કલ્પના કરો, તમે કોઈ વિદેશી ટૂરિસ્ટ છો. તમે ગુજરાતા પ્રવાસે આવ્યા છો એ હરતાંફરતાં પોરબંદરમાં કીર્તિમંદિર પહોંચ્યા છો. અહીં દાખલ થતાંવેંત તમે વિચાર આવશે કે ગાંધીજી વિશે વિગતવાર માહિતી મેળવવી જોઈએ. કીર્તિમંદિરમાં તમને પૂરતી માહિતી મળવાની શક્યતા ઓછી, એટલે તમે પહેલો વિચાર વિકિપિડિયાનો આવશે, રાઇટ?
પોરબંદરમાં તો નહીં, પણ ઇંગ્લેન્ડના રાજા હે્રી પાંચમાનો જ્યાં જન્મ થયો હતો એ મોન્માઉથ નામના નગરના પ્રવાસે તમે વિદેશી તરીકે જશો અને ત્યાં તમે રાજા હે્રી વિશે જાણવાની ઇચ્છા હશે તો વિકિપીડિયાની સવલત તમને હાથવગી રહેશે – ખરેખરા અર્થમાં. એ નગરમાં જાણીતાં ટૂરિસ્ટ પ્લેસીઝ પર ઠેકઠેકાણે બારકોડ્સ મૂકવામાં આવી રહ્યા છે, તમારે તમારા સ્માર્ટફોનથી એ બારકોડ સ્કેન કરવાનો અને ફટ દઈને એ સ્થળ વિશેનું વિકિપીડિયા આર્ટિકલ તમારા ફોન પર ઓન થઈ જશે!
વિકિપીડિયા પ્રોજેક્ટને સોર્ટ કરતા વિકિમીડિયા ફાઉન્ડેશને છએક મહિનાથી આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. નગરમાં જોવા (એ ખાસ તો જાણવાલાયક) સ્થળોએ એકાદ હજાર જેટલા બારકોડ મૂકવામાં આવ્યા છે, જેની મદદથી હિન્દીથી હંગેરિયન સુધી ૨૬ ભાષામાંના લેખો વાંચી શકાશે. આ નગરમાં ફ્રી વાઈ-ફાઈની સગવડ હોવાથી પ્રવાસીઓનું કામ વધુ સહેલું થશે!
આપણા ગુજરાત ટૂરિઝમે આ પ્રોજેક્ટ હાથ ધરવા જેવો છે કે નહીં? કામ બિલકુલ અટપટું કે મુશ્કેલ નથી.
(ધારો તો તમે ણ તમારી કોઈ વેબસાઇટ કે બ્લોગમાં બારકોડ કે ક્યુઆર કોડ બાવી શકો છો. આ વિશે વધુ વાંચો ‘સાયબરસફર’ના નોલેજાવર વિભાગા આ લેખમાં : ક્યુઆર કોડ – પૂછો, ક્યા ઔર ક્યું? (http://goo.gl/pb83J)

