પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩
ચિત્રો-તસવીરો અને ઓડિયો-વીડિયો વગરના વેબ પેજની કલ્પના અત્યારે ન થઈ શકે, પણ ૧૯૯૩ સુધી ઇન્ટરનેટનાં વેબપેજનું સ્વરૂપ એવું જ હતુ- સીધુંસાદું, બેરંગ, ચમકદમક વગરનું. વેબપેજ પર ફોટો મૂકી શકાય ખરો, પણ લિન્ક સ્વરૂપે. ફોટો વેબપેજના ભાગ તરીકે નહીં, પણ લિન્ક પર ક્લિક કરવાથી અલગથી ખૂલે.
યુનિવર્સિટી ઓફ ઇલિનોયના નેશનલ સેન્ટર ફોર સુપરકમ્પ્યુટિંગ એપ્લિકેશન્સ-એન.સી.એસ.એ.-માં કામ કરતા વિદ્યાર્થીઓએ આ મહેણું ટાળ્યું અને એન.સી.એસ.એ. મોઝેઇક ૧.૦ તૈયાર કર્યું. આ એક એવો પ્રોગ્રામ હતો, જેના થકી તસવીરો કે વીડિયો વેબપેજ પર અલગથી નહીં, પણ લખાણની સાથે જ દેખાય. આ પહેલું બ્રાઉઝર ન હતું, પણ ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિની શરૂઆત તેનાથી થઈ.
આરંભકાળનાં બીજાં વેબ-બ્રાઉઝર: http://www.techpaparazzi.com/how-web-browsers-looked-from-in-90s/
