(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ગમતાં ગીતો શોધો, ગૂગલ મ્યુઝિક ઈન્ડિયા પર
  • જાણો તમામ ટીવી પ્રોગ્રામ્સનાં શિડ્યુલ

તમે સીધેસીધું ગૂગલ.કોમ પર જઈને આતીફ અસલમ (કે પછી કે. એલ. સાયગલ, જેવી જેની પસંદ!) સર્ચ કરો તો રિઝલ્ટના લિસ્ટમાં પહેલવહેલી એન્ટ્રી જે તે ગાયક વિશેના વિકિપીડિયાના આર્ટિકલની જોવા મળે અને ત્યાર પછી મોટા ભાગે યુટ્યૂબમાં તેમનાં ગીતોની લિંક જોવા મળે, પરંતુ સર્ચ બોક્સમાં જગજિત સિંહ સર્ચ કરતાં, એમનાં ઢગલાબંધ આલબમ અને હજાર-બે હજાર ગઝલ-ભજનની લિંક જોવા મળે અને પ્લે બટન પર ક્લિક કરતાં સીધું જ ‘તુમ ઇતના ક્યું મુસ્કુરા રહે હો…’ સાંભળવા મળે તો? આ કલ્પનાએ જ તમારા ચહેરા પર મુસ્કાન લાવી દીધીને?

ગૂગલે ઓક્ટોબર ૨૦૧૦થી આ સર્વિસ શરુ કરી છે, જેની મદદથી આપણે જુદી જુદી ભારતીય ભાષામાં ફિલ્મ અને મ્યુઝિક આલબમ્સનાં ગીતો શોધીને ‘લીગલી’ સાંભળી શકીએ છીએ. ગૂગલે ઇન.કોમ, સાવન અને સારેગામા કંપની સાથે જોડાણ કરીને, આ ગીતો ઓનલાઇન પ્લે કરવાનાં લાઇસન્સ મેળવ્યાં છે.

તમે http://www.google.co.in/musicભ પર જઈને કલાકાર, આલબમ કે ગીતના શબ્દો લખીને સર્ચ કરી શકો છો. જે રિઝલ્ટ મળે તેમાં તમારા ગમતા ક્લિકની શરુઆતમાં રહેલા પ્લે બટન પર ક્લિક કરતાં એ ગીત અલગ પ્લેયર વિન્ડોમાં ઓપન થશે અને વાગવા લાગશે. એ વિન્ડોમાં આપેલી લિંકની મદદથી, એ ગીત જે કંપનીની સાઇટ પરથી ગૂગલમાં આવ્યું હશે ત્યાં તમે પહોંચી શકશો. જેમ કે ઇન.કોમ. જોકે ઇન.કોમ પર જઈને જોશો તો જે લેટેસ્ટ આલબમ જોવા મળશે, તે ગૂગલના મ્યુઝિક સર્ચમાં જોવા ન પણ મળે.

આનો અર્થ શો થયો? ગૂગલની આ સર્વિસ હજી ટેસ્ટિંગના તબક્કામાં છે, પણ એ ખાસ અપડેટ થતી હોય તેવું લાગતું નથી, ગૂગલ બીજી ઘણી સર્વિસની જેમ આ સર્વિસ પણ પાછી ખેંચી લે તો નવાઈ નથી. અલબત્ત, એવું બને ત્યાં સુધીમાં જુદી જુદી સાઇટ પર જઈને ગમતાં ગીત શોધવા કરતાં ગૂગલની તદ્દન સરળ સુવિધાનો લાભ લેવાય તેટલો લઈ લેવામાં ખોટું નથી! અહીં તમે ગમે તેટલાં ગીતો, ગમે તેટલી વાર ફ્રીમાં સાંભળી શકો છો – ડાઉનલોડ નહીં કરી શકો.

જો તમે અનલિમિટેડ નેટ કનેક્શન ન ધરાવતા હો તો આટલું ધ્યાન પર લેશો – સામાન્ય સર્ફિંગ કરતાં ગીતોમાં અને ગીતો કરતાં વીડિયોમાં વધુ ડેટા વપરાય છે.

જાણો તમામ ટીવી પ્રોગ્રામ્સનાં શિડ્યુલ

એક ચેતવણી – ટીવીનું રીમોટ કંટ્રોલ તમારા હાથમાં રહેતું હોય તો જ આ સાઇટ તમારા કામની છે. તમારી ફેવરિટ ચેનલ્સ પરની ફેવરિટ સિરિયલ્સ કે પ્રોગ્રામ્સ અને તેમના સમય તો તમને બરાબર યાદ રહેતા હશે, પણ બીજી ચેનલો પર પણ શું શું આવે છે કે આવવાનું છે એ વારંવાર ચેનલ બદલી બદલીને જોવું ન હોય તો આ સાઇટ (http://tv.burrp.com) પર પહોંચો, અહીં તમે ચેનલ મુજબ અને કાર્યક્રમના પ્રકાર મુજબ પ્રોગ્રામનાં શિડ્યુલ તપાસી શકો છો. બરાબર અત્યારે, અબઘડી કઈ ચેનલ પર શું ચાલી રહ્યું છે એ પણ તમે અહીં જાણી શકો છો. ચાહો તો તમે સાઇટ પર લોગ-ઇન થઈને તમારી પસંદગીની ચેનલ્સનાં, ઇન્ટરએક્ટિવ ટીવી શિડ્યુલ પણ સેટ કરી શકો છો. એક સમયે ટીવી પર ‘ચિત્રહાર’ જેવા પ્રોગ્રામની પણ રાહ જોવાતી હતી અનેે ફિલ્મ એટલી મહામૂલી જણસ લાગતી કે રવિવારે બપોરે આવતી બીજી ભાષાની ફિલ્મો પણ લોકો હોંશથી જોતા, એ સમય સાથે આજની સ્થિતિને સરખાવી જોવા અને ખાસ તો આપણી રોજબરોજની જિંદગીમાં, આજુબાજુ બની રહેલી બાબતોની માહિતી કેટલી ગજબની વિસ્ફોટક રીતે આપણને ઉપલબ્ધ થવા લાગી છે એ સમજવા માટે પણ આ સાઇટ જોવા જેવી છે. અને હા, ટીવી ગાઇડ તો આ આખી સાઇટનો એક નાનકડો ભાગ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!