(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

૨૦૧૨માં પ્રલય? નાસા કહે છે ના ના!

પ્રશ્ન : શું ૨૦૧૨માં પૃથ્વીને કોઇ ખતરો છે? ઘણી ઇન્ટરનેટ વેબસાઇટ કહે છે કે ડિસેમ્બર ૨૦૧૨માં દુનિયાનો અંત આવી જશે.

ઉત્તર : ૨૦૧૨માં પૃથ્વી સાથે કશું ખરાબ થવાનું નથી. આપણો ગ્રહ છેલ્લાં ૪ અબજ વર્ષોથી સ્વસ્થ છે અને વિશ્વના વિશ્વનીય વૈજ્ઞાનિકો ૨૦૧૨માં પૃથ્વી સામે કોઈ જોખમ હોય તેવું જોતા નથી.

આગળ ળું વાંચશો?

  • ૨૦૧૨માં વિશ્વનો અંત આવશે એવી ભવિષ્યવાણીનું મૂળ શું છે?
  • શું મેયન કેલેન્ડરનો ડિસેમ્બર ૨૦૧૨માં અંત આવે છે?
  • જ્યારે ગ્રહો પૃથ્વીને અસર કરે એવી રીતે એક રેખામાં આવી જાય તો પૃથ્વી પર અસાધારણ ઘટના થઈ શકે?
  • નિબીરુ તરીકે ઓળખાતો ગ્રહ અથવા પ્લેનેટ એક્સ અથવા એરિસ વ્યાપક વિનાશ કરવા પૃથ્વી તરફ ધસી રહ્યો છે એ વાતું શું?
  • પૃથ્વીના ધ્રુવો ખસી રહ્યા છે એવી વાત ચાલે છે તેું શું? એ સાચું છે કે પૃથ્વીનો પોપડો તેા કેન્દ્રી ૧૮૦ ડિગ્રીનું પરિભ્રમણ થોડા કલાકોમાં નહીં તો થોડા દિવસોમાં કરી લે છે?
  • શું ૨૦૧૨માં પૃથ્વી પર કોઈ ઉલ્કા અથડાવાનો ખતરો છે?
  • પ્રલય આવી રહ્યો હોવાા દાવાઓ વિશે નાસાના વૈજ્ઞાનિકોને શું લાગે છે?
  • ૨૦૧૨માં વ્યાક સોલર સ્ટોર્મ વાી આગાહીઓ છે, તેનાથી જોખમ છે?

પ્રશ્ન : ૨૦૧૨માં વિશ્વનો અંત આવશે એવી ભવિષ્યવાણીનું મૂળ શું છે?

ઉત્તર : સુમેરિય (વિશ્વના સૌથી પ્રાચીન રહેવાસીઓ) લોકોએ નિબિરુ નામનો તથાકથિત ગ્રહ શોધી કાઢ્યો, જે પૃથ્વી તરફ આવી રહ્યો છે એવી વાતમાંથી આ આખી વાતની શરુ‚આત થઈ. શરુ‚આતમાં મે ૨૦૦૩માં પ્રલયની ભવિષ્યવાણી થઇ હતી, પરંતુ તે દિવસે કશું ન થયું તેથી આગાહી લંબાવીને ડિસેમ્બર ૨૦૧૨ની કરવામાં આવી. હવે પ્રાચીન મેયન કેલેન્ડરના ચક્રોમાંનું એક ૨૦૧૨માં પૂરું થઈ રહ્યું છે તેની સાથે આ દંતકાઓને જોડી દેવામાં આવી છે – આ રીતે પ્રલયો દિવસ ડિસેમ્બર ૨૧ કહેવામાં આવ્યો.

પ્રશ્ન : શું મેયન કેલેન્ડરનો ડિસેમ્બર ૨૦૧૨માં અંત આવે છે?

ઉત્તર : જેમ તમારા રસોડામાં લાગેલા કેલેન્ડરનું ૩૧મી ડિસેમ્બર પછી પણ અસ્તિત્વ તો રહે જ છે, તે જ રીતે મેયન કેલેન્ડરનું અસ્તિત્વ ૨૧મી ડિસેમ્બર, ૨૦૧૨ પછી પણ રહેવાનું જ છે. આ તારીખે મેયન કેલેન્ડરો એક લાંબો સમયગાળો પૂરો થાય છે, એ તારીખ પછી – જેમ તમારું કેલેન્ડર ફરી જાન્યુઆરી ૧ થી‚ થાય છે એ રીતે – ફરીથી લાંબા ગાળાના સમયની ગણતરી સાથે ચાલુ થાય છે.

પ્રશ્ન : જ્યારે ગ્રહો પૃથ્વીને અસર કરે એવી રીતે એક રેખામાં આવી જાય તો પૃથ્વી પર અસાધારણ ઘટના થઈ શકે?

ઉત્તર : આવનારા કેટલાક દાયકાઓમાં ગ્રહોની આવી કોઈ ચોક્કસ ગોઠવણ થવાની નથી. ૨૦૧૨માં પૃથ્વી ગેલેક્ટિક પ્લેન ક્રોસ કરવાની નથી, ગ્રહો એક રેખામાં ગોઠવાય તો પણ તેની પૃથ્વી પર નહિવત્ અસર દેખાશે. દરેક ડિસેમ્બરમાં પૃથ્વી અને સૂર્ય મિલ્કીવે ગેલેક્સીના અંદાજિત કેન્દ્ર સાથે એક રેખામાં આવે છે, પરંતુ આ દર વર્ષે બનતી ઘટના છે, જેની કોઈ અસર થતી નથી.

પ્રશ્ન : નિબીરુ તરીકે ઓળખાતો ગ્રહ અથવા પ્લેનેટ એક્સ અથવા એરિસ વ્યાપક વિનાશ કરવા પૃથ્વી તરફ ધસી રહ્યો છે એ વાતું શું?

ઉત્તર : નિબિરુ અને અન્ય ગ્રહોની વાત ઇન્ટરેટ ર ચાલતા ગગોળા છે. આ દાવાના કોઇ વાસ્તવિક આધાર નથી. જો ખરેખર નિબિરુ અથવા પ્લેનેટ એક્સ નામનામા કોઈ ગ્રહ હોત અને તે ૨૦૧૨માં પૃથ્વી સાથે અથડાવાના હોત તો ખગોળશાસ્ત્રીઓએ તેનું ઓછામાં ઓછા છેલ્લા દાયકાથી ટ્રેકિંગ શરૂ કરી દીધું હોત, અને આ સમય સુધીમાં તો તે નરી આંખે દેખાવા લાગ્યા હોત. સ્વાભાવિક રીતે તે અસ્તિત્વમાં જ નથી. એરિસ વાસ્તવિક છે, પરંતુ તે પ્લુટો જેવો વામન ગ્રહ છે જે સૂર્યમંડળના બહારના સ્તરમાં રહે છે. જો તે પૃથ્વીની સૌથી નજીક આવે તો પણ તેનું પૃથ્વીથી ૪ અબજ માઇલ જેટલું અંતર હશે.

પ્રશ્ન : પૃથ્વીના ધ્રુવો ખસી રહ્યા છે એવી વાત ચાલે છે તેું શું? એ સાચું છે કે પૃથ્વીનો પોપડો તેા કેન્દ્રી ૧૮૦ ડિગ્રીનું પરિભ્રમણ થોડા કલાકોમાં નહીં તો થોડા દિવસોમાં કરી લે છે?

ઉત્તર : પૃથ્વીનું પરિભ્રમણ વિપરિત દિશામાં થાય તે અશક્ય છે. ૃથ્વીા ખંડો અત્યંત ધીમી ગતિએ ખસી રહ્યા છે (દા. ત. કરોડો વર્ષ પહેલાં એન્ટાર્કટિકા વિષુવવૃત્તથી નજીક હતો), પરંતુ ધ્રુવો ફરી રહ્યા હોવાા દાવા સાથે તેે કોઈ સંબંધ નથી. ઘણી વેબસાઇટ દુર્ઘટનાની વાતોને પવન આપી લોકોને બેવકૂફ બનાવે છે. તેઓ દાવો કરે છે કે પૃથ્વીના પરિભ્રમણ એ તેની ચુંબકીય ધરી વચ્ચે સંબંધ છે, જે ખરેખર અનિયમિત રીતે બદલાઈ રહી છે, પણ ચુંબકીય વિપરીત બદલાવ સરેરાશ દર ૪૦૦,૦૦૦ વર્ષે જ આવે છે. જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી આ પ્રકારના ચુંબકીય બદલાવ પૃથ્વી પરના જીવનને કોઈ નુકસાન નથી પહોંચાડતા. ચુંબકીય વિપરીત બદલાવ આગામી થોડા સહસ્રાબ્દીમાં થાય એવી પણ કોઈ શક્યતા નથી.

પ્રશ્ન : શું ૨૦૧૨માં પૃથ્વી પર કોઈ ઉલ્કા અથડાવાનો ખતરો છે?

ઉત્તર : પૃથ્વી પર ધૂમકેતુઓ અને નાના ગ્રહો અથડાવાની શક્યતા તો હંમેશાં રહે જ છે, પણ મોટી અથડામણ જવલ્લે જ જોવા મળે છે. આવી છેલ્લી મોટી અસર ૬પ કરોડ વર્ષ પૂર્વે થઈ હતી અને તેના પરિણામે ડાયનોસોર લુપ્ત થઈ ગયા હતા. આજે નાસાના ખગોળશાસ્ત્રીઓ એક સર્વે કરી રહ્યા છે જે સ્પેસગાર્ડ સર્વે કહેવાય છે જેના દ્વારા પૃથ્વીની નજીક આવનારા  નાનામોટા ગ્રહો વિશે તેના અથડાતાં પહેલાં જાણી શકાય. અમે ખાતરી કરી છે કે ડાયનોસોર લુપ્ત થયા તેા જેવો બીજો કોઈ ગ્રહ અથડાવાની કોઈ શક્યતા નથી. આ દરેક પ્રવૃત્તિ અને  તેમાં મળતી જાણકારીની વિગતો નાસા એનઈઓ પ્રોગ્રામ ઓફિસ વેબસાઇટ ર મૂકવામાં આવે છે, તેથી તમે જાતે જોઈ શકો છો કે ૨૦૧૨માં કોઈ ગ્રહ પૃથ્વીને અથડાવાનો નથી.

પ્રશ્ન : પ્રલય આવી રહ્યો હોવાા દાવાઓ વિશે નાસાના વૈજ્ઞાનિકોને શું લાગે છે?

ઉત્તર : ૨૦૧૨ના વિનાશ અથવા નાટકીય ફેરફારોના દાવા પાછળ વિજ્ઞાન ક્યાં છે? પુરાવા ક્યાં છે? કોઈ પુરાવો નથી. કાલ્પનિક વાતો પુસ્તકમાં હોય, ફિલ્મમાં હોય, ડોક્યુમેન્ટરીમાં હોય કે ઇન્ટરેટ પર ફરતી હોય, આપણે તેની સાદી હકીકત બદલી શકવાના નથી. ડિસેમ્બર ૨૦૧૨માં અસામાન્ય ઘટના થવાની છે તેવા દાવાના આધારરુ‚પ કોઈ વિશ્વસનિય પુરાવા નથી.

પ્રશ્ન : ૨૦૧૨માં વ્યાક સોલર સ્ટોર્મ વાી આગાહીઓ છે, તેનાથી જોખમ છે?

ઉત્તર : સોલર એક્ટિવિટીનું એક નિયમિત ચક્ર હોય છે, જે દર ૧૧ વર્ષે શિખર પર પહોંચે છે. આ શિખર નજીક આવવાનું થાય ત્યારે સૂર્યની જ્વાળાઓ સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં કેટલોક અવરોધ ઊભો કરી શકે છે, જોકે એન્જિનિયર્સ સોલર સ્ટોર્મનો સામનો કરતાં શીખી રહ્યા છે, પણ ૨૦૧૨ સાથે કોઈ ચોક્કસ જોખમ સંકળાયેલું નથી. સોલર એક્ટિવિટીના આગામી ટોચ ૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન હશે ને તે સરેરાશ રહેવાની આગાહી છે, તે અત્યાર સુધીના ઇતિહાસ કરતાં કોઈ રીતે અલગ નહીં હોય.

જાણો વધુ  માહિતી

તમે નાસાની સાઈટ (http://goo.gl/hCvbg) પર આ પ્રશ્નોત્તરી જોઈ શકો છો અને તેમાં તમને લગભગ દરેક મુદ્દા વિશે વધુ વાંચન માટેની લિંક્સ પણ મળશે. દેશનાં મહત્ત્વનાં વૈજ્ઞાનિક સંશોધનો અને કાર્યક્રમોમાં બાળકો, શિક્ષકો અને અન્ય સામાન્ય પ્રજાને કેવી રીતે સાંકળી શકાય એ જોવા માટે પણ નાસાની સાઈટ (http://www.nasa.gov) જોવા – સમજવા જેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!