અહીં બાજુમાં જે આપ્તોયું છે એ તો ફક્ત હળવાશભરી કલ્પના છે, પણ સોશિયલ મીડિયા છે જબરજસ્ત પાવરફુલ. તેની તાકાત સમાયેલી છે આંખના પલકારામાં એક સાથે અનેક લોકો સુધી પહોંચવાની તેની ક્ષમતામાં. હમણાં ટીવી પર પેલી ‘જજસા’બ, એક નહીં, અનેક ચશ્મદીદ ગવાહ હૈં’ વાળી જાહેરાત જોતા જ હશો!
સોશિયલ મીડિયાનો સૌથી સ્માર્ટ ઉપયોગ કર્યો બરાક ઓબામાએ. ૨૦૦૭ની શરુઆતમાં તેમને ખાસ કોઈ જાણતું નહોતું. ત્યાંથી શરુ કરીને નવેમ્બર ૨૦૦૮માં એ અમેરિકાના ૪૪મા પ્રમુખ બનવા સુધીની એમની સફરમાં સોશિયલ મીડિયાએ બહુ મોટો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. ઓબામાએ ઈ-મેઇલ, સોશિયલ નેટવર્ક્સ, વેબસાઇટ, વીડિયો, મોબાઇલ, ફોન વગેરેો સ્માર્ટ ઉપયોગ કર્યો અને તેઓ સરેરાશ અમેરિકન નાગરિકને પોતાનો એક્ટિવ સમર્થક બનાવી શક્યા.
ત્સુનામી જેવી કુદરતી હોનારતો હોય કે હમણાં ઇજિપ્તમાં બન્યું તેમ લોકચળવળ હોય, સોશિયલ મીડિયા હવે મેઇનસ્ટ્રીમ મીડિયા કરતાં વધુ ઝડપથી સમાચાર અને મંતવ્યો ફેલાવે છે. ૨૦૦૯માં અમેરિકામાં હડસન નદીમાં એક પ્લેન ખાબક્યું તેની ચાર જ મિનિટમાં એ સમાચાર ટ્વીટર પર ફેલાવા લાગ્યા હતા!
