(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઈ-મેઇલનો એલર્ટ મોબાઇલ પર કેવી રીતે મેળવાય?

‘સાયબરસફર’ના વાચકમિત્ર શ્રી અમિત પટેલના આ પ્રશ્નનો તમે પણ ઉત્તર શોધતા હો તો જવાબ જાણી લો અહીં…

 તમે અત્યંત વ્યસ્ત વ્યક્તિ છો, તમારે તમને આવતા ઈ-મેઇલ્સ વિશે તરત જાણવું જરુરી હોય છે, પણ તમે સતત કમ્પ્યુટર સામે જ બેઠા હોય એવું બનતું નથી.

આ ત્રણેય વસ્તુનો આમ તો એકબીજા સાથે મેળ બેસતો નથી. તમે ખરેખર વ્યસ્ત રહેતા હો તો વારંવાર ટપકી પડતા ઈ-મેઇલ તમને ખલેલ પહોંચાડી શકે છે અને જો તમારે ઈ-મેઇલ્સ વિશે તરત જાણવું જરુરી હોય તો મોટા ભાગે તમે કમ્પ્યુટર સામે હો તો જ એ જાણકારી કામની છે!

છતાં માની લઈએ કે ઉપર જણાવેલી સ્થિતિ અનુસાર તમારા મોબાઇલ પર એસએમએસ દ્વારા તમને ઈ-મેઇલની જાણકારી થઈ જાય એવી ગોઠવણ તમે કરવા ઇચ્છો છો, તો એ શક્ય છે. અલબત્ત સીધી રીતે નહીં.

જીમેઇલ કે યાહૂ જેવી મેઇલ સર્વિસ અત્યારે આ સર્વિસ આપતી નથી, પણ આપણે જરા જુદી રીતે આ સવલત મેળવી શકીએ છીએ. આ રીતે…

  • તમારા ઈ-મેઇલના એસએમએસ દ્વારા એલર્ટ મેળવવા માટે તમારે way2sms  કે site2sms જેવી કોઈ સર્વિસમાં એકાઉન્ટ ખોલાવવું પડશે.
  • ધારો કે તમે way2smsપસંદ કરો છો. આ સાઇટ પર જઈને તમારો મોબાઇલ નંબર આપી તમારું ખાતું ખોલાવો. આ સર્વિસ તમારા મોબાઇલ પર પહેલાં પાસવર્ડ મોકલીને એ નંબર તમારો જ હોવાની ખાતરી કરશે, પછી તમારે પાસવર્ડ બદલી નાખવાનો.
  • હવે તેની ફ્રી એસએમએસ એલર્ટ સર્વિસના પેજ પર જાઓ. આ સર્વિસ પર તમારો એક મેઇલ આઇડી ક્રિએટ થશે, જેમ કે ????????@way2sms.com.
  • હવે જો તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો તો તેમાં લોગઇન થાઓ.
  • સેટિંગ્સમાં જઈને ફોરવર્ડિંગ/પીઓપી/આઇમેપના પેજમાં જાઓ. અહીં Forward a copy of incoming mail to વિકલ્પ પસંદ કરો અને અહીં તમારું way2sms.comનું ઈ-મેઇલ આઇડી લખો.
  • જીમેઇલ તમારા આ આઇડી પર એક વેરિફિકેશન કોડ મોકલશે. way2sms.comમાં તમારા ઇનબોક્સમાં જઈને આ કોડ કોપી કરી લો. આ કોડ તમારા મોબાઇલ પર એસએમએસ તરીકે પણ મળી શકે છે.
  • કોપી કરેલો કોડ જીમેઇલના વેરિફિકેશન પેજ પર પેસ્ટ કરશો એટલે જીમેઇલ તમારા મેઇલ તમારા way2sms.comના આઇડી પર ફોરવર્ડ કરવાનું શરુ કરશે.
  • હવે તમારા નવા ઈ-મેઇલ્સ વાયા way2sms.com તમારા મોબાઇલમાં એસએમએસ તરીકે આવવાનું શરુ થઈ જશે.
  • યાહૂમાં તમારું મેઇલ એકાઉન્ટ હોય તો ફક્ત yahoo.co.in પ્રકારના મેઇલ આઇડીમાં આ સગવડ મળે છે. yahoo.com, ymail.com કે rocketmail.comમાં આ સગવડ મળતી નથી.

જો તમે આ સર્વિસ અજમાવી જુઓ તો તમારા અનુભવ editor@duplics.cybersafar.in પર જરુર મોકલશો.

આ આખી વાતમાં નીચે આપેલી વાતોની ખાસ કાળજી લેશો…

  • આ આખી પ્રક્રિયામાં તમે તમારા મેઇલ gmail.com કે yahoo.co.in ઉપરાંતની કોઈ સર્વિસનો ઉપયોગ કરો છો. તમને એ સર્વિસ પર ભરોસો બેસે તો જ આગળ વધશો.
  • આપણે મફત સેવા આપતી આ થર્ડ પાર્ટી સર્વિસીઝ સ્વાભાવિક રીતે એડ્વટર્ઇિઝિંગમાંથી આવક મેળવે છે. એટલે તમને આવતા એસએમએસમાં જુદી જુદી જાહેરાતો પણ હશે.
  • અચૂક યાદ રાખશો કે જીમેઇલના સેટિંગ્સમાં, તમારા ફોરવર્ડેડ મેઇલ્સની કોપી જીમેઇલમાં જ રાખવાનો વિકલ્પ પસંદ કરશો. બાકી, જીમેઇલ તમારા મેઇલ ફોરવર્ડ કરીને ડિલીટ કરી નાખશે.
  • તમે મોબાઇલમાં ડુ નોડ ડિસ્ટર્બ વિકલ્પ પસંદ કર્યો હશે તો તમને એસએમએસ મળશે નહીં.
  • તમે પસંદગીના મેઇલ જ ફોરવર્ડ થાય અને એસએમએસ સ્વરૂપે મળે એવું ઇચ્છતા હો તો જીમેઇલના સેટિંગ્સમાં એ માટેનાં ફિલ્ટર ગોઠવી શકો છો. તમે તમારા એકાઉન્ટમાં વારંવાર આવતા બલ્ક ઈ-મેઇલ્સના એસએમએસ ફોરવર્ડ ન થાય એ માટે તેને બ્લોક કરી શકો છો.

તમારા મનમાં પણ આ પ્રકારનો કોઈ પ્રશ્ન રમી રહ્યો છે? સવાલ મોકલી આપો editor@duplics.cybersafar.in પર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!