આ બ્રહ્માંડમાં આપણા કોઈ પડોશી છે? યુગોથી માનવજાતને આ પ્રશ્ન સતાવતો રહ્યો છે. ‘કોઈ મિલ ગયા’ ફિલ્મમાં જેમ વિજ્ઞાની રાકેશ રોશન પરગ્રહવાસીઓને સિગ્નલ મોકલીને તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, કંઈક એવી જ રીતે જગતભરના સંખ્યાબંધ વિજ્ઞાનીઓ અને વિજ્ઞાનસંસ્થાઓ વિવિધ અલ્ગોરિધમ, તેમ જ ઓપ્ટિકલ અને રેડિયો ટેક્નોલોજીની મદદથી બ્રહ્માંડમાં સંદેશાઓ મોકલતા રહે છે.
આવાં સંશોધનોને સર્ચ ફોર એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ (ટૂંકમાં એસઇટીઆઇ – સેતી) કહેવામાં આવે છે. એક સમયે નાસા જેવી સંસ્થાઓ આવાં સંશોધનોને નાણાકીય ટેકો આપતી હતી, પણ પ્રયોગોને સરિયામ નિષ્ફળતા મળ્યા પછી નાસાએ ટેકો પાછો ખેંચી લીધો. આ પછી આ પ્રયાસોને વેગ આપવા એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને સ્વૈચ્છિક સંસ્થા તરીકે ૧૯૮૪માં સેતિ ઇન્સ્ટિયૂટની સ્થાપના થઈ.
અલબત્ત, પરિણામ હજી શૂન્ય છે.
સેતી વિશે વધુ :http://www.seti.org

