(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇગ્લિંશ લખવામાં લોચા કરો છો?

ઇંગ્લિશમાં કાચા હોવું એમાં શરમાવા જેવું નથી, શરમ તો એ વાતની કે ખામી જાણવા છતાં એને સુધારવા આપણે પ્રયત્ન ન કરીએ. અહીં એક એવા સોફ્ટવેરની વાત છે, જે તમારું ઇંગ્લિશ પાવરફુલ બનાવવામાં મદદ કરી શકે છે, તમે ઇચ્છો તો.

એ ક હી ઉલ્લૂ કાફી હૈ બબર્દિે ગૂલિસ્તાં કરને કો, યહાં તો હર શાખ પે ઉલ્લૂ બૈઠા હૈ, અંજામે ગૂલિસ્તાં ક્યા હોગા… શબ્દો આમતેમ હોઈ શકે છે, પણ ચૂંટણી નજીક આવે ત્યારે ભલભલા લોકો આવા દર્દીલા શેરોમાં ડૂબકી મારવા લાગે છે.

આપણી આ સફરમાં આ શેર યાદ કરવાનું કારણ જુદું છે. કેટલાય વાચકો, મિત્રો, પરિચિતો કે અન્ય લોકોના મેઇલ્સ કે અન્ય પ્રકારનાં લખાણોમાં, ખાસ કરીને ઇંગ્લિશ લખાણોમાં સ્પેલિંગ અને ગ્રામરની જે પાર વગરની ભૂલો જોવા મળે એ જોઈને સહેજે વિચાર આવે કે આમની કારકિર્દી પાટે કેમ ચઢશે? અને બેળેબેળે પાટે ચઢી ગઈ હશે તો આગળ કેમ વધશે? ક્યારેક મજા પણ પડે. મેઇલમાં “આઇ એમ એટેચિંગ હીયરવિથ… એવું કંઈક હોવું જોઈએ એના સ્થાને વાંચવા મળે “આઈ એમ એટેચ્ડ હીયરવિથ… ભાઈ, તમે પોતે મેઇલમાં એટેચ થઈ ગયા?

‘ઇંગ્લિશ ઇજ અ ફન્ની લેંગ્વેજ’ એવા ડાયલોગ કે ‘બોલ બચ્ચન’ જેવી ફિલ્મમાં ઇંગ્લિશની ફીરકી ઉતારવામાં આવે ત્યારે આપણે ખુશીથી ઊછળી પડીએ કારણ કે આપણે પોતે આ ભાષામાં ક્યાં, કેવા લોચા મારીએ છીએ એ તો આપણે ક્યાં જાણીએ જ છીએ! પણ, જો તમને તમારી ભૂલો જાણવામાં અને સુધારવામાં ખરેખર રસ હોય તો તમારે કામનું છે આ સોફ્ટવેર www.gingersoftware.com

સામાન્ય રીતે આપણે ઇંગ્લિશમાં પ્રેપોઝિશન્સ (એટ, એન, ઇન, બાય, ઓન વગેરે)માં લોચા કરતા હોઈએ છીએ, ઇંગ્લિંશમાં આવા લગભગ ૧૫૦ પ્રેપોઝિશન્સ છે. બીજી ભૂલ કરીએ છીએ કોન્ટેક્સ્ટ્ચ્યુઅલ સ્પેલિંગની, એટલે કે સ્પેલિંગ સાચો હોય, પણ જે વાક્યમાં આપણે એનો ઉપયોગ કરતાં હોઈએ એના સંદર્ભમાં એ ખોટો હોય. ઇંગ્લિશમાં આવી તો પાર વગરની સંભાવના છે. ત્રીજી ભૂલ થાય છે વ્યાકરણની – એમાં પણ ભૂલ થવાની અસંખ્ય શક્યતાઓ છે.

ભાષાની તકલીફ કહો તો તકલીફ અને મજા કહો તો મજા, એ માત્ર પુસ્તકો વાંચીને શીખી શકાતી નથી. એમાં તો જાતે બોલો, વાંચો, લખો અને વિચારો (ઇંગ્લિશમાં વિચારતા થશો તોય ઘણું શીખી શકશો) તો જ તમે ક્યાં કાચા પડો છો અને ક્યાં સુધારણાની જ‚ર છે એ સમજાય, પણ એ માટે જોઈએ કોઈ એવું જે આપણી ભૂલો પિનપોઇન્ટ કરીને બતાવે અને સુધારે.

જિન્જર સોફ્ટવેર બરાબર આ જ કામ કરે છે. એ આપણા લખાણમાં ઉપર બતાવેલી ત્રણેય પ્રકારની પાયાની ભૂલો તારવીને, એના બદલે સાચો શબ્દ કે લખવાની સાચી રીત કઈ હોઈ શકે એ કહી બતાવે છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ મોટા ભાગનાં વિવિધ પ્રકારનાં સોફ્ટવેરની જેમ આ સોફ્ટવેર પણ બે વર્ઝનમાં છે – ફ્રી અને પેઇડ. આપણા માટે ફ્રી વર્ઝન પણ પૂરતું છે. તમે જિન્જર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો એટલે એ માઇક્રોસોફ્ટ ઓફિસના બધા પ્રોગ્રામ અને ફાયરફોક્સ, ક્રોમ જેવાં મોટા ભાગનાં મેજર બ્રાઉઝર્સમાં ચાલશે.

જિન્જરની સૌથી મોટી ખાસિયત સંદર્ભના આધારે સ્પેલિંગની ભૂલો શોધી બતાવવાની આવડત છે. વર્ડમાં પણ આ સગવડ છે તો ખરી, પણ જિન્જર આ બાબતે ચઢિયાતું લાગે છે. તમે ઇંગ્લિશમાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરો અને પછી વર્ડના જ સ્પેલચેકરની મદદથી તેને તપાસો તો સ્પેલિંગમાં જેટલી દેખીતી ભૂલો હશે એટલી જ એ તમને બતાવશે. સ્પેલિંગ સાચો હોય,પણ વાક્યના સંદર્ભમાં એ ખોટો હોય તો વર્ડ તે બતાવે નહીં એવું બની શકે છે.જિન્જર આવી ભૂલો પણ પકડી પાડે છે.

આ સોફ્ટવેર ડાઉનલોડ કરતાં પહેલાં તમારે તેની ટ્રાય કરી જોવી હોય તો http://www.gingersoftware.com/grammarcheck/ પર તમારું નાનું એવું ઇંગ્લિશ લખાણ મૂકીને તેને ચેક કરી જુઓ. એમ લાગે કે વાત કામની છે, તો સોફ્ટવેર ડાઉનલોડ કરીને આગળ વધો.

આ સાઇટનો બ્લોગ પણ સરસ છે, એમાં તેના યુઝર્સ સામાન્ય રીતે કેવી જુદા જુદા પ્રકારની ભૂલો કરે છે, પ્રૂફરીડિંગ કરવામાં શું ધ્યાન રાખવું, સામાન્ય ભૂલો કેવી રીતે નિવારવી વગેરેની સંખ્યાબંધ ટિપ્સ મળી રહેશે. આ સોફ્ટવેરમાં યુકે અને યુએસ એમ બે પ્રકારની ડિક્શનરીની મદદથી સ્પેલચેક કરી શકાય છે. સ્પેલચેકિંગમાં સોફ્ટવેરનું પર્ફોર્મન્સ સારું છે, પણ સંદર્ભલક્ષી ભૂલો કે વ્યાકરણની ભૂલો પકડવામાં આ સોફ્ટવેર ક્યારેક થાપ ખાતું હોવાનું તેના કેટલાક યુઝર્સ કહે છે. આ સોફ્ટવેરને સતત ચાલુ રાખશો તો કમ્પ્યુટર ધીમું થવાની સંભાવના છે. સોફ્ટરવેરનો ઉપયોગ કરો કે ન કરો, તેની સાઇટ ચારેખૂણેથી તપાસી જોજો.


ખાસ ધ્યાને લેશો

  • આ સોફ્ટવેરમાં યુકે અને યુએસ એમ બે પ્રકારની ડિક્શનરીની મદદથી સ્પેલચેક કરી શકાય છે.
  • સ્પેલચેકિંગમાં સોફ્ટવેરનું પર્ફોર્મન્સ સારું છે, પણ સંદર્ભલક્ષી ભૂલો કે વ્યાકરણની ભૂલો પકડવામાં આ સોફ્ટવેર ક્યારેક થાપ ખાતું હોવાનું તેના કેટલાક યુઝર્સ કહે છે.
  • ઇંગ્લિશની સામાન્ય ભૂલો વિશે જાણીને તમારે તમારું ઇંગ્લિશ સુધારવું હોય તો આ સાઇટના બ્લોગ પર તમને સારી એવી જાણકારી મળશે.
  • આ સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ રહો તે જરૂરી છે.
  • આ સોફ્ટવેરને સતત ચાલુ રાખશો તો કમ્પ્યુટર ધીમું થવાની સંભાવના છે.
  • ફિલ્મમાં ઇંગ્લિશની ફીરકી ઉતારવામાં આવે ત્યારે આપણે ખુશીથી ઊછળી પડીએ કારણ કે આપણે પોતે આ ભાષામાં ક્યાં, કેવા લોચા મારીએ છીએ એ તો આપણે ક્યાં જાણીએ જ છીએ!

તમારા લખાણનું પ્રૂફરીડિંગ કેવી રીતે કરશો?

  1. સમયની અનુકૂળતા હોય તો એક વાર લખાણ તૈયાર થઈ ગયા પછી તેને થોડો સમય જેમનું તેમ રહેવા દો. ફરી સમય મળે ત્યારે તાજગી સાથે લખાણ તપાસો.
  2. શક્ય હોય તો ત્યાં સુધી પ્રિન્ટ કાઢીને લખાણ તપાસો. કમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચવા જતાં ભૂલ નજરમાં ન આવવાની શક્યતા વધુ છે.
  3. તમારું લખાણ મનમાં ને મનમાં વાંચવાને બદલે મોટેથી વાંચો. મોટેથી વાંચવાથી વ્યાકરણની ભૂલો સહેલાઈથી પકડાશે.
  4. લખાણ પર ઉતાવળે નજર ફેરવવાને બદલે ધીમે ધીમે વાંચો. શબ્દે શબ્દને બરાબર ધ્યાનથી વાંચો. આપણે લખેલા મોટા ભાગના શબ્દો આપણે અગાઉ અનેક વાર વાંચ્યા હોવાથી તેમાં સ્પેલિંગની ભૂલ હોય તો પણ નજર એને સાચો જ માનીને આગળ વધતી હોય છે. આંખથી નહીં, દિમાગથી વાંચો.
  5. ઊંધી રીત પણ અજમાવી શકાય. તમારા લખાણનાં ઉપરથી નીચે વાંચવાને બદલે, નીચેથી શરૂ કરીને એક-એક વાક્ય કે એક-એક ફકરો તપાસતા જાવ. જોકે એ પહેલાં, ફ્લોની દૃષ્ટિએ લખાણ બરાબર છે કે નહીં એ જરૂર તપાસી લો.
  6. ઓનલાઇન કે પ્રોગ્રામમાંના ઇન-બિલ્ટ સ્પેલચેકર અને ગ્રામર ચેકરની પણ મદદ લો.
  7. આ બધું થઈ ગયા પછી તમારા મિત્ર કે શિક્ષકને લખાણ તપાસી જવા કહો. તમે વારંવાર લખાણ વાંચ્યું હોવાને કારણે જે ભૂલો પકડી નહીં શક્યા હો, એ ભૂલો બીજા લોકો સહેલાઈથી પકડી શકશે. એ બીજી વ્યક્તિ તમને આખા લખાણના સ્ટ્રક્ચર અને સ્ટાઇલ વિશે પણ તમને કંઈક સૂચન કરી શકશે.
  8. આજે જે ભૂલો કરી, પકડી શક્યા એ કાલે ફરી તો ન જ થવી જોઈએ. રોજબરોજ ઇંગ્લિશ ગ્રામર અને સ્પેલિંગ પર કામ કરો. સતત નવું વાંચો. સતત નવા શબ્દો જાણો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!