(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માહિતીનો તો તમે નાયગરા ધોધ વહાવી દીધો… ખૂબ ખૂબ શુભેચ્છા ‘સાયબરસફર’ના આગલા અંકો માટે.

 માહિતીભૂખ તમારા લેખો થકી આ વિષયમાં એટલી બધી હવે વધી ગઈ છે કે માસિક ને પખવાડિક બનાવો તો મોજ પડે. વાચક તરીકે અમારો સાથ સદાય તમારી જોડે છે જ. બસ આવી જ રીતે આંગળી પકડીને સાયબર જગતની અને માહિતીની નિતનવી સફર કરાવતા રહજો… ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ આભાર. ગુજરાતના વાચકો માટે આ વિષયનું વાંચન ઉપલબ્ધ કરવા બદલ આભાર.

પાર્થ ભટ્ટ, અમદાવાદ


પહેલો અંક ગમ્યો. ડાઉનલોડ અને  સાયન્સઝોન વિભાગ ગમ્યા, પણ હાર્ટ ડ્રાઇવવાળી વાત ખાસ ગમી. એક સૂચન – દરેક પેજમાં છેક નીચે જે માહિતી આપો છો તે થોડા ફોન્ટમાં આો.

રાજ શાહ, અમદાવાદ


‘સાયબરસફર’ની મેગેઝિન આવૃતિ શરુ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ  દિલ સે!

આપને ત્યાંથી મારા ઘરે જ્યારે સૌપ્રથમ પાર્સલ આવ્યું ત્યારે અને પહેલો અંક આપને ત્યાંથી રૂબરુ મેળવ્યો ત્યારે જ તેમની બધી સામગ્રી પર નજર ફેરવી લીધી અને તેથી જ રાત્રે બધું જ સાહિત્ય વાંચી ચૂક્યો. આપે આટલા સમયથી નેટીઝન તેમ જ વાચકોની આદત જે રીતે કેળવી છે તે રીતે અપેક્ષાઓ અપાર છે! રાબેતા મુજબ, થોડાં નમ્ર સૂચનો આ સો જણાવી રહ્યો છું :

આપે અત્યાર સુધી જે કોઈ વેબસાઇટની લિંક/ ઉપયોગિતા  કળશના લેખોમાં કે હેન્ડી ગાઇડમાં જણાવી છે તે તો બરાબર પણ મેગેઝિનના અંદરના કવર / પેજ પર એક આખી હાથવગી યાદી તેના ટૂંકા ઉપયોગ સાથે મૂકી શકાય.

જો શક્ય હોય તો માત્ર આ મેગેઝિનના લવાજમ દાતાઓ માટે એક હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ કે જેમાં ઇન્ટરનેટ અથવા તો  કમ્પ્યુટરને લગતા પ્રશ્નોનો મળી શકે. આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા માટે મેઇલ, ફોન કે પોસ્ટનો વિકલ્પ રાખી શકીએ.

કોઈ પણ મેગેઝિન કે અખબારની એક રીડિંગ લાઇફ / ઉપયોગિતા હોય છે જેમ કે અખબારની લાઇફ ૧૦થી ૨૦ મિનિટ, મેગેઝિન ૧૦થી ૨૦ દિવસ હોઈ શકે છે, પરંતુ તેમાં અપવાદ રૂપે આપણે અખબારનું કોઈ પાનું કે કટિંગ સાચવી રાખતા હોઈ કે મેગેઝિન (જેમ કે ‘સફારી’) કાયમ સાચવવાનો પ્રયાસ કરીએ તે માટે દરેક અંકનાં પાનાંઓમાં સાઇડમાં પંચિંગ માટેની જગ્યા મૂકી શકાય. અથવા દરેક પાનું પર્ફોરેટેડ હોય.


નેટ પર તો ઘણા બ્લોગ ચાલતા જ હોય છે, પણ મેગેઝિનમાં વાચકોનો પ્રશ્નો/ઉકેલનો વિભાગ શરુ કરી શકાય.

મનીષ મહેતા, જામનગર


સરળ શૈલીમાં લખાયેલ લેખો માહિતીપ્રદ છે. વાંચવાની મજા પડી. ઇન્ટરનેટ, કમ્પ્યુટર એ સાયન્સનો ત્રિવેણી સંગમ એટલે ‘સાયબરસફર’.

અંક મોકલવાી સિસ્ટમ યોગ્ય રાખશો તો ચોક્કસ સફળ રહેશો.

અશ્વિન બામરોલિયા, મહેસાણા


પહેલી નજરે જ અંક સ્પર્શી ગયો. પહેલા અંકમાં વોશરૂમ ટેકનોલોજી અમેઝિંગ રહી!

પ્રયાગ શાહ, અમદાવાદ


મેગેઝિન અને હેન્ડીગાઇડ્સ ખૂબ ગમ્યાં. કમ્પ્યુટર અંગે ગુજરાતી મેગેઝિનની સૌને ટેકનોલોજી સરળતાથી સમજવામાં મદદ મળશે.

આગામી અંકોમાં સાયબર સિક્યુરિટી વિશે સની વાઘેલા અને અંકિત ફડિયા જેવા નિષ્ણાતોનું માર્ગદર્શન પણ મળશે તેવી અપેક્ષા.

તપન ભોજાણી, ભરૂચ


ઉર્વીશભાઈ દ્વારા એક સરસ સામયિકનો પરિચય થયો.

બંને અંક હું જોઈ ગયો, હૃદયના ઊંડાણથી શુભેચ્છા.

કેતન મિસ્ત્રી, ચિત્રલેખા, મુંબઈ


‘સાયબરસફરનો  પ્રથમ અંક વાંચ્યો. ધમાકેદાર શરૂઆત… ડૂબકી મારવા જેવું કેટલું બધું છે.  તમારી   સાયબરડાઇવ ખરેખર અદભુત નીવડી.  કેટલું બધું જોવાનું, વાંચવાનું, જાણવાનું છે, કિન્ડલ થિંગ્સટુ બી હેપ્પીઅબાઉટ આઈગૂગલ ગેજેટને બીજી કેટલીય રીફર કરવા જેવી સાઇટ્સ.

‘કળશ’ પૂર્તિમાંનો લેખ હંમેશા નાનો પડતો રહ્યો આ સાયબરફલક માટે, હજી ઘણું માણવા મળશે. આવા જ પાર્થબ્રેકિંગ, લાઇટ્રોથ્રોઈંગ ઇસ્યુઝ માટે શુભેચ્છાઓ.

પ્રીતિ શાહ, વડોદરા


મેગેઝિન ખરેખર સરસ અને અત્યંત માહિતીપ્રદ. સૌની સારી વાત એ કે આ ગુજરાતીમાં છે!

ભગીરથ દવે, અમદાવાદ


વિદ્યાર્થીઓએ એ શિક્ષકો માટે ખૂબ ઉપયોગી માહિતી. હું કમ્પ્યુટર શિક્ષક છું, મને ‘સાયબરસફર’ માટે લખવું ગમશે.

ગૌરાંગ દેસાઈ, દાહોદ


ખરેખર ઇન્ફોટેઇન્મેન્ટ આપતું મેગેઝિન મને અંકો એ હેન્ડીગાઇડ્સ પરફેક્ટ રીતે પહોંચી ગયાં. આખી ટીમને અભિનંદન. પહેલાં ડગ હંમેશાં મુશ્કેલ હોય છે, પણ અેના ઉપાય ચોક્કસ શોધી શકાય.

આનંદ સિંધવ, રાજકોટ


હું કમ્પ્યુટર એન્જિનિયરીંગ અભ્યાસ કરું છું, પણ ઓનલાઇન ગુજરાતી લખતાં નહોતું આવડતું, ‘સાયબરસફર’માંથી એ શીખ્યો!

મીત ગજ્જર, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!