ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેન્ગ્વેજ! વાત સાચી, પણ એમ હસી કાઢવાથી ચાલશે નહીં. ઇંગ્લિશમાં, ખાસ કરીને વ્યાકરણમાં થતી કેટલીય સામાન્ય ભૂલો સમજાવતું આ ઇન્ફોગ્રાફિક બ્લોગર્સ માટે તૈયાર થયું છે, પણ સૌને કામનું છે.
અહીં જાણી લો તેના મુદ્દાઓ, સરળ ગુજરાતી ભાષામાં!
YOUR/YOU’RE
આપણે જ્યારે કોઈ બાબત માટે માલિકીભાવ દર્શાવવાનો હોય ત્યારે YOUR વપરાય, જેમ કે “YOUR Computer” કે Your Pen વગેરે.
જ્યારે “You’re” એ “You are”નું સંક્ષિપ્ત, ટૂકું કરેલું સ્વરૂપ છે. આ વાક્ય ધ્યાનથી વાંચશો તો “Your” અને “You’re” વચ્ચેનો તફાવત બરાબર સમજાઈ જશે! “You’re screwing up your writing by using ‘your’ when you mean ‘you are’ એટલે કે, યુ આર કહેવું હોય ત્યારે તમે યોર કહો કે લખો તો લોચો થાય!
IT’S / ITS
અંગ્રેજી લખતા ભલભલા લોકો આ બે શબ્દોમાં ક્યારેક થાપ ખાઈ જાય છે. ‘You’re” ની જેમ જ “It’s” એ “It is” અથવા “It has”નું સંક્ષિપ્ત, ટૂકું સ્વરૂપ છે. જેમ કે “It’s an applel”
જ્યારે “Its” એ પઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકીભાવ સૂચવતું સર્વનામ છે. જેમ કે, “It’s an applel Its colout is read” તમે જો “It’s” કે “Its” બંનેમાંથી શેનો ઉપયોગ સાચો એ નક્કી કરી ન શકતા હો તો તમારું વાક્ય મોટેથી વાંચો, જ્યાં “Its”આવવું જોઈએ એમ લાગતું હોય ત્યાં “It is” જ વાંચો. તમને પોતાને તરત ખ્યાલ આવશે કે “It is” ખોટું છે!
THERE/THEIR/THEY’RE
ફરી “You’re” કે “Its” જેવી જ ગૂંચવણની વાત. ક્યારે “There” લખાય અને ક્યારે “Their” કે They’re” લખાય એવો ગૂંચવાડો થતો હોય તો આ સાદી વાત ગાંઠે બાંધી રાખો – “There” જે તે સ્થળ વિશેની વાત છે, વ્યક્તિ વિશેની નહીં. જ્યારે “Their” એ તમારા સિવાય, એકથી વધુ લોકોની માલિકીની કે તેમને સંબંધિત કોઈ બાબત દશર્વિે છે અને છેલ્લે, “They’re” એ “They are”નું સંક્ષિપ્ત, ટૂકું સ્વરુપ છે!
AFFECT / EFFECT
લગભગ સરખો ઉચ્ચાર અને સરખો સ્પેલિંગ ધરાવતા આવા શબ્દો તો જબરજસ્ત ગૂંચવાડો ઊભો કરે છે. જાણી લો કે “Affect” એ એક ક્રિયાપદ છે એટલે કે અસર થવાની ક્રિયા સૂચવે છે. જેમ કે “Your ability to communicate clearly will affect your income” તમે તમારી વાત અસરકારક રીતે કહી શકશો તો તમારી આવક પર અસર થશે!
જ્યારે “Effect” એ પોતે સંજ્ઞા છે, એટલે અસર થવાની ક્રિયા નહીં, અસર પોતે જ. આ વાક્ય વાંચો : “The effect of poor grammar on a person’s income is well known.” સમજાયું?
THEN/THAN
“Then” શબ્દા આમ તો ઘણા બધા અર્થ હોઈ શકે છે, મોટા ભાગે તે સમયા સંદર્ભમાં પણ વપરાય છે.
જ્યારે કોઈ અલગ અલગ વાતી સરખામણી કરવાની હોય ત્યારે “Then” વરાય છે, જેમ કે “This is bigger than that”
એક સાદો નિયમ એવો આવી શકાય કે જ્યારે સરખામણી કરવાની વાત હોય ત્યારે “Than” એ બાકીના બધા સંદર્ભમાં “Then” ઉપયોગ કરવો!
LOOSE/LOSE
આપણે જે ઇન્ફોગ્રાફિકો આધાર લઈ રહ્યા છીએ, તેમાં એ વચ્ચેનો તફાવત બહુ રમતિયાળ (ને સચોટ!) રીતે સમજાવવામાં આવ્યો છે. મતલબ કે જો તમારું “Loose” (ઢીલું) હશે તમારે Lose કરવાો (ગુમાવવાો) વારો આવશે!! તફાવત બરાબર સમજાઈ ગયોને?!
ME. MYSELF, AND
ટૂંકી સમજણ – વાક્યમાં સબજેક્ટ તરીકે “I” નો ઉપયોગ થાય, ઓબ્જેક્ટ તરીકે “me”નો અને વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને એક હોય ત્યારે “myself” નો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે આ વાક્યો જુઓ :
“I am a good swimmer.”
“He gave me the book.”
“I want to hit myself on the head.”
IMPROPER USE OF THE APOSTROPHE
એપોસ્ટ્રોફ (‘) ચિહ્નનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? સામાન્ય રીતે બે સંજોગોમાં.
એક, જ્યારે શબ્દને ટૂકું સ્વરુપ આપવું હોય, જેમ કે “Do not forget the apostrophe” વાક્યમાં “Do not” ને બદલે “Don’t” લખવું હોય ત્યારે.
બીજું જ્યારે માલિકીભાવ બતાવવાનો હોય ત્યારે. જેમ કે “This is Mayur’s pen.”
એપોસ્ટ્રોફની બીજી એક વાત પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એક વ્યક્તિની વાત હોય ત્યારે નામની પાછળ એપોસ્ટ્રોફ મૂકીને નતસ્ત્ર લખાય, પણ જ્યારે બહુવચન થાય ત્યારે નતસ્ત્રની પાછળ એપોસ્ટ્રોફ લાગે, જેમ કે “Officers’ Colonoy”.
COULD OF. WOULD OF, SHOULD OF
“Could’ve”, “Would’ve” અને “Should’ve” આ ત્રણેય સાચા શબ્દપ્રયોગો છે, ણ ઘણા લોકો બોલતી વખતે તેનો ઉચ્ચાર “have” ને બદલે “of” કરે છે, જે ખોટું છે. જેમ બોલવા કે સાંભળવામાં તે ખોટું છે, તેમ લખવામાં પણ ખોટું છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે. (ખોટા શબ્દપ્રયોગની વાત નીકળી છે તો એ પણ ધ્યાનમાં રાખીએ કે અત્યારે વાતવાતમાં, ફિલ્મમાં અને ટીવી પર પણ જે વારંવાર સંભળાય છે તે “Anyways” ખોટો શબ્દપ્રયોગ છે, સાચો શબ્દ માત્ર Anyway જ છે).
COMPLEMENTS / COMPLIMENT
સરખા ઉચ્ચારે કારણે લખવામાં થતા લોચાનો વધુ એક મામલો. “Complement” એટલે જે હોય તેમાં તો કંઈક ઉમેરો, જ્યારે “Compliment” એટલે કોઈ તમારા વિશે બે સારા શબ્દો કહે તો તેમણે તમે કોમ્પ્લિમેન્ટ આપ્યાં તેમ કહેવાય.
FEWER / LESS
ક્યારે “FEWER” કહેવું એ ક્યારે “LESS” કહેવું? આ ગૂંચવણ તમે રહેતી હોય તો સમજી લો કે જેે તમે ગણી શકો એને માટે “Fewer” શબ્દ વપરાય. જેમ કે “Ravi has written fewer poems since he got a real job.” નોકરી મળી ગઈ ત્યારી રવિએ ઓછી કવિતાઓ લખી છે.
જ્યારે તમે ગણી ન શકો ત્યારે કહો કે “Less” જેમ કે, “Seema has less interest in working with me”. સીમાે મારી સાથે કામ કરવામાં ઓછો રસ છે.
કંઈક આવી જ વાત “More” અને “Much”માં છે. તફાવત વિચારી જુઓ!
HISTORIC/HIETORICAL
આ તો ભલભલા ગોટાળો કરી નાખે એવા શબ્દો, પણ એક વાર બરાબર સમજી લીધા પછી મુશ્કેલ નથી. વાત સાદી છે, કોઈ પણ મહત્ત્વી ઘટના “Historic” કહેવાય, એટલે કે ઇતિહાસમાં સ્થાન પામે એવી ઘટના જ્યારે “Historical” એટલે જે ઘટા, જે ભૂતકાળમાં બની છે, પછી તે મહત્ત્વની પણ હોય!
PRINCIPAL /PRINCIPLE
એક સંજ્ઞા, નામ તરીકે Principal (સામાન્ય રીતે ઉચ્ચાર – પ્રિન્સિપાલ) એટલે હોદ્દામાં સૌની ટોચ પર, અથવા તો જે તે વાતમાં જે મુખ્ય છે તે. આ શબ્દ વિશેષણ તરીકે પણ, લગભગ એવા જ અર્થમાં વપરાય છે.
જ્યારે એક સંજ્ઞા, નામ તરીકે “Principle” (સાામાન્ય રીતે ઉચ્ચાર – પ્રિન્સિપલ) એટલે પોતાની હકીકત, સિદ્ધાંત , કાયદો કે ધોરણ.
આપણે આશા રાખીએ કે કોઈ શિક્ષક કે અધ્યાપક તેમનાે વડો પત્ર લખતી વખતે સ્પેલિંગની આ અત્યંત સામાન્ય ભૂલ નહીં કરતા હોય!
LITERALLY
ઘણા લોકો વાતવાતમાં, પોતાની વાતમાં ભાર મૂકવા માટે આ શબ્દ બોલતા હોય “I’m literally dying of shame” આ વાક્યા આ બે ભાવાનુવાદ જુઓ – મે તો લિટરલી શરમી મરી જવા જેવું લાગે છે અવા, હું લિટરલી શરમથી મરી રહ્યો છું. ભેદ રખાયો? એકમાં, મરી જવા જેવું લાગે છે એ બીજામાં મરી રહ્યો છું. લિટરલી શબ્દ ત્યારે જ વપરાય જ્યારે, તમે જે કહો છો બરાબર, અચૂક તે જ વાત હોય. કોઈ ક કે કોઈ ઇશારાની વાત નહીં.
એટલે જ્યારે તમે ખરેખર મરી રહ્યા હો ત્યારે જ એવું કહી શકો કે “I’m literally dying of shame” એ સિવાય નહીં!
વાત અંગ્રેજીની છે, પણ આપણે ગુજરાતીમાં પણ આવી ગરબડ કરતા હોઈએ છીએ. વાક્યા ક્રમમાં ગોટાળો કરીએ તો અર્થમાં પણ ગરબડ થાય. પહેલાં અંગ્રેજીમાં આ એક જ વાકય જુદા જુદા ક્રમમાં મુકાયેલા શબ્દો સાથે વાંચો : “After rotting in the cellar for weeks, my brother brought up some oranges.” એ હવે એ જ વાક્ય જરા જુદા ક્રમ સાથે વાંચો : “My brother brought up some oranges that had been rotting in the cellar for weeks.”
ભેદ સમજાયો?
પહેલા વાક્યનો ગુજરાતી અનુવાદ જુઓ : ભોંયરામાં અઠવાડિયાઓ સુધી સડ્યા પછી, મારો ભાઈ કેટલીક નારંગી ઉપર લાવ્યો (ભોંયરામાં કોણ સડતું હતું, નારંગી કે ભાઈ?). સાચો ક્રમ આવો કંઈ હોઈ શકે : મારો ભાઈ કેટલીક નારંગી ઉપર લાવ્યો, જે ભોંયરામાં અઠવાડિયાઓથી સડી રહી હતી.

