(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મલ્ટિમીડિયા ‘વિકિપીડિયા’

મલ્ટિમીડિયા ‘વિકિપીડિયા’

વિકિપીડિયા આપણને કોઈ એક વિષય પર અત્યંત વિગતવાર માહિતી આપી શકે છે, પણ કદાચ એ જ કારણસર આપણે વિકિપીડિયાથી દૂર ભાગીએ એવું બની શકે છે. આપણે ઓછા સમયમાં, જરુ‚ર પૂરતું જાણી લેવું હોય તો? જવાબ આપવાનો પ્રયાસ કરે છે ક્વિકી (http://www.qwiki.com). ક્વિકીની તેના નામ પ્રમાણે બે ખાસિયત છે, એક તો તે ક્વિક છે અને બીજું તે વિકી છે. એક અર્થમાં, ઇન્ટરનેટ પર વિકી એટલે સહિયારું સર્જન. ક્વિકી સાઇટ સહિયારા સર્જનની ભાવના અને શક્તિને આગળ ધપાવે છે. આ સાઇટ પર તમે કોઈ પણ વિષય સર્ચ કરો તો ક્વિકી તમે સર્ચ કરેલા વિષય વિશે વેબમાંથી ફટાફટ માહિતી એકઠી કરે છે, ફટાફટ એનું એક વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તૈયાર કરે છે અને ફટાફટ તમને બતાવવાનું શરુ‚ કરે છે. એટલું જ નહીં, ફટાફટ એ પ્રેઝન્ટેશનની સ્ક્રિપ્ટ લખી નાખે છે અને ફટાફટ ફીમેલ વોઇસમાં સ્ક્રીપ્ટ તમને સંભળાવવાનું પણ શરુ‚ કરી દે છે! ટેકક્રન્ચ નામની એક જાણીતી વેબકંપનીનો એવોર્ડ ક્વિકીએ જીત્યો છે અને ૨૦૧૧માં, યુએસ માટેની ગૂગલની ‘હોટ સર્ચ’ની યાદીમાં ક્વિકીનું નામ ટોચ પર હતું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!