રાહદારીઓને થતા અકસ્માત નિવારવા માટે બ્રિટનની ટ્રાન્સપોર્ટ રીસર્ચ લેબોરેટરીએ જુદા જુદા ક્રોસિંગના પ્રયોગ કરી જોયા પછી અંતે કાળા-ધોળા ચટાપટા પર પસંદગી ઉતારી.
લંડનથી નજીક આવેલા સ્લાઉની સડક પર પહેલો ઝીબ્રા ક્રોસિંગ દોરવામાં આવ્યો. પહેલા વર્ષે ઝીબ્રા ક્રોસિંગની હકારાત્મક અસર દેખાઈ : અકસ્માતોના પ્રમાણમાં ૧૦ ટકાનો ઘટાડો થયો, પણ ધીમે ધીમે લોકો ઝીબ્રા ક્રોસિંગથી ટેવાઈ જતાં, પશુ-પંખીઓના નામ ધરાવતા બીજા પ્રકારના ક્રોસિંગ તૈયાર કરવામાં આવ્યા. ૧૯૬૯માં ઝીબ્રા ક્રોસિંગ પર ચાલતા બીટલ્સની (તેમના આલ્બમ ‘એબી રોડ’ પર મુકાયેલી) તસવીર એટલી લોકપ્રિય થઈ કે હજુ એ ‘એબી રોડ સ્ટુડિયોઝ’ સામે આવેલો ઝીબ્રા ક્રોસિંગ પ્રવાસન સ્થળ જેવો બની ગયો છે.
ઝીબ્રા ક્રોસિંગ સિવાયના ક્રોસિંગની વિગતો:http://goo.gl/hqWle

