(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પહેલા ‘ડોટ કોમ’ એડ્રેસની નોંધણી : ૧૫ માર્ચ, ૧૯૮૫

પહેલા ‘ડોટ કોમ’ એડ્રેસની નોંધણી : ૧૫ માર્ચ, ૧૯૮૫

વેબસાઇટના આંકડાકીય સરનામાને સરળ સ્વ‚પે રજૂ કરતાં ‘ડોમેઇન નેમ’નો આંકડો અત્યારે કરોડોમાં પહોંચ્યો છે, પણ પહેલું ડોમેઇન નેમ symbolics.com નોંધાવવાનો વિચાર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ સોફ્ટવેરના ક્ષેત્રે કામ કરતી મેસેચુસેટ્સની સિમ્બોલિક્સ કંપનીને આવ્યો, ઇન્ટરનેટ ત્યારે ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓ પૂરતું મર્યાદિત હતું.

વર્લ્ડ વાઇડ વેબ (www) તરીકેનું તેનું વિરાટ-લોકભોગ્ય સ્વરુ‚પ આવવાની વાર હતી. એટલે જ કંપનીના નામનું ડોમેઇન નેમ રજિસ્ટર કરાવવાની કોઈને ઉતાવળ ન હતી. આખા ૧૯૮૫માં ફક્ત પાંચ ડોમેઇન નેમ રજિસ્ટર થયાં. ‘એપલ’ કંપનીએ ૧૯૮૭માં અને ‘માઇક્રોસોફ્ટ’ના બંદાઓએ તો છેક ૧૯૯૧માં કંપનીનાં નામનાં ડોમેઇન નેમ રજિસ્ટર કરાવ્યાં.

વર્લ્ડ વાઇડ વેબના આગમન પછી જાણીતા શબ્દો-બ્રાન્ડનાં ડોમેઇન નેમ રજિસ્ટર કરાવીને તેને ઊંચા દામે વેચવાનો ‘સાયબર-સ્ક્વેટિંગ’ તરીકે ઓળખાતો વેપલો ચાલ્યો. નામનોંધણીમાં પહેલી ‘સિમ્બોલિક્સ’ કંપનીની સાઇટનું નામ હવે symbolic-dks.com થયું છે અને ઐતિહાસિક મૂલ્ય ધરાવતું symbolics.com ડોમેઇન નેમનો ધંધો કરતી એક કંપની (xf.com) એ ખરીદી લીધું છે.

પહેલા ૧૦૦ ડોટકોમની યાદી વાંચો :http://goo.gl/FZVcb

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!