અવકાશ ખૂંદવાનો સરકારોનો એકાધિકાર, તેની સાથે સંકળાયેલા આસમાની ખર્ચને લીધે, ઘણા સમય સુધી જળવાયેલો હતો. આખરે, માઇક્રોસોફ્ટના સહસ્થાપક પોલ એલનની કંપનીએ બનાવેલા અંતરિક્ષયાન ‘સ્પેસશિપવન’થી એ ઇજારો તૂટ્યો. યાને ખાનગી- એટલે કે બિનસરકારી- રાહે અવકાશમાં સફળતાપૂર્વક ઉડાન ભરી. કહો કે અત્યાર લગી બંધ રહેલા અવકાશના દરવાજા ખાનગી કંપનીઓ માટે ખોલી નાખ્યા.
‘સ્પેસશિપવન’ યાન ૯૦ મિનિટની કુલ ઉડાન દરમિયાન ત્રણ મિનિટ માટે પૃથ્વીનું વાતાવરણ વટાવીને, આશરે ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ અંતરિક્ષમાં પહોંચ્યું. ત્યાં પાઇલટ માઇક મેલવિલે વજનવિહીન અવસ્થાનો અનુભવ કર્યા પછી, રન વે પર હેમખમ ઉતરાણ પણ કરી શક્યા.
સ્પેસશિપવન પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી:http://www.scaled.com/projects/tierone/
