વંશપરંપરાગત લક્ષણોના વાહક તરીકે ડીએનએ-ડિઓક્સિરીબો ન્યુક્લિક એસિડ-ની ઓળખપરેડ દાયકાઓ પહેલાં થઈ ચૂકી હતી, પણ તેના બંધારણનો ભેદ ઉકેલવાનો બાકી હતો.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના જેમ્સ વોટસન અને ફ્રાન્સીસ ક્રીકે આ દિશામાં અગાઉ થયેલા કામને આગળ વધાર્યું અને ડીએનએનું માળખું ડબલ હેલિક્સ- દોરડાની વળ ખાધેલી લટકતી નીસરણી જેવું- હોવાનું જાહેર કર્યું. વોટ્સને બેસ્ટસેલર પુસ્તક ધ ડબલ હેલિક્સ (૧૯૬૮)માં લખ્યા પ્રમાણે, ક્રીકે નજીકના એક પબમાં જઇને જાહેર કર્યું કે અમે જીવનનું રહસ્ય શોધી કાઢ્યું છે. યોગાનુયોગે આ જ મહિનામાં, ૮ ફેબ્રુઆરી, ૧૮૬૫ના રોજ ખ્રિસ્તી પાદરી ગ્રેગર મેન્ડેલે દસ વર્ષ સુધી વટાણાના આશરે ૨૮ હજાર છોડ પર કરેલા પ્રયોગો વિશેનો અભ્યાસલેખ નેચર રીસર્ચ સોસાયટી સમક્ષ વાંચ્યો. તેનાથી આનુવંશિકતાના વિજ્ઞાન-જનીનશાસ્ત્ર-નો પાયો નંખાયો.
જાણો વધુ :http://goo.gl/DNya6

