(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ચાલ ને સારવ આ ઓગસ્ટની રજાઓમાં કયાંક ત્રણ-ચાર દિવસ જઈ આવીએ. માનુષને પણ સ્કૂલમાં રજાઓ છે, પણ મારી એક શરત છે. સંગિનીએ ઇન્ટેરેસ્ટિંગ પણ શરતી પ્રસ્તાવ મૂક્યો.

સારવ અને સંગિની બંને કમ્પ્યુટર એન્જિનિયર. એક જ ફર્મમાં કામ કરે. કોલેજમાં સાથે ભણતાં દોસ્તી થઈ પછી પ્રેમ થયો, લગ્ન થયાં અને માનુષ ‚પે સંતાનની ગિફ્ટ મળી. હવે તો માનુષ પણ આઠમા ધોરણમાં હતો. બંને વર્કિંગ પેરન્ટ્સ એટલાં બધાં ફરવાનાં શોખીન કે દર ત્રણ મહિને આવાં નેનો વેકેશન લઈ લે, પણ આ વખતે શરતી વેકેશન હતું એટલે સારવથી પુછાઈ ગયું. “અરે ડિયર, કઈ કંડિશન છે?

“જો સારવ આ વખતે તારું બી.બી.એમ. અને વોટ્સ એપ બંને બંધ જોઈએ. જો એ જ કરવું હોય તો આપણે અહીં જ સારાં છીએ. જ્યારે જુઓ ત્યારે તું તો બસ તારા બી.બી.એમ. પર જ હોય છે. અરે યાર, હું પણ ક્યારેક ચેટ કરી લઉં છું પણ તારી જેમ એડિક્ટ નથી. તું તો આજકાલ ગુડમોર્નિંગ, આઈ લવ યુ અને ગુડ નાઇટના મેસેજ પણ બી.બી.એમ. પર મૂકે છે. હું પર્સનલી તારી સાથે હોઉં તો મોઢામાંથી એટલું પ્રેમથી બોલી ના શકે? શું આ એપ્સ ન હોત તો આપણે ક્મ્યુનિકેશનનો સંબંધ જ ન હોત? મને તો ક્યારેક એવો ગુસ્સો ચડે છે કે તારો મોબાઇલ જ ફેંકી દઉં. પેલા ‘જિંદગી ના મિલેગી દોબારા’માં જેમ ઋતિક રોશનનો મોબાઇલ કારમાંથી ફેંકી દે છે ને એમ જ…

“અરે અરે મેડમ.. આટલો બધો ગુસ્સો… મારા બિચારા બી.બી.એમ.નો શો વાંક છે. આઈ એમ જસ્ટ યુઝિંગ મોડર્ન એપ્સ એન્ડ હેવિંગ એડ્વાન્ટેજ ઓફ ટેક્નોલાજી યાર…! એક કમ્પ્યુટર એન્જિનિયર તરીકે એટલિસ્ટ તું તો આ સમજી જ શકે. સારવે બચાવ ર્ક્યો.

“એય સારવ, કમ્પ્યુટર એન્જિનિયર પણ અંતે તો માણસ જ હોય છે. એને પણ લાગણી જેવું કંઈક હોય. આ તારી ડાઉન લોડેડ ગેમ્સ, પઝલ્સ અને ચેટિંગ એપ્સને લીધે મારી અને તારી વચ્ચે ડિસ્ટન્સ લાગે છે. તને છે ને ઓવર એપ્સનો આફરો થઈ ગયો છે. એમાં અમે કોઈ દેખાતાં જ નથી. આઈ રિક્વેસ્ટ યુ… બધી નક્કામી એપ્લિકેશન્સ તારા મોબાઇલમાંથી ડિલીટ કરી નાખ.

સંગિનીએ બોલવાનું ચાલુ રાખ્યું, “હું તને લિસ્ટ આપું. ઇન્ટરનેટ પર યૂઝફુલ એપ્લિકેશનનો ભંડાર છે. તારા બ્લેકબેરીમાં જો અથવા પેલા બીજા એન્ડ્રોઇડ ફોનમાં પણ એપ્સ સ્ટોર ફંફોસીશ તો ખરેખર યૂઝફૂલ એવી ઢગલો એપ્લિકેશન મળી જશે…

સારવ પર અસર થતી જોઈને સંગિનીએ વાત આગળ વધારી, “કેટલીક એજ્યુકેશનલ ગેમ્સ પણ ડાઉનલોડ કરી શકે. મેં એવું વાંચ્યુ હતું કે સુડોકુ જેવી પઝલ્સ બ્રેઇનને સરસ રીતે એક્ટિવેટ રાખે છે. લાંબા સમયે મગજના રોગો તેમ જ યાદશક્તિની તકલીફો નિવારી શકાય છે. અરે… આપણા માનુષને કામ લાગે એવી ઢગલાબંધ એજ્યુકેશનલ એપ્સ છે. તમે હ્યુમન બોડીને થ્રીડીમાં જોઈ શકો. એનામાં સાયન્ટિફિક એપ્રોચ ડેવલપ થાય એ માટે ઇન્ફોટેઇન્મેન્ટની એપ્સ ડાઉનલોડ કર ને!

‘આઈ એમ શ્યોર કે આ બધું તને ખબર હશે જ, પણ એને અમલમાં મૂક. તારું જોઈને માનુષ પણ શીખશે. અને હા, આ વેકેશન તો ‘એપ્સ – ફ્રી વેકેશન આપજે. તારો મોબાઇલ મને આપણા પરિવારનો ચોથો સભ્ય લાગે છે અને એ પણ મારા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ. મને તો એવું લાગે છે કે હું તો સામે આર્ગ્યુમેન્ટ પણ કરું, તો એના કરતાં તો આ એન્ડ્રોઇડ એપ્લિકેશન તારા માટે વધારે સારાં કે સામે કંઈ બોલે તો નહીં અને પ્લેઝર આપે તે વધારાનું. સારવ પ્લીઝ… આ વખતે ફક્ત મારી જ સાથે અને આપણા માનુષ સાથે મને વેકેશન જોઈએ. તું ત્રણ દિવસો તો આપી જ શકે.

“યસ ડિયર, ‘મને પણ એવું લાગે છે કે આ એપ્સ એડિક્શન પર ક્ંટ્રોલ લાવવો છે. તું પણ મને હેલ્પ કરજે. હું જ્યાં બિનજ‚રી સમય બગાડું ત્યાં તું મારું ધ્યાન દોરજે. મને પણ હવે એ ટેવમાંથી છૂટવું છે. એન્ડ અપાર્ટ ફ્રોમ માય વાઇફ, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. તો ઉદયપુરની ટિકિટ બુક કરાવું છું…’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!