આગળ શું વાંચશો?
- પીસી વિરુદ્ધ મેક
- હવે આવે છે ફાયરફોક્સ ફોન
પીસી વિરુદ્ધ મેક
કમ્પ્યુટરના વેચાણને લગતા કેટલાક રસપ્રદ આંકડા હમણાં પ્રકાશમાં આવ્યા છે. વર્ષ ૨૦૦૪માં એપલના મેક કમ્પ્યુટર કરતાં ૫૪ ગણાં વધુ પર્સનલ કમ્પ્યુટર્સ (પીસી) વેચાતાં હતાં. હવે એપલના સોફ્ટવેરથી ચાલતાં ટેબલેટ અને મોબાઇલ ડિવાસીઝની સંખ્યામાં આવેલા ઉછાળા પછી પીસી અને મેક વચ્ચેની ખાઈ ઘટી છે, હવે ફક્ત ૧૯ ગણાં વધુ પીસી વેચાય છે!
હવે આવે છે ફાયરફોક્સ ફોન
એન્ડ્રોઇડ મોબાઇલનો ઉપયોગ કરતા લોકો જાણતા જ હશે કે હવે તેઓ તેમના મોબાઇલમાં ફાયરફોક્સ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરી શકે છે, પરંતુ હવે ફક્ત બ્રાઉઝર નહીં, સ્માર્ટફોનની આખેઆખી ઓપરેટિંગ સિસ્ટમ ફાયરફોક્સની હોય એવા દિવસો બહુ દૂર નથી. આ વર્ષે તેનું બ્રાઝિલમાં લોન્ચિંગ થશે.
