આલ્બર્ટ આઇન્સ્ટાઇને રેફ્રિજરેટર બનાવવાની દિશામાં પણ પોતાનું મગજ દોડાવ્યું હશે એ કલ્પના મુશ્કેલ લાગે છે, પણ છે હકીકત અને જેવું તેવું વિચારે એ આઇન્સ્ટાઇન નહીં. વીસમી સદીના આ સૌથી જાણીતા ભૌતિકશાસ્ત્રીએ એક અણુવિજ્ઞાનીના સાથમાં વીજળી વિના ચાલતા રેફ્રિજરેટર માટે અમેરિકન પેટન્ટ મેળવ્યા. એમોનિયા, બ્યુટેન અને પાણી વચ્ચેના કેમિકલ રીએક્શનથી ગરમી પેદા કરીને તેમાંથી ઠંડક પેદા કરવાનો સિદ્ધાંત આ રેફ્રિજરેટરમાં હતો. જોકે સામાન્ય માણસની સમજમાં ઉતરે અને તેના સીધા ઉપયોગમાં આવે એવા વિષયમાં આઇન્સ્ટાઇન ભાગ્યે જ ઊતર્યા છે અને તેમનો આ અખતરો બજારમાં વેચાય એવી પ્રોડક્ટ ક્યારેય બની શક્યો નહીં. જાણો વધુ :http://goo.gl/mbSGE
