્ટિવેટ કરી દો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!