(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલ ક્રાંતિ : એક સાંધે ત્યાં તેર તૂટશે?

 મોબાઇલનો વપરાશ સખત વધી રહ્યો છે અને સામે તેના આધાર સમા સ્પેક્ટ્રમની ઉપલબ્ધિ સતત ઘટતી જાય છે – અમેરિકાની સ્થિતિ દર્શાવતં આ બે ઇન્ફોગ્રાફિક આવી રહેલા સમયનો ચિતાર આપે છે.

આ બધું ક્યાં જઈને અટકશે? મોંઘવારી અને ભ્રષ્ટાચારના આંકડા સતત વધતા જોઈને લોકો આવા નિસાસા નાખે એ તો સમજી શકાય, પણ હવે મોબાઇલના ઉપયોગ વિશે પણ આવા નિરાશાજનક ઉદગારો સંભાળાવા લાગ્યા છે. મોબાઇલનો ઉપયોગ જે હદે વધવા લાગ્યો છે તે જોઈને નિષ્ણાતોને ચિંતા થવા લાગી છે કે આ બધું અટક્યા વિના આમને આમ ચાલશે તો મોબાઇલના ઉપયોગ પર આપોઆપ અંકુશ મુકાવા લાગશે કેમ કે મોબાઇલના વપરાશને પહોંચી વળાય એટલા સ્પેક્ટ્રમ જ ઉપલબ્ધ નહીં રહે!

યુએસમાં વાયરલેસ ટેકનોલોજીના ક્ષેત્રે કાર્યરત વિવિધ ટેક્નોલોજી અને કમ્યુનિકેશન્સ કંપનીઓ, ક્ધઝ્યુમર્સ અને નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સનું મોબાઇલ ફ્યુચર (http://mobilefuture.org) નામે એક સંગઠન રચાયું છે. આ સંગઠનમાં સામેલ કંપનીઓની યાદી પર નજર કરતાં, બધી યુએસની કંપનીઓ હોવા છતાં આપણા માટે જાણીતાં હોય એવાં નામ પણ તેમાં નજરે ચઢે છે. આ સંગઠન વાયરલેસ સેક્ટરમાં મૂડીરોકાણ અને નવીન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનું અને આ વિષય અંગે સરકાર, બિઝનેસીઝ તથા સામાન્ય લોકોને સતત માહિતી પૂરી પાડવાનું કામ કરે છે. આ સંગઠને હમણાં યુએસમાં મોબાઇલના ડેટા વપરાશ અને વાયરલેસ સ્પેક્ટ્રમ અંગે રસપ્રદ ઇન્ફોગ્રાફિક તૈયાર કર્યાં છે. આ આંકડાઓ યુએસને લગતા છે, પણ ટેક્નોલોજીનો વપરાશ અને તેની મયર્દિાઓ વિશે એ નોંધપાત્ર ઇન્સાઇટ્સ પૂરી પાડે છે :

  • શ‚આતમાં જ આ ઇન્ફોગ્રાફિક્સ આપણને સાદા શબ્દોમાં સ્પેક્ટ્રમનો અર્થ સમજાવે છે. જેમ રસ્તા, બ્રિજ વગેરે આપણે જોઈ શકીએ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે વિવિધ વિસ્તારોને એકમેકને સાંકળે છે, એ જ રીતે, સ્પ્રેક્ટ્રમ એ એક એવું અદૃશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે મોબાઇલ, સ્માર્ટફોન, ટેબલેટ્સ વગેરેને એકમેક સાથે સાંકળે છે અને તેના આધારે આજની આધુનિક મોબાઇલ ટેક્નોલોજી ચાલે છે.
  • વાયરલેસ સ્પેક્ટ્રમની વધતી માગ વિશેનું ઇન્ફોગ્રાફિક જણાવે છે કે યુએસમાં કુલ ઉપલબ્ધ સ્પેક્ટ્રમમાંથી મોટા ભાગનાનો વપરાશ સરકાર અને મોટી બ્રોડકાસ્ટિંગ કંપનીઓ કરે છે. સામાન્ય વપરાશકારોને મોબાઇલના ઉપયોગ માટે માત્ર ૧૬ ટકા સ્પેક્ટ્રમ જ ઉપલબ્ધ છે.
  • અમેરિકામાં જે ૩૩ કરોડ વાયરલેસ સબસ્ક્રીપ્શન (મોબાઇલ, ટેબલેટ વગેરે જુદા જુદા પ્રકારનાં સાધનો માટે) છે એ બધાં જ આ ૧૬ ટકા સ્પેક્ટ્રમ પર છે.
  • અમેરિકાની કુલ વસતિ ૩૧ કરોડ જેટલી છે, મતબલ કે ત્યાં લોકો કરતાં મોબાઇલ ડિવાઇસીઝની સંખ્યા વધુ છે.
  • નિષ્ણાતો કહે છે કે ફક્ત ત્રણ વર્ષ પછી, ૨૦૧૬માં યુએસમાં નેટવર્ક સાથે કનેક્ટેડ ડિવાઇસીઝની સંખ્યા ૩ અબજ થઈ જશે! મતલબ કે યુએસમાં વસતા દરેક પુરુષ,સ્ત્રી અને બાળક દીઠ નવ-નવ સાધનો!
  • ૨૦૦૭માં આઇફોન રજૂ થયા એ પછી એટીએન્ડટી કંપનીના નેટવર્ક પરના ડેટા ટ્રાફિકમાં ૨૦,૦૦૦ ટકાનો વધારો થયો છે. ડેટા ટ્રાફિકની હેરફેર માટે કેરિયર તરીકે કામ કરતી કંપનીઓએ આ જબરજસ્ત માગને પહોંચી વળવા માટે વાયરલેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સતત વિક્સાવવામાં ૧૧૩ અબજ ડોલરનું રોકાણ કર્યુ છે.
  • આમ છતાં, છેલ્લાં ૪ વર્ષમાં મોબાઇલ સાધનો માટે ઉપલબ્ધ સ્પેક્ટ્રમનું પ્રમાણ તો ઠેરનું ઠેર રહ્યું છે, પેલા ફક્ત ૧૬ ટકા.
  • આવતા વર્ષ એટલે કે ૨૦૧૩ સુધીમાં જ આ સ્પેક્ટ્રમની ક્ષમતા પૂરેપૂરી નીચોવાઈ જશે. પછી? વધારાનાં સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નહીં હોય તો મોબાઇલ સાધનો પર ડેટા લોડ થવાની સ્પીડ વધુ ને વધુ ઘટતી જશે.
  • અમેરિકા બે વાતે ભીંસમાં છે, એક તરફ મોબાઇલ સાધનો માટે વધુ સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી અને બીજી તરફ મોબાઇલ પર ડેટાનો વપરાશ જબરજસ્ત વધી રહ્યો છે.
  • કારણ સમજવું સહેલું છે – પાંચ વર્ષ પહેલાં લોકો ફક્ત વાતચીત માટે, એસએમએસ કરવા અને ઇમેઇલની આપલે માટે મોબાઇલ સાધનોનો ઉપયોગ કરતા હતા.
  • અને હવે? હવે દર સેક્ધડે ૭૯૨ મોબાઇલ એપ્સ ડાઉનલોડ થાય છે, પાર વગરના લોકો મોબાઇલ પર મ્યુઝિક ડાઉનલોડ કરે છે, વીડિયો જુએ છે. મોબાઇલના કુલ ડેટા ટ્રાફિકમાં ૫૨ ટકા પ્રમાણ ફક્ત વીડિયોનું છે.
  • અને મોબાઇલથી સોશિયલ મીડિયા પર શેરિંગની વાત કરીએ તો ફેસબુક પર દર સેક્ડે ૧,૬૨૭ સ્ટેટસ અપડેટ થાય છે – મોબાઇલ પરથી!
  • ૧.૩ કરોડ લોકો ટ્વીટર માટે મોબાઇલનો ઉપયોગ કરે છે.
  • ફોટોગ્રાફ માટેની ઇન્સ્ટાગ્રામ સર્વિસ પર ફોટો પોસ્ટ થવાના પ્રમાણમાં, ફક્ત એક વર્ષમાં ૧,૯૦૦ ટકાનો વધારો થયો છે!
  • ઇન્ફોગ્રાફિક કહે છે કે સાદા ફોન પછી સ્માર્ટ ફોન આવ્યા એ સાથે મોબાઇલના ડેટા ટ્રાફિકમાં ૩૫ ગણો વધારો થયો અને હવે ટેબલેટ સૌને હાથવગાં થઈ ગયા પછી મોબાઇલ ડેટા ટ્રાફિકમાં ૧૨૧ ગણો વધારો થયો છે!
  • આ બધાનો ભાર અંતે તો પેલા ૧૬ ટકા સ્પેક્ટ્રમ પર જ છે!

મોબાઇલ ફ્યુચર સંગઠન આ બંને ઇન્ફોગ્રાફિકના અંતે ભારપૂર્વક કહે છે કે સરકારે વધુ સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કર્યા વિના કોઈ છૂટકો નથી. શરુઆતમાં કહ્યું એમ, આ આંકડા અને વિગતો માત્ર અમેરિકાની સ્થિતિ બતાવે છે, પરંતુ મોબાઇલ ટેક્નોલોજીનો વ્યાપ જે ઝડપે વધી રહ્યો છે એ જોતાં આપણા દેશમાં પણ એ જ સવાલ આવશે – આ બધું ક્યાં જઈને અટકશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!