ઘોડા, કબૂતર અને ખેપિયાના જમાનામાં એક સ્થળેથી બીજા સ્થળે તત્કાળ સંદેશા મોકલવા માટે ટેલિગ્રાફ શોધીને સેમ્યુઅલ મોર્સે કમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ આણી. ચિત્રકાર તરીકે જાણીતા અને ન્યૂ યોર્કના મેયરપદની ચૂંટણી હારી ચૂકેલા સંશોધક મોર્સના સંદેશા ટેલિગ્રાફ થકી ડોટ (.) અને ડેશ (-)ના સંકેત સ્વરૂપે પ્રસારિત થતા હતા. આ મહત્ત્વની શોધના પેટન્ટ મેળવ્યા પછી વોશિંગ્ટન અને બાલ્ટીમોર વચ્ચે ટેલિગ્રાફની પહેલી લાઇન ૧૮૪૪માં શરૂ થઈ.
ઈ-મેઇલના જમાનામાં નામશેષ બનતાં પહેલાં ટેલિગ્રાફે સંદેશાવ્યવહારના ક્ષેત્રે લગભગ દોઢેક સદી જેટલા લાંબા ગાળા સુધી માનભર્યું સ્થાન જાળવી રાખ્યું.
મોર્સના પેટન્ટ-દસ્તાવેજ: http://inventors.about.com/od/mstartinventors/ig/Samuel-Morse—Patent/
