(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ પર ઝાઝા ખાંખાંખોળા ન કરવા હોય તો…

ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિકસી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફુરસદે આ સાઇટ્સ જોવા જજો, કેમ કે અહીં તો મોટા ભાગે એ સાઇટના એકાદ પાસાની જ વાત થશે, પણ સાઇટની મુલાકાત લેશો તો બીજાં અનેક પ્રકારનાં પાસાં ખૂલશે!

મન્ના ડેના કંઠમાં મધુશાલા

મધુશાલા! આ શબ્દ કાને પડતાં જ બે નામ સૌથી પહેલાં મનમાં ઊગે, પહેલું નામ હરિવંશરાય બચ્ચનનું જેમણે આ પ્રસિદ્ધ કાવ્ય રચના આપી અને બીજું નામ સૂઝે અમિતાભ બચ્ચનનું, જેમણે પિતાની આ કૃતિને અનેક સમારંભોમાં પોતાનો કંઠ આપીને ખરેખર નવી ઊંચાઈ આપી!

જો અમિતાભના અવાજ ઉપરાંત પણ તમને મધુશાલાનું આકર્ષણ હોય તો મન્ના ડેએ પણ તેમના મધુર કંઠે મધુશાલાની કૃતિઓ ગાઈ છે.

સેમ્પલ સાંભળો અહીં : http://goo.gl/uNKRG

જો ગમે તો આખી ફાઈલ તમે અહીં સાંભળી કે ડાઉનલોડ કરી શકો છો : http://archive.org/details/MadhushalaMannaDey

યુટ્યૂબ પર થોડી શોધખોળ કરશો તો આનો વીડિયો પણ મળી જશે!

૬૬ વર્ષ જૂના ‘કોડિયું’નો પ્રકાશ – બ્લોગ પર

નાનાભાઈ ભટ્ટ – આ નામ વાંચતાં તમારા મગજમાં કંઈ સળવળાટ થાય છે?

એક નાનાભાઈ ભટ્ટ હતા ગુજરાતી અને હિન્દી ફિલ્મોના સર્જક, જે પોરબંદરમાં જન્મ્યા હતા અને મહેશ તથા મુકેશ ભટ્ટના પિતા હતા. બીજા નાનાભાઈ ફિલ્મોથી જોજનો દૂર હતા અને તેમણે ભાવનગર નજીક સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ નામે શિક્ષણતીર્થ ઊભું કર્યું. આ નાનાભાઈ ‘કોડિયું’ નામે એક સુંદર સામયિક પ્રકાશિત કરતા હતા. તેના ૬૬ વર્ષ પહેલાંના કેટલાક લેખો નેટગુર્જરી નામે એક સરસ બ્લોગ ચલાવતા શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે પોતાના બ્લોગ પર મૂક્યા છે. આ લેખો અને ઉપરાંત બીજું ઘણું બધું તમે માણી શકશો અહીં : http://jjkishor.wordpress.com/kodiyunno-prakash/

ગુજરાત અને ગુજરાતી (લોકો અને ભાષા બંને!) – આ બે જેમના રસના વિષયો છે તેમને આ બ્લોગમાં ઘણું ભાથું મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!