(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પિન્ટરેસ્ટઃ અનેકને રસ પડ્યો, કદાચ તમનેય ગમી જાય!

સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી વધુ ગાજતું નામ છે પિન્ટરેસ્ટ.  શું છે આ સર્વિસમાં?  જાણીએ વિગતવાર.

આગળ શું વાંચશો?

  • પિન્ટરેસ્ટનો ધમાકેદાર પ્રવેશ
  • પિન્ટરેસ્ટ એક્ઝેટલી શું છે?
  • પિન્ટરેસ્ટમાં એકાઉન્ટ કેવીરીતે ખોલાવશો?
  • ફોટોઝ કેવી રીતે એડ કરશો?
  • આ રીતે પણ થઈ શકાય પિન્ટરેસ્ટ પર

તમારા મિત્રવર્તુળ અને સગાંસંબંધીઓમાં સૌ કોઈ ફેસબુક કે ટ્વીટર કે ગૂગલ પ્લસની વાતો કરતાં હોય અને તમે હજી આ બધી સાઇટમાં એક્ટિવ ન થયા હો તો લઘુતાગ્રંથિ અનુભવવાની કોઈ જ‚રરુ નથી. તમે ઇન્ટરનેટ પરના લેટેસ્ટ અને હોટ ટ્રેન્ડ સમી પિન્ટરેસ્ટ નામની સર્વિસની વાતો શરુ કરીને બીજા બધાને ચૂપ કરી શકો છો!

આ નવીસવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પિન્ટરેસ્ટ ઇન્ટરનેટ પર અત્યારે રીતસર છવાઈ ગઈ છે. તેના વિશે આપણે ગયા મહિને કોલમમાં અછડતી માહિતી તો મેળવી લીધી છે, હવે તેની વિગતવાર સમજણ મેળવીએ અને તેનો વિવિધ રીતે કેવો લાભ લઈ શકાય તે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ.

પિન્ટરેસ્ટનો ધમાકેદાર પ્રવેશ

માંડ બે વર્ષ પહેલાં લોન્ચ થયેલી આ સર્વિસ અત્યારે ઇન્ટરનેટ પરની ટોપ ટેન સોશિયલ નેટવર્કિંગ સાઇટની યાદીમાં પહોંચી ગઈ છે.

પિન્ટરેસ્ટ પોતાના ઘરની સાજસજાવટ કરવા ઇચ્છતી કે મેરેજનું પ્લાનિંગ કરતી મહિલાઓમાં અત્યંત લોકપ્રિય હતી. જેમ બજારમાં ફરતી વખતે દરેક વસ્તુની ખરીદી ન થાય, પણ ગમતી દરેક ચીજવસ્તુઓની મનમાં નોંધ લેવાતી જાય, એ જ રીતે, મહિલાઓ ઇન્ટરનેટ પર જાતભાતની ચીજવસ્તુઓ – પડદા, ફર્નિચર, ડ્રેસિસ, પર્સ, સેન્ડલ્સ વગેરે વગેરેની નોંધ કરતી જાય અને પિન્ટરેસ્ટ પર તેનો ખડકલો કરતી જાય. પછી બધી ચીજવસ્તુ વિશે બધાના અભિપ્રાય મેળવે, પોતાનું ફાઇનલ લિસ્ટ બનાવે અને અંતે ખરીદી કરે.

આ હતું પિન્ટરેસ્ટનું મૂળ સ્વરૂપ. હવે કોલાવરી-ડીની જેમ પિન્ટરેસ્ટનું નામ ઇન્ટરનેટ પર ચોમેર ફરી વળ્યા પછી વિવિધ રસ ધરાવતા લોકો પણ પિન્ટરેસ્ટમાં રહેલી વિવિધ સંભાવનાથી આકષર્યિા અને પિન્ટરેસ્ટની લોકપ્રિયતા વધતી ચાલી.

પિન્ટરેસ્ટ એક્ઝેક્ટલી છે શું?

પિન્ટરેસ્ટ ફોટોગ્રાફ કે વીડિયોને કેન્દ્રમાં રાખીને સમાન રસ ધરાવતા લોકોને એકમેકની નજીક લાવતી સર્વિસ છે.

અહીં પહેલી નજરે તમને આખા પેજ પર ઘણું ખરું ફોટોગ્રાફ્સ જ દેખાશે.

વાત ફોટોગ્રાફની છે એટલે શબ્દોમાં સમજાવવી મુશ્કેલ છે, ચાલો આપણે વર્ચ્યુઅલ ટૂર જ કરી લઈએ!

પિન્ટરેસ્ટનો તમે બે રીતે ઉપયોગ કરી શકો છો :


  1. એકાઉન્ટ ખોલાવ્યા વિના, ફક્ત બીજા લોકોએ મૂકેલી ઇમેજીસ કે વીડિયો જુઓ.
  2. તમારું એકાઉન્ટ ખોલાવો અને તમે પણ પિન્ટરેસ્ટ પર ઇમેેજ કે વીડિયો મૂકો, બીજાની ઇમેજીસ લાઇક કરો કે શેર કરો કે કમેન્ટ કરો.

એકાઉન્ટ ખોલાવતાં પહેલાં, આ સર્વિસ બરાબર તપાસી લઈએ.

https://pinterest.com પર જાઓ. અહીં તમને જુદા જુદા માપના ફોટોઝ દેખાશે. પેજ નીચે સ્ક્રોલ કરતા જશો તેમ તેમ નવા નવા ફોટો ઉમેરાતા જશે, એનો અંત આવશે જ નહીં! આખા ઇન્ટરનેટ પર દરરોજ અસંખ્ય લોકો સર્ફિંગ કરતા રહે છે અને એમાંથી તેમને જે ઇમેજમાં રસ પડે તેને પિન્ટરેસ્ટ પર મૂકે છે, એટલે અહીં તમને અનેક પ્રકારની ઇમેજીસ જોવા મળશે. સાઇટ પર વાંધાજનક તસવીરોને રિપોર્ટ કરવાની સગવડ છે.

તમે જેમ જેમ પેજ સ્ક્રોલ કરશો તેમ અનેકવિધ ઇમેજીસ ઉમેરાતી જ જશે. વચ્ચે અટકો અને ફરી ટોપ પર જાઓ. અહીં ‘એવરીથિંગ’ પર માઉસ લઈ જશો એટલે બાજુમાં બતાવ્યા મુજબનું લિસ્ટ ખૂલશે. આ અલગ અલગ કેટેગરી છે. પિન્ટરેસ્ટ પરના બધા ફોટોગ્રાફ આ કેટેગરી મુજબ ગોઠવાયેલા છે. બધા લોકો દરેક ઇમેજને યોગ્ય કેટેગરીમાં મૂકતા નથી એટલે તમે એજ્યુકેશનમાં જાઓ અને નિરાશ થાઓ એવું બની શકે છે. છતાં સામાન્ય રીતે, જે તે કેટેગરી મુજબની ઇમેજીસ અહીં જોઈ શકશો.

હવે કોઈ પણ ફોટો પર માઉસ લઈ જાઓ. તમને રીપિન, લાઇક અને કમેન્ટનાં બોક્સ દેખાશે. આ ત્રણેય કામ કરવા માટે તમારી પાસે પિન્ટરેસ્ટનું એકાઉન્ટ હોવું જરૂરી છે, હજી આપણે એકાઉન્ટ ખોલાવ્યું નથી એટલે આગળ વધીએ.

ઇમેજ પર ક્લિક કરશો એટલે એ જ ઇમેજ મોટા કદમાં દેખાશે. ફરી તેને ક્લિક કરશો તો એ ઇમેજ જે સાઇટ પરથી અહીં આવી છે ત્યાં પહોંચી જશો!

માટે ફરી ઇમેજ પર ક્લિક કર્યા વિના, આજુબાજુ નજર દોડાવો. ફેસબુકનું લાઇક બટન, ટ્વીટર પર શેર કરવાનું બટન, તમારી સાઇટ પર આ ઇમેજ એમ્બેડ કરવાનું બટન, ઇમેજ યોગ્ય ન લાગી હોય તો વાંધો ઉઠાવવા રિપોર્ટ કરવાનું બટન વગેરે દેખાશે.

ઉપરાંત ઇમેજ નીચે, આ ઇમેજ પિન્ટરેસ્ટમાં મૂકનાર વ્યક્તિ, બીજી ઇમેજીસની થમ્બનેઇલ્સ અને બીજી વિગતો દેખાશે.

પિન્ટરેસ્ટમાં એકાઉન્ટ કેવી રીતે ખોલાવશો?

હવે ફક્ત તસવીરો જોઈને સંતોષ માનવો ન હોય અને પોતે પણ એક્શનમાં ઝુકાવવું હોય તો એકાઉન્ટ ખોલાવો. આ લખાય છે ત્યારે માત્ર આમંત્રણથી તમે પિન્ટરેસ્ટમાં જોડાઈ શકો છો. પિન્ટરેસ્ટ સાઇટને જ રિક્વેસ્ટ મોકલો અથવા ‘સાયબરસફર’ (editor@duplics.cybersafar.inને લખો અને આમંત્રણ મેળવો.

પિન્ટરેસ્ટમાં જોડાવા માટે તમારી પાસે ફેસબુક અથવા ટ્વીટરનું એકાઉન્ટ હોવું જ‚રી છે. આ રીતે તમારી પિન્ટરેસ્ટ પરની એક્ટિવિટી ફેસબુક અને ટ્વીટર સાથે લિંક થઈ જશે. એક વાર લોગ-ઇન થયા પછી તમે ઇચ્છો તો સેટિંગ્સમાં જઈને આ કનેક્શન બંધ કરી શકો છો.

હવે સિસ્ટમ તમને જુદા જુદા રસના વિષયો પૂછશે અને એ મુજબ તમને જુદા જુદા લોકોએ પિન કરેલા ફોટોગ્રાફ બતાવશે અને સરખો રસ ધરાવતા લોકોને ફોલો કરવા કહેશે. પિન્ટરેસ્ટમાં તમે તમારા રસના વિષયો અનુસાર જુદાં જુદાં બોર્ડ બનાવી શકો છો. જેમ કે ‘સાયબરફર’માં અમે અળફુશક્ષલ ઈંક્ષમશફ એવું એક બોર્ડ બનાવ્યું છે, જેમાં ભારતની જુદી જુદી રસપ્રદ તસવીરો મૂકવામાં આવે છે! તમે પહેલી વાર લોગ-ઇન થશો ત્યારે સિસ્ટમ તમને આવાં બોર્ડ બનાવવા કહેશે. કેટલાંક બોર્ડ પહેલેથી હશે, જે તમે પછી બદલી શકો છો.

હવે તમે ફેસબુક કે ટ્વીટર પરના તમારા મિત્રોને પિન્ટરેસ્ટમાં જોડાવા આમંત્રણ મોકલી શકો છો કે તમારા મિત્રોને શોધી શકો છો.

ફોટોઝ કેવી રીતે એડ કરશો?

પિન્ટરેસ્ટમાં ફોટોઝ એડ કરવાનો સૌથી સહેલો રસ્તો તમારા બ્રાઉઝરમાં ‘પિન ઇન’ની બુકમાર્કલેટ એડ કરી લેવાનો છે. ટોચ પર એબાઉટની અંદર, પિન ઇટ બટનની લિંક આપી છે. તેના પર જાઓ અને પિન ઇટ બટનને લિંકને તમારા બ્રાઉઝરના બુકમાર્ક બાર (જો દેખાતો ન હોય તો પહેલાં ઓપ્શન્સમાં જઈને તેને ઓન કરી દો)માં ઉમેરી દો. હવે તમે કોઈ પણ વેબસાઇટ પર હો અને કોઈ ઇમેજ તમને ગમી જાય તો બુકમાર્ક બારમાંના ‘પિન ઇટ’ બટન પર ક્લિક કરો. એ વેબપેજ પરની બધી ઇમેજ એક પોપ-અપ વિન્ડોમાં ખૂલશે.

કોઈ પણ એક ઇમેજ પસંદ કરો, તમારા કયા બોર્ડમાં તેને મૂકવા માગો છો તે નક્કી કરો અને ઇમેજનું થોડું વર્ણન ઉમેરી દો. તમારી આ નવી ઇમેજ પિન વિશે ફેસબુક કે ટ્વીટર પર ખબર ફેલાવી દેવી હોય તો એ પણ કરો!

આ આખી વાતમાં, પહેલી મજા એ વાતની છે કે તમને ઇન્ટરનેટ પર જે કંઈ રસપ્રદ લાગે તે તમે એક સ્થળે એકઠું કરી શકો છો. બીજી મજા એ વાતની છે કે તમારા જેવો જ રસ ધરાવતા બીજા લોકો ઇન્ટરનેટ પર શું શું જુએ છે અને સૌ સાથે શેર કરે છે એનાથી તમે સતત અપડેટ રહી શકો છો.

સામી બાજુ, સાવધાની એ રાખવાની છે કે અહીં કશું જ અંગત નથી. અસંખ્ય લોકો તેમને જે ગમી એ ઇમેજ અહીં પિન કરે છે, જે તમને ન પણ ગમે.
પિન્ટરેસ્ટ આખરે તો આપણી દુનિયા અને તેમાં વસતા લોકોનું જ પ્રતિબિંબ છે, મજા લઈ શકાય એટલી લઈ લો!

આ રીતે પણ એક્ટિવ થઈ શકાય પિન્ટરેસ્ટ પર…

પિન્ટરેસ્ટનો ઉપયોગ બે રીતે થઈ શકે છે, બીજાએ બનાવેલાં બોર્ડ જોવા માટે અથવા જાતે, પોતાના રસના વિષયનાં બોર્ડ બનાવવા માટે.

બીજાનાં બોર્ડ જોવાં હોય તો તમારી જાતે ખાસ્સી એવી શોધખોળ કરીને તમારા જેવો જ રસ ધરાવતી વ્યક્તિને શોધી કાઢશો અને તેનાં બોર્ડને ફોલો કરશો તો પિન્ટરેસ્ટમાં મજા પડશે, પણ ખરી મજા જાતે બોર્ડ બનાવવામાં છે. પિન્ટરેસ્ટનો ઉપયોગ શોપિંગ લિસ્ટ બનાવવા કે બિઝનેસ વધારવા માટે થાય છે, પણ આપણે આપણી મરજી ચલાવીએ તો તેની મદદથી વિવિધ વિષયો વિશે ઇન્ટરનેટ પર જે અગાધ ખજાનો પડ્યો છે તેને એક સ્થળે એકઠો કરી શકીએ છીએ. ખાસ કરીને

વિદ્યાર્થીઓ આવું કંઈક પણ કરી શકે…

  • તમે વેકેશનમાં જે જે સ્થળે પ્રવાસે જવાના હો તેની વિવિધ ઇમેજીસ નેટ પરથી એકઠી કરો અને તેનું બોર્ડ બનાવો.
  • ભારતની વિવિધ નદીઓ કે પર્વતોની ઇમેજીસ એકઠી કરો.
  • વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઝ (માત્ર ફિલ્મ ને ક્રિકેટ નહીં!)ની ઓફિશિયલ સાઇટ્સ શોધીને તેમની ઇમેજીસ એકઠી કરો.
  • દુનિયાના જાણીતા વિજ્ઞાનીઓ વિશે ઇમેજ-વીડિયો સ્વરુપે માહિતી એકઠી કરો.
  • રસપ્રદ વીડિયો કલેક્ટ કરો.

આવું તો કેટકેટલું દટાયેલું પડ્યું હશે ઇન્ટરનેટ પર. શોધશો તો જડશે અને જે જડે તેને સરસ રીતે સાચવી લેવાની સગવડ તો પિન્ટરેસ્ટ આપે જ છે.

પિન્ટરેસ્ટ બીજા લોકોને બતાવવા માટે નહીં, તમારા પોતાના માટે વાપરશો તો ખરી મજા આવશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!