આપણી જિંદગીમાં એડ કે રિમૂવ કરવા માટે ફક્ત કંટ્રોલ પેનલમાં જવાની જ જરુર રહેતી હોત.
…આપણે ઇચ્છીએ ત્યારે ખુશીને સ્ટાર્ટ કરી શકતા હોત અને ગમને ડિલીટ.
…ડિસ્પ્લે સેટિંગ્સ બદલીને આપણું લાંબું નાક કે નાના કપાળને ઠીકઠાક કરી શકતા હોત.
…જિંદગીમાં ધાંધલધમાલ વધી જાય તો મજાની શાંતિ મેળવવા માટે ફક્ત સ્પીકર્સ મ્યૂટ કરીએ એટલી જ વાર.
…કશુંક ન ગમતું બને તો અનડુ કરી શકતા હોત.
…ખોવાયેલાં ચશ્માં કે મોબાઇલ શોધવા માટે Ctrl+F (ફાઇન્ડ)નો કમાન્ડ કાયમ હાથવગો રહેત.
…રોજ કસરત કરવા માટે પણ ફક્ત કમાન્ડ જ આપવાનો.
…એસ્કેપનો કમાન્ડ આપીને ન ગમતી પરિસ્થિતિથી ભાગી શકતા હોત.
…બધું આપણી ઇચ્છા મુજબ જ ચાલી રહ્યું હોય ત્યારે પોઝ કી પ્રેસ કરીને વહેતા સમયને સ્થિર કરી દઈ શકતા હોત.
…જિંદગીમાં વાઇરસ ઘૂસી જાય ત્યારે ડોક્ટરની દવા કે ઇન્જેક્શનને બદલે એન્ટિવાઇરસ સોફ્ટવેરથી કામ ચાલી જતું હોત….એમ લાગે જે જિંદગીમાં બધું આપણા કંટ્રોલ બહાર ચાલ્યું ગયું છે, તો Ctrl+Alt+Delete દબાવો અને જિંદગી રિસ્ટાર્ટ કરી દઈ શકતા હોત!
તમારા કમ્પ્યુટરમાં આવો મેસેજ ક્યારેય આવ્યો છે?
કીબોર્ડ રિસ્પોન્ડ કરતું નથી. આગળ વધવા માટે કોઈ પણ કી પ્રેસ કરો.- પ્રેસ એની કી ટુ કન્ટિન્યૂ ઓર એની અધર ટુ ક્વિટ.
- પ્રિન્ટર નોટ રેડી. તમારી પાસે પેનડ્રાઇવ છે?
- ટિપ ઓફ ધ ડે : ડિડ યુ નો? તમારી ટિપ્સ ફાઈલ કરપ્ટ થઈ ગઈ છે.
- ફેટલ એરર! સિસ્ટમ હેન્ગ થઈ ગઈ છે. કશું ન કરવા માટે કોઈ પણ કી પ્રેસ કરો.
- ફાઈલ નોટ ફાઉન્ડ. તમારા કબાટમાં શોધો.
- રન એરર : ભાગી શકો એટલી ઝડપે ભાગો, પાછું વળીને જોશો નહીં.
- હાર્ડવેર કન્ફ્લિક્ટ : તમારા ટીવીને એકલું એકલું લાગે છે. થોડો એને પણ સમય આપો.
- એરર મેસેજ : સોરી, એરર મેસેજ બતાવવામાં એરર થઈ રહી છે.
- આર યુ સ્યોર? તમે રિસાઇકલ બિનને રિસાઇકલ બિનમાં મોકલવા માગો છો?
- એરર કોડ યુ-૬૭. યુઝર એરર. અમારો કોઈ ફોલ્ટ નથી.
- ખમૈયા કરો! રાતના બે વાગ્યા છે. હવે મને તો ઊંઘવા દો!
જો, ના તો કમ્પ્યુટર હજી તમારાથી થાક્યું નથી
માનવું હોય તો માનો…
ઇન્ટરનેટ પર, ઇન્ટરનેટ વિશે કેટલીય રસપ્રદ વાતો જોવા મળે છે. નદીનું મૂળ ને સંતનું કુળ ન પુછાય એમ આવી વાતોનાં મૂળ શોધવાં લગભગ અશક્ય હોવાથી, તમારે માનવું હોય તો માનો!
- ગૂગલનું હોમ પેજ આટલું બધું ખાલી ખાલી હોવાનું કારણ એ છે કે તેના સ્થાપકોએ ગૂગલની શરૂઆત કરી ત્યારે તેમને એચટીએમએલની જાણકારી નહોતી અને એમને ફટાફટ એક હોમપેજ બનાવી નાખવું હતું!
- નર્સરીમાં જતાં દર ચારમાંથી એક બાળક વાંચતાં શીખે એ પહેલાં ઇન્ટરનેટનો ઉપયોગ શીખી જાય છે.
- ગૂગલ કહે છે કે જીમેઇલનાં લગભગ તમામ સર્વર્સમાંથી ત્રીજા ભાગનાં સર્વર સ્પામ (નકામા મેઇલ્સ)થી ભર્યાં પડ્યાં હોય છે.
- યાહૂની શરુઆત થઈ ત્યારે તેનું નામ જેરી એન્ડ ડેવિડ્સ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ હતું.
- ઇન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ સ્વીડનમાં થાય છે. અહીંની વસતિના ૭૬.૯ ટકા લોકો ઇન્ટરનેટ એક્સેસ ધરાવે છે.
- નેટ પર મોટા ભાગની લિંક્સ બ્લૂ કલરની કેમ હોય છે? કેમ કે એક જમાનામાં મોનિટર્સમાં માત્ર ૧૬ કલર જોઈ શકાતા હતા અને બ્લૂ તેમાંથી સૌથી ડાર્ક કલર હતો!

