(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માનવશરીરની અંદર ગાઇડેડ ટૂર

માનવશરીરની અંદર ગાઇડેડ ટૂર

તમે આ વાંચતા હશો ત્યારે વેકેશનનો લાભ લઈને નજીકના કે દૂરના કોઈ સ્થળનો પ્રવાસ કરી આવ્યા હશો. ક્યાંય નહીં તો પછી તમારા શહેર કે ગામની જુદી જુદી જગ્યાઓ જોઈને ક્યાંક ફરી આવ્યાનો સંતોષ માન્યો હશે.

બહારનો આવો પ્રવાસ કરી આવ્યા પછી, અંદરનો પ્રવાસ પણ કરીએ તો કેવું? આંતરખોજ તો બહુ મોટો શબ્દ છે, પૃથ્વીના પેટાળ સુધી કદાચ પહોંચી શકાય પણ મનના ઊંડાણનો તાગ મેળવવો મુશ્કેલ, એટલે આપણે એવો કોઈ પ્રયાસ નથી કરવો. આપણે તો વડીલો જેને વાતવાતમાં ‘નશ્ર્વર દેહ’ કે ‘હાડચામનો માળો’ કહે છે એ શરીરની અંદર કુદરતે કેવી કેવી કરામત કરી છે એનો તાગ મેળવવાની કોશિશ કરીએ.

મેડિકલ સાયન્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી બંનેમાં જોરદાર પ્રગતિ થયા પછી માનવશરીર રચનાને સરળતાથી સમજવાનો પ્રયાસો વધુ ને વધુ રસપ્રદ બનતા જાય છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આવી કેટલીક સાઇટ્સ તપાસીએ.

ઝાયગોટબોડી (www.zygotebody.com) : તમને યાદ હોય તો થોડાં વર્ષ પહેલાં ગૂગલે બોડી બ્રાઉઝર નામનો એક પ્રોજેક્ટ ડેવલપ કરવાનું શરૂ કર્યું હતું, હવે ઝાયગોટ નામની એક કંપની એ પ્રોજેક્ટ સંભાળી રહી છે. તમે હજી પ્રયોગાત્મક તબક્કામાંની આ સાઇટ પર જઈને માનવશરીર રચનાને ૩ડીમાં એક્સપ્લોર કરી શકો છો.

મેડટ્રોપોલિસ (www.medtropolis.com) : આ સાઇટ પણ માનવશરીરની વર્ચ્યુઅલ ટૂર કરાવે છે. સાઇટના કહેવા મુજબ બાળકો અને મોટેરાં બંનેને એજ્યુકેટ અને એન્ટરટેઇન કરવાના હેતુથી શરુ‚ થયેલી આ સાઇટ પર વર્ચ્યુઅલ બોડી વિભાગમાં જઈને તમે મગજ, હાડમાળખું (એટલે સ્કેલેટન, ભાઈ!), હૃદય અને પાચનતંત્રનો અભ્યાસ કરી શકો છો. જેમ કે હૃદયમાં જશો તો તેના જુદા જુદા ભાગ, હૃદયમાં થતી પ્રક્રિયાનું એનિમેશન, ગાઇડેટ ટૂર વગેરે જોઈ સમજી શકો છો.

વિઝિબલ બોડી (www.visiblebody.com) : આ સાઇટ પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વધુ ઊંડાણભરી માહિતી ધરાવતી આ સાઇટ વિવિધ પ્રકારના હ્યુમન એનેટોમી એટલાસ ઓફર કરે છે, જેમાં ઊંડા ઊતરવા માટે આપણે તે ખરીદવા પડે છે. તમે ડોક્ટર હો તો તો તમને આમાં રસ પડશે જ કેમ કે તમે જે પુસ્તકોમાં ટુ ડાઇમેન્શનમાં જે જોયું કે વાંચ્યું હશે એ અહીં થ્રી ડાઇમેન્શનમાં સમજી શકો છો. સર્જન હો અને વાસ્તવિક માનવશરીરની આંતરિક રચના તમે રોજેરોજ જોતા હો તો પણ ટેક્નોલોજી કેવી વિકસી રહી છે એ જાણવું પણ તમારે માટે રસપ્રદ બની રહેશે. સાઇટ પરના ફ્રી ડેમોમાં તો કોઈને પણ રસ પડે તેમ છે.

ઇસ્કેલેટન્સ (www.eskeletons.org) : યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ડિપાર્ટમેન્ટ ઓફ એન્થ્રોપોલોજીએ ડેવલપ કરેલી આ સાઇટ શરીરની સ્કેલેટલ એનેટોમી સમજાવે છે.

બીબીસી હ્યુમનબોડી (http://goo.gl/Klr35) : બીબીસીની આ સાઇટ જરા જુદા પ્રકારની છે કેમ કે તેમાં માનવશરીરરચનાની વાત કે ૩ડી એનિમેશન ઉપરાંત, શરીર અને મગજ બંનેની વિગતવાર સમજણ કેળવવા માટે જુદી જુદી ક્વિઝ, ગેમ્સ, સર્વે વગેરે પણ છે. ઈંગ્લિશનો અંતરાય ન હોય અને શરીરવિજ્ઞાન અંગે છલોછલ જિજ્ઞાસા હોય તો જલસો પડી જાય એવી સાઇટ છે.

બાયોડિજિટલહ્યુમન (www.biodigitalhuman.com) : ટેક્નોલોજીની દૃષ્ટિએ કદાચ સૌથી આગળ પડતી આ સાઇટ છે. વિઝ્યુઅલ, ઇન્ટરએક્ટિવ અને ૩ડી એમ ત્રણેય રીતે એ માનવશરીરનાં વિવિધ તંત્રો અને રચનાની વિગતવાર સમજણ આપે છે. લેયર્સનો ઉપયોગ થયો હોવાથી એક જુદાં જુદાં અવયવ અને રચનાને એકબીજા પર ઓવરલેપ કરી જોઈ શકાય છે. તમે ડોક્ટર કે મેડિકલ સ્ટુડન્ટ હો તો જુદી જુદી ટર્મ સર્ચ કરીને તેને વિઝ્યુઅલ ફોર્મેટમાં જોઈ શકો છો. હાઈ કન્ફિગરેશનવાળું કમ્પ્યુટર હોય તો જ આ સાઇટની મજા પૂરેપૂરી માણી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!