(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટની સાઇઝ કેટલી?

આખા ઇન્ટરનેટ પર જેટલી માહિતી છે એની કાગળ પર પ્રિન્ટ આઉટ કાઢીએ તો એ કેટલા વિસ્તારમાં પથરાય?

આ ઇન્ટરનેટ, આમ સાઇઝની રીતે જોવા જઈએ તો કેટલુંક મોટું હશે? કંઈ અંદાજ આવે છે? લગભગ તો, આપણે આવો સવાલ થાય નહીં અને થાય તો થોડો સમય માથુ ખંજવાળી, કેટલા દેશ અને દરેકમાંની ઇન્ટરનેટ પર કેટલી સાઇટ હશે એવા આડાઅવળા અડસટ્ટા મૂકીને આપણે સવાલે પડતો મૂકીએ, પણ ઇન્ટરનેટની આ આખી વ્યવસ્થા ખરેખર કેટલી વિરાટ બનતી જાય છે એ સવાલો જવાબ શોધવા ઘણા ભેજાંબાજો ખાસ્સી મથામણ કરી રહ્યા છે.

હેલ્થ ઇન્ફર્મેશન ટેકનોલોજી પર કામ કરતી એક કંપનીએ આ સવાલને જરા વધુ ગંભીરતાથી લીધો. તેણે ઇન્ટરનેટના પ્રસારણે ચોરસ કિલોમીટર જેવા માપમાં માપવાનો પ્રયાસ કર્યો અને ઇન્ફોગ્રાફિક વર્લ્ડ નામની એક કંપનીની મદદથી એક ઇન્ફોગ્રાફિક તૈયાર કર્યું. બીજા સંદર્ભો સાથે એના પર એક નજર ફેરવીએ :

  • વર્ષ ૨૦૦૮માં ગૂગલે ૧ ટ્રિલિયન જેટલાં (એટલે કે એક લાખ કરોડ, આપણા દેશનાં કૌભાંડોના આંકડા જેવું લાગે છેે?!) યુનિક યુઆરએલ ઇન્ડેક્સ્ડ કર્યાં હતાં. યુુનિત યુઆરએલ એટલે કે એક આખી વેબસાઇટ.
  • સર્ચ નિષ્ણાતોના અંદાજ પ્રમાણે એક વેબસાઇટમાં સરેરાશ ૧૦ પેજ તો હોય. કેટલાક નિષ્ણાતો સરેરાશ ૨૫ પેજ હોવાનો અંદાજ પણ માંડે છે. મતલબ કે ઇન્ટરનેટ પર કુલ ૧૦ થી ૨૫ ટ્રિલિયન પેજીસ છે એવું કહી શકાય.
  • ઘણા લોકો ગૂગલે કહેલા ૧ ટ્રિલિયન યુઆરએલના આંકડાને વધુ પડતો ગણાવે છે.
  • હેલ્થ ઇન્ફર્મેશન ટેકનોલોજીના જે ઇન્ફોગ્રાફિકની આપણે વાત કરી રહ્યા છીએ તેણે અત્યારે ઇન્ટરનેટ પર ૧ ટ્રિલિયન વેબસાઇટ નહીં, પણ ફક્ત એટલાં વેબપેજીસ હોવાનો અંદાજ બાંધ્યો એ તેા આધારે, ઇન્ટરનેટ પર એ-૪ સાઇઝના કાગળને લઈને ચોરસ કિલોમીટરના માપે માપવાનો પ્રયાસ કર્યો.
  • એટલે કે આ મતે, ઇન્ટરનેટ પર અત્યારે જેટલી માહિતી છે, એ બધી એ-૪ સાઇઝના, સરેરાશ મેગેઝીનની સાઇઝના કાગળ પર પ્રિન્ટ કરવામાં આવે તો કુલ એક લાખ કરોડ કાગળની જરુર પડે.
  • આ એક કાગળને આપણે ચોરસફૂટમાં માપીએ તો તેનું માપ ૦.૬૪૯ ચોરસફૂટ થાય.
  • મતલબ કે કુલ ૬,૪૯,૦૦,૦૦,૦૦,૦૦૦ ચોરસફૂટના વિસ્તારમાં પથરાય એટલી સામગ્રી ઇન્ટરનેટ પર છે.
  • ઉપર લખેલા ચોરસફૂટે ચોરસ કિલોમીટરમાં ફેરવીએ તો ૩૭,૪૬૩ ચોરસ કિલોમીટરનો વિસ્તાર થાય.
  • અમેરિકાના સંદર્ભમાં જોઈએ તો એમ્ાયર સ્ટેટ બિલ્ડિંગમાં કુલ ૨.૮૫ મિલિયન ચોરસફૂટ જગ્યા છે. ઇન્ટરનેટ પરની બધી સામગ્રીના પ્રિન્ટ આઉટ કાઢીને આ આખા બિલ્ડિંગની ફર્શ પર પાથરવામાં આવે તો બિલ્ડિંગની ફર્શને બે લાખ વાર આવરી લઈ શકાય!
  • આપણા ભારતના સંદર્ભમાં જોઈએ તો ગુજરાતના પાંચમા ભાગના વિસ્તાર પર અથવા આખા કેરળ રાજ્ય પર કે આખા ભૂતાન દેશ પર પથરાઈ જાય એટલા પ્રિન્ટઆઉટ ઇન્ટરનેટ પરથી મળી શકે છે!

અને યાદ રહે, ઇન્ટરનેટ પર ર ૧ ટ્રિલિયન વેબપેજ હોવાનો અંદાજ તો એકદમ કંજૂસાઈભર્યો અંદાજ હોવાનું મનાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!