(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારી ‘હાર્ડ ડ્રાઇવ’માં ડાઉનલોડ કરવા જેવો પ્રોગ્રામ

કસ્ટમર : હલ્લો, મારે મારી સિસ્ટમમાં એક એવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો છે, જેનાથી કોઈ ટેન્શન વિના આખી સિસ્ટમ સરસ રીતે ચાલે. મને મદદ કરશો? મને ટેકનિકલ બાબતો બહુ સમજાતી નથી.

કસ્ટમર કેર સર્વિસ : નો પ્રોબ્લેમ! હું કહું એમ કરતા જાવ. સૌથી પહેલાં તો ‘માય હાર્ટ’ ડ્રાઇવ ઓન કરો.

કસ્ટમર : પણ એમાં તો બીજા કેટલાય પ્રોગ્રામ્સ રન થઇ રહ્યા છે!

કસ્ટમર કેર સર્વિસ : કેવા પ્રોગ્રામ્સ?

કસ્ટમર: ઊભા રહો કહું છું. અત્યારે PASTHURT.EXE, LOWESTEEM.EXE GRUDGES.EXE A“¡ RESENTMENT.EXE એ બધા પ્રોગ્રામ રન થઈ રહ્યા છે.

કસ્ટમર કેર સર્વિસ : કંઈ વાંધો નહીં. એક વાર આપણો નવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે પછી PASTHURT.EXEને મેમરીમાંથી ડિલીટ કરી નાખશે. LOWESTEEM.EXE ને HIGHESTEEM.EXEથી ઓવર રાઇટ કરશે. અને પછી તો GRUDGE.EXE અને RESENTMENT.EXE તેની જાતે જ બંધ થઈ જશે, પણ એ માટે પહેલા આ બધા પ્રોગ્રામ બંધ કરવા ડશે.

કસ્ટમર : એ જ તો મને સમજાતું નથી!

કસ્ટમર કેર સર્વિસ : ડોન્ટ વરી! તમે સ્ટાર્ટ મેુ પર જાવ અને FORGIVENESS.EXE પર ક્લિક કરો. જ્યાં સુધી GRUDGE.EXE અને RESENTMENT.EXE સાવ ડિલીટ થાય ત્યાં સુધી આ પ્રોગ્રામ વારંવાર રન કરો.

કસ્ટમર : ઓકે, મેં શરુ‚ કરી દીધું, પણ આ શું? આ નવો પ્રોગ્રામ તો આપોઆપ ઇન્સ્ટોલ થવા લાગ્યો!

કસ્ટમર કેર સર્વિસ : સરસ! એ સોફ્ટવેરું નામ છે લવ – પ્રેમ! યાદ રાખજો, આ એક ફ્રી પ્રોગ્રામ છે, તમે બીજાને પણ મોકલી શકો છો. તમે બરાબર ‘માય હાર્ટ’ ડિરેક્ટરીમાં જ એને ઇન્સ્ટોલ કરજો અને ત્યાંથી જ રન કરજો. આ પ્રોગ્રામ બરાબર ચાલે એ માટે તેની સાથોસાથ FORGIVESELF.DOC, SELFESTEEM.TXT, REALIZEWORTH.TXT, અને GOODNESS.DOC પણ તમારી સિસ્ટમમમાં ઉમેરી લેવાનું ભૂલતા નહીં, સાથોસાથ તમારે SELFCRITIC.EXE ફાઈલ પણ ડિલીટ કરવી પડશે! છી જુઓ તમારી સિસ્ટમ એકદમ સરસ ચાલશે!

કસ્ટમર : બરાબર! અરે વાહ, હવે તો SMILE.MPG મારા મોનિટર પર છે અને મેં બ્રાઉઝર ઓન કર્યું તો તેમાં WARMTH.COM, PEACE.Com અને CONTENTMENT.COMની સાઇટ્સ પણ ઓન થવા લાગી છે! થેન્ક યુ!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!