(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મિશન : ખાલી કરો જીમેઇલ

મિશન : ખાલી કરો જીમેઇલ

તમારા જીમેઇલના ઇનબોક્સના તળિયે જોશો તો ડાબી તરફ તમારું એકાઉન્ટ કેટલું ભરાયું છે તે લખેલું હશે. જો ૭૦, ૮૦ ટકા ઉપરનો આંકડો બતાવતું હોય તો ચેતી જવું સારું. જીમેઇલ ઘણી બધી રીતે સારી સર્વિસ હોવા છતાં તેની મોટી ખામી એ છે કે તે આપણા મેઇલ્સને સાઇઝ પ્રમાણે સોર્ટ કરી આપતું નથી. આપણે વીણી વીણીને હેવી અને હવે નકામા મેઇલ્સ શોધીને ડીલીટ કરવા કેવી રીતે?

એક રસ્તો ડિજિટલ ઇન્સ્પિરેશન (www.labnol.org) નામે એક સરસ ટેક્નોલોજી બ્લોગ લખતા અને ઇન્ડિયન બ્લોગર્સમાં બહુ મોટી નામના મેળવનારા અમિત અગરવાલે બતાવ્યો છે. તેમણે ગૂગલ ડોક્સ સાથે જીમેઇલને કનેક્ટ કરીને ગૂગલમાં સ્પ્રેડશીટ તરીકે મેઇલની યાદી મેળવીને પછી તેમાં હેવી મેઇલ્સને સોર્ટ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

તમારે એટલું જ કરવાનું છે કે જીમેઇલમાં લોગ-ઇન થાઓ.

હવે આ પેજ (http://goo.gl/5dTkz) પર જઈને એક ડોક્યુમેન્ટને તમારા ગૂગલ ડોક્સમાં કોપી કરી લો.

એ ડોક્યુમેન્ટની કોપી તમારા ડોક્સમાં ખૂલશે અને એકાદ મિનિટ રાહ જોશો એટલે ઉપરના મેનુમાં ‘Gmail (Click here)’ એવી એક નવી લિંક દેખાશે. તેને ક્લિક કરો અને રીસેટ કેન્વાસ પર ક્લિક કરો.

હવે, તમે ચોંકી ઊઠો એવી લાલ બોર્ડરવાળી એક ચેતવણી આવશે! તેમાં લખ્યું હશે કે તમે લખેલી એક સ્ક્રીપ્ટ તમારા ડોક્સમાં રન થવાની પરવાનગી માગે છે! ડરવાની જરુ‚ર નથી, આ સ્ક્રીપ્ટ લખનાર અમિત અગરવાલ વિશ્વાસપાત્ર છે અને તમે આગલા સ્ટેપમાં તેમની લખેલી સ્ક્રીપ્ટ કોપી કરીને તમારા નામે કરી લીધી છે એટલે જો ભરોસો બેસે તો ઓકે પર ક્લિક કરી દો.

હવે ફરી ઉપરના મેનુમાં જીમેઇલની લિંકમાં જઈ ‘સ્કેન મેઇલબોક્સ’ પર ક્લિક કરો. હવે તમારા ઇનબોક્સની સાઇઝ અનુસાર, ધીમેધીમે તમારા આખા ઇનબોક્સમાં રહેલા એક એમબીથી મોટી સાઇઝના મેઇલ્સની લિંક અહીં જમા થશે. સાઇઝની કોલમમાં જઈ તેને ચાહો તે રીતે ફિલ્ટર કરો.

જે હેવી મેઇલ હવે કામનો રહ્યો ન હોય, તેની લિંક પર ક્લિક કરશો એટલે એ મેઇલ તમારા જીમેઇલ ઇનબોક્સમાં ખૂલશે, બસ અહીંથી તેને ડિલીટ કરી દો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!