જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪
સર્ચએન્જિન ક્ષેત્રે સિક્કો જમાવનાર ગૂગલે જીમેઇલ દ્વારા ઈ-મેઇલ સર્વિસનો આરંભ કર્યો ત્યારે મેઇલ બોક્સની સ્ટોરેજ કેપેસિટી મર્યાદિત (મેગાબાઇટમાં) હતી. વધારે જગ્યા જોઈતી હોય તો ડોલર ભરવા પડે.
મેઇલબોક્સમાં પાનું લોડ થતાં પણ વાર લાગતી હતી. જીમેઇલના આગમનથી એ સમીકરણો કાયમ માટે બદલાઈ ગયાં. વાયર્ડ સામયિકના એક લેખમાં જણાવ્યું છે કે જીમેઇલના શરૂઆતનાં વર્ષોમાં ડિલીટનું બટન જ ન હતું. કારણ કે કશું ડીલીટ કરવાની નજર ન પડે એટલી સ્ટોરેજ કેપેસિટી (૧ ગિગાબાઇટ) આપવામાં આવતી હતી. ઝડપ અને સ્ટોરેજ કેપેસિટીથી વટ પાડનાર જીમેઇલમાં લગભગ ત્રણેક વર્ષ સુધી ફક્ત આમંત્રણથી જ ખાતું ખોલી શકાતું હતું.
હવે જીમેઇલ ફક્ત મેઇલ સર્વિસ ન રહેતાં ગૂગલની અનેકવિધ સેવાઓનો ઉપયોગ કરવા માટેની સાઇટ બની છે.
http://www.eweek.com/c/a/Messaging-and-Collaboration/Googles-Brin-Talks-on-Gmail-Future

