(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગુજરાતી સામયિકો, ડિજિટલ સ્વરૂપે

૪૦ વર્ષ જેટલો લાંબો સમયગાળો. ૩૦૦૦થી વધુ લેખકોની વિચારસૃષ્ટિ અને તેજ નિરીક્ષણોનું વૈવિધ્ય, ૨૯૦૦૦ પાનાંમાં ફેલાયેલું સમૃદ્ધિ વાંચન… અને આ બધું માત્ર પાંચ ડીવીડીમાં!

ઘણું કરીને ઓસ્કર વાઇલ્ડ એવું કહી ગયા છે કે જે પુસ્તક વારંવાર વાંચવું ગમે નહીં, એ પુસ્તક એક વાર વાંચવામાં પણ ભલીવાર નહીં. આવું જ સામયિકોનું છે. ભલે તેના લેખો જે તે સમયનો ધબકાર ઝીલતા હોય, વર્ષો પછી પણ એ પ્રસ્તુત રહે અને વાંચનારને નવા વિચારો આપે તો એ સામયિક સમાજનો અવાજ બની શક્યું છે એમ કહેવાય.

આવું એક, સતત નોખા ચીલે ચાલેલું ગુજરાતનું પાક્ષિક વિચારપત્ર છે નિરીક્ષક. ૧૯૬૮માં સ્થપાયેલા આ પાક્ષિકનું વાંચનવૈવિધ્ય હવે પાંચ ડીવીડીના સેટમાં ઉપલબ્ધ બન્યું છે.

એ રીતે ૧૮૬૫માં સ્થપાયેલી ફાર્બસ ગુજરાતી સભાએ ઓગણીસમી સદીનાં ૬૦ દુર્લભ પુસ્તકો ઇબુક્સ સ્વરુ‚પે સીડી પર ઉપલબ્ધ કર્યાં છે. સભાના ત્રૈમાસિકના ૭૫ વર્ષના બધા અંંકો અને વિજયરાય વૈદ્ય સંપાદિત ‘કૌમુદી’ ત્રૈમાસિકના ઉપલબ્ધ અંકો પણ સીડી પર મળે છે.

એ પણ યાદ કરી લઈએ કે ગુજરાતના પત્રકારોની મીડિયા સોસાયટીની મહેનતથી ૯૦ વર્ષ જૂનું ‘વીસમી સદી’ સામયિક (www.gujarativisamisadi.com) અને ૬૦ વર્ષ જૂનું ‘પ્રકૃતિ’ સામયિક (www.gujaratiprakruti.com) ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

સંપર્ક માહિતી :
નિરીક્ષક :

prakash.nirikshak@gmail.com,

ફોન : ૦૭૯-૬૫૬૨૮૦૬
ફાર્બસ ગુજરાતી સભા :
Forbes_gs@yahoo.co.in,
ફોન : ૦૨૨-૨૬૨૫૦૯૧૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!