‘પૃથ્વી જ સૃષ્ટિનું કેન્દ્ર છે’, ‘સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે’ એવા સદીઓ જૂના ભ્રમ ખગોળના વિકાસ પછી તૂટ્યા. પરંતુ બ્રહ્માંડનો મોટા ભાગનો તારાસમૂહ આપણી દૂધગંગામાં આવેલો છે, એવું છેક વીસમી સદી સુધી મનાતું હતું, પરંતુ ખગોળમાં પીએચ.ડી. મેળવનાર એડવિન હબલે ૧૦૦ ઇંચના ટેલિસ્કોપથી નિહારિકા એન્ડ્રોમીડાનો અભ્યાસ કરીને પહેલી વાર સિદ્ધ કરી આપ્યું કે જેને અત્યાર લગી નિહારિકા/ક્ષયબીહફ માનવામાં આવતી હતી તે એેન્ડ્રોમીડા હકીકતમાં આકાશગંગા/galaxy છે. એટલું જ નહીં, બ્રહ્માંડમાં આપણી દૂધગંગા/milky way જેવી તો સંખ્યાબંધ દૂધગંગાઓ છે. માટે, માણસજાતે એવું ધારી લેવાની જરૂર નથી કે આપણી દૂધગંગા બ્રહ્માંડનું કેન્દ્રસ્થાન છે. બ્રહ્માંડના અભ્યાસ માટેની ક્ષિતિજો વિસ્તારનાર હબલના માનમાં ‘નાસા’ના સ્પેસ ટેલિસ્કોપને હબલનું નામ આપવામાં આવ્યું છે.
હબલ ટેલિસ્કોપ દ્વારા લેવાયેલી અદ્ભુત તસવીરો અને બીજી માહિતી : http://hubblesite.org/