ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિકસી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફુરસદે આ સાઇટ્સ જોવા જજો, કેમ કે અહીં તો મોટા ભાગે એ સાઇટના એકાદ પાસાની જ વાત થશે, પણ સાઇટની મુલાકાત લેશો તો બીજાં અનેક પ્રકારનાં પાસાં ખૂલશે!

ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સ ઓફર કરતી સાઇટ્સનો તો અંત નથી, પણ એમાંની ખરેખર ઉપયોગી અને યોગ્ય રીતે પબ્લિશ થયેલી બુક શોધવા જાવ તો સર્ચ કરી કરીને થાકી જવા જેવી સ્થિતિ છે. ઇંગ્લિશ ઈ-બુક્સ માટે પહેલા અંકમાં આપણે http://bookboon.com/ વાત કરી હતી, જોઈ હોય તો એક વાર અચૂક જોઈ લેશો. ગુજરાતીમાં શ્રી જિજ્ઞેશ અધ્યારુએ ગુજરાતી પુસ્તકોની ઈ-બુક બનાવીને ફ્રીમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરવાની- ખાસ્સો સમય છે ધગશ માગી લેતી – પહેલ કરી છે. પહોંચો અહીં :http://aksharnaad.com/downloads/
જો વેબડિઝાઇગિં તમારો વિષય હોય તો આ કલેક્શન તમારે કામનું છે. તમે ચપટી વગાડતાં કેટલાય પ્રકારના હાઈ ક્વોલિટી ગ્રાફિક્સ, ચાર્ટ, ટાઇસેટિંગ, બેકગ્રાઉન્ડ, કલર સ્કીમ વગેરે તૈયાર કરી શકો એવી ૪૦ ઓનલાઇન જનરેટર સાઇટ્સનાં સરનામાં બુકમાર્ક કરી લો અહીંથી http://goo.gl/xDZGJ
ઇન્ટરનેટ પર વિજ્ઞાન સંબંધિત અંગ્રેજીમાં તો પાર વગરની સાઇટ્સ છે, ગુજરાતી અને હિન્દીમાં દુકાળ જેવી સ્થિતિ છે. હરિયાણાની સી. વી. રામ સાયન્સ ક્લબ સંચાલિત આ બ્લોગ શિક્ષકોને ગમશે :http://www.sciencedarshan.in/
તમે બોલો એ કમ્પ્યુટર ટાઇપ કરે એવું શક્ય બનવા લાગ્યું છે તેમ, આપણે આપેલું લખાણ કમ્પ્યુટર વાંચે અને આપણે સાંભળીએ એવું પણ હવે શક્ય બનવા લાગ્યું છે, ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓમાં! જોકે પ્રારંભિક તબક્કામાંથી આ સર્વિસમાં, મશીનના ઉચ્ચારો કોઈ ગમે એવા નથી પણ ટેકનોલોજી કેવી વિકસી રહી એ છે જાણવા આ સાઇટ નજર જુઓ : http://dhvani.sourceforge.net/ આ સર્વિસનું ટેસ્ટિંગ કરી શકો છો અહીં : http://silpa.org.in/TTS
પાટી-પેન જેમની ઓળખ હતી એ શાળાના વર્ગખંડ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ સાથે હવે સ્માર્ટ ક્લાસરુમ બનવા લાગ્યા છે. બિલકુલ સરળતાથી શિક્ષણમાં ટેકનોલોજીનો ઇતિહાસ જાણવો હોય તો આ વીડિયો જોવો રહ્યો!
શેરલોક હોમ્સની રહસ્યકથાઓ : ઓડિયોબુક સ્વરુપે
શેરલોક હોમ્સે કોણ જાણતું નથી? હોમ્સને અફલાતૂન રહસ્યકથાઓ ઇંગ્લિશમાં વાંચવી મુશ્કેલ લાગે છે? નો પ્રોબ્લેમ! ઇન્ટરનેટ આર્કાઇવ (http://archive.org) ના કમ્યુનિટી ઓડિયો સેક્શનમાંથી તમે તેનું હિન્દીમાં ડ્રામેટાઇઝેશન ઓડિયોબુક સ્વરુપે ડાઉનલોડ કરીને સાંભળી શકો છો. ફાઈલ્સ ડાઉનલોડ કરવા પહોંચો આ પેજ પરઃ http://goo.gl/XUDk5
અહીં માણો એક નાનકડો નમૂનોઃ http://goo.gl/Xhxnb
ગુજરાતી ગીતોનો રણકાર
છ અક્ષરનું નામ – રમેશ પારેખ! શબ્દો રમાડતાં, હૈયાં સોંસરવી ઊતરે એવી વાતો હળવાશથી કહી દેવામાં માહેર કવિ. એમની એક સુંદર રચના ‘ભગવાનનો ભાગ’નું કાવ્યપઠન ખુદ કવિના સ્વરમાં માણી શકો છો અહીં : http://goo.gl/WiwsO
માતૃભાષાા પ્રેમથી દોરવાઈને શ્રી નીરજ શાહે એક કવિઓની સુંદર ગુજરાતી રચનાઓનો રણકાર ઇન્ટરનેટ પર ગુંજતો કર્યો છે. તેમા બ્લોગ પર તમે એક વાર ફ્રી રજિસ્ટ્રેશન કરાવીને તમે ગમતાં ગીતોનાં પ્લેલિસ્ટ પણ તૈયાર કરી શકો છો. રણકાર હવે આઇફોન પર વેબએપ તરીકે પણ ઉપલબ્ધ છે.

