ઘણી વાર થતું હશે, કોઈએ આપણને ઈ-મેઇલ દ્વારા કોઈ કામની ફાઈલ મોકલી, આપણે એ ડાઉનલોડ કરી અને તેને ઓપન કરવાનો પ્રયાસ કર્યો તો મેસેજ વાંચવા મળ્યો કે એ ફાઈલને ઓપન કરવા માટે જરુરી પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરમાં નથી!
આવી સ્થિતિમાં આપણી મદદે આવી શકે છે ફ્રી ઓપનર નામનો, નામ મુજબનો એક બિલકુલ ફ્રી પ્રોગ્રામ (http://www.freeopener.com/). એક વાર આ પ્રોગ્રામ ડાઉનલોડ કરીને તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લો. પછી કોઈ પણ ફાઈલ ઓપન કરવા માટે આટલું જ કરવાનું :
- કમ્પ્યુટરમાં ફ્રી ઓપનર પ્રોગ્રામ ઓપન કરો.
- ફાઈલ ટેબમાં જઈને ઓપન ક્લિક કરો.
- તમે જે ફાઈલ ઓપન કરવા માગતા હો તેનું લોકેશન શોધી ઓપન પર ક્લિક કરો.
જુદાં જુદાં સોફ્ટવેરના રિવ્યુ અને ડાઉનલોડ માટે જાણીતી સાઇટ સીનેટ (http://download.cnet.com)ના એડિટર્સે આ સોફ્ટવેરને ‘આઉટસ્ટેન્ડિંગ’ ગણાવીને પાંચમાંથી સાડા ચાર સ્ટાર આપ્યા છે. સોફ્ટવેર ગમે ત્યારે કામ લાગે એવું છે, પણ યાદ રહે, આ સોફ્ટવેરની મદદથી તમે ફક્ત જે તે ફાઈલ ઓપન કરી શકશો અને મોટા ભાગની ફાઈલ્સની પ્રિન્ટ લઈ શકશો, પણ એ ફાઈલને એડિટ કરવા માટે તો તમારી પાસે મૂળ પ્રોગ્રામ હોવો જરુરી છે!
કઈ કઈ ફાઈલ ઓપન કરી શકો?
તમારા કમ્પ્યુટરમાં ફ્રી ઓપનર પ્રોગ્રામ હોય તો તમે નીચેનાં બધાં જ ફોર્મેટની ફાઈલ્સ ઓપન કરી શકો છો.
- Code Files (.vb, .c, .cs, .java, .js, .php, .sql, .css, .aspx, .asp)
- Web Pages (.htm, .html)
- Photoshop Documents (.psd)
- Images (.bmp, .gif, .jpg, .jpeg, .png, .tif, .tiff)
- XML Files (.resx, .xml)
- PowerPoint® Presentations (.ppt, .pptx, .pps)
- Media (.avi, .flv, .mid, .mkv, .mp3, .mp4, .mpeg, .mpg, .mov, .wav, .wmv, .3gp, .flac)
- Microsoft® Word Documents (.doc, .docx)
- SRT Subtitles (.srt)
- RAW Images (.arw, .cf2, .cr2, .crw, .dng, .erf, .mef, .mrw, .nef, .orf, .pef, .raf, .raw, .sr2, .x3f)
- Icons (.ico)
- Open XML Paper (.xps)
- Torrent (.torrent)
- Flash Animation (.swf)
- Archives (.7z, .gz, .jar, .rar, .tar, .tgz, .zip)
- Rich Text Format (.rtf)
- Text Files (.bat, .cfg, .ini, .log, .reg, .txt)
- Apple Pages (.pages)
- Microsoft® Excel Documents (.xls, .xlsm, .xlsx)
- Comma-Delimited (.csv)
- Outlook Messages (.msg)
- PDF Documents (.pdf)
- vCard Files (.vcf)
- EML Files (.eml)

