(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટનો ફેલાવો કેટલો?

ઇન્ટરનેટનો કોઈ એક માલિક નથી એટલે, પરીકથાના રાજકુમારની જેમ સતત વધતા આ જીનનો ફેલાવો કેટલો એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પણ ઇન્ટરનેટની પાયાની જ‚રિયાત સમાન ડોમેઇન રજિસ્ટ્રેશન સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓની વિગતો પરથી કંઈક અંદાજ મળી શકે છે. એક અગ્રગણ્ય સાઇટ મેશેબલ પર એકઠી કરાયેલી આ વિગતો ખરેખર રસપ્રદ છે.

(૧) અત્યારે પણ રજિસ્ટર્ડ હોય એવું સૌથી જૂનું યુઆરએલ છે (symbolics.com),, જે માર્ચ ૧૫, ૧૯૮૫માં નોંધાયું હતું. એ જ વર્ષે નોંધાયેલાં બીજાં, જાણીતી કંપનીઓનાં યુઆરએલ હતાં xerox.com

(૨) આપણે ડોમેઇન નોંધાવવું હોય તો તે માટે ડોમેઇન રજિસ્ટ્રાર કંપની પાસે જવું પડે. કુલ ડોમેઇન્સના લગભગ ત્રીજા ભાગનાં ડોમેઇન્સ ગોડેડી નામની આવી એક કંપની પાસે નોંધાયેલાં છે!

(૩) ડોમેઇનમાં ડોટ પછી જે આવે એને ટોપ લેવલ ડોમેઇન (ટીએલડી) કહેવાય, જેમ કે .કોમ, .ઓર્ગ વગેરે. આવાં કુલ ૩૨૪ પ્રકારનાં ટીએલડી છે, જે મોટા ભાગે જે તે દેશનાં ટીએલડી છે.

(૪) ૨૦૦૯માં મહિનાદીઠ ૩૭ લાખ નવાં યુઆરએલ નોંધાયાં હતાં, ૨૦૦૧માં તે ૨૧ ટકા વધીને ૪૫ લાખ થયાં. મતલબ કે નેટ વધુ ઝડપથી વિસ્તરે છે!

(૫) ઇન્ટરનેટ કેટલું વિસ્તર્યું છે એનો ચોક્કસ અંદાજ કાઢવો મુશ્કેલ છે. ૧૯૯૫માં ૧૫,૦૦૦ યુઆરએલ હતાં તે હવે ૩૫ કરોડ થયાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!