(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપિક એડ-ઓન્સઃ ઈસમેં ઇન્ડિયા કા દિલ હૈ ।

એપિક બ્રાઉઝર, ભારતનું પોતાનું અને ખાસ ભારતીયો માટે બેંગલૂરુની એક કંપનીએ વિક્સાવેલું બ્રાઉઝર છે. મોઝિલા ફાયરફોક્સ આધારિત આ બ્રાઉઝરમાં ફાયરફોક્સનાં એડ-ઓન્સ તો ઉમેરી જ શકાય છે, ઉપરાંત એમાં આપણને ભારતીયોને કામ લાગે એવી કેટકેટલીય ખૂબીઓ ઉમેરાઈ છે. એપિકમાં ૧૫૦૦થી વધુ ભારતીય યુઝર્સને ઉપયોગી એવી એપ્સ ઇન્સ્ટોલ થઈ શકે છે.

એપિકની ખરી મજા તેના એપ્સ બારમાં છે. જે લોકો ઇન્ટરનેટના ખાં છે એ લોકો તો ક્રોમ કે ફાયરફોક્સમાં ઘડીા છઠ્ઠા ભાગમાં સર્ચ કરીને તેઓ ઇચ્છે તે સાઇટ્સ પર જઈ શકે છે, પણ જેમણે ઇન્ટરનેટનો આછોપાતળો અનુભવ છે કે આંગળીઓ ધાર્યો સાથ આપતી હોય એમને એપિક અત્યંત ઉપયોગી થશે, કેમ તેમાં આવા લોકોના રસનું ઘણું બધું ખરેખર એક-બે ક્લિકમાં હાથવગું રહે છે.

એપિક ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરીને તમે જોશો તો ડાબી તરફ ઊભી કોલમમાં એપ્સ બાર દેખાશે. કેટલીક એપ્સ પહેલેથી એપિક સામેલ હોવાથી તેના આઇકન દેખાશે. પહેલો જ આઇકન છે ઇન્ડિયાનો. એના પર ક્લિક કરશો એટલે એક કોલમ ખૂલશે જેમાં જુદી જુદી ભારતીય સાઇટ્સના અપડેટ્સ જોવા મળશે. ન્યૂઝ, હિન્દીમાં સમાચાર, ક્રિકેટ, શેરબજાર, લાઇવ ટીવી, મ્યુઝિક, વગેરે વગેરે કેટકેટલુંય, અને બધું જ ભારતીય! બીજો આઇકન છે ઇન્ડિકનો એટલે કે ભારતીય ભાષાઓનો. ઇચ્છો તો અહીં તમારી ભાષામાં લખીને કોપીપેસ્ટ કરો અથવા ઇન્ડિક ટ્રોપડાઉનનો ઓપ્શન ઇનેબલ રાખો તો દરેક વેબપેજ પર ટેક્સ્ટબોક્સમાં ઉપર સમજાવ્યા મુજબ ભારતીય ભાષામાં લખવાનો વિકલ્પ માઉસવગો રહેશે.

એપિકમાં એન્ટિવાઇરસ પ્રોગ્રામ ઇનબિલ્ટ છે, ઉપરાંત માઇક્રોસોફ્ટ વર્ડ જેવું જ વર્ડ પ્રોસેસર પણ ઇનબિલ્ટ છે! અહીં લખીને ફાઇલ તમારા કમ્પ્યુટરમાં સેવ કરી શકો. આ સિવાય, ફેસબુક, ટવીટર, ઓર્કૂટ, યાહૂ વગેરે વગેરેના બુકમાર્ક્સ પણ છે, જે એપિકની અલગ કોલમમાં ઓપન થાય છે એટલે એક તરફ ફેસબુક ઓપન રાખીને બીજી તરફ તમે વિવિધ સાઇટ્સ સર્ફ કરી શકો. તમને ભારતીય સાઇટ્સમાં સર્ફિંગમાં વધુ રસ હોય, તો એપિક અને તેની એપ્સ કાયમ માટે અપનાવી લેવા જેવી છે.

એન્ડ્રોઇડ એપ્સ : ધારો તે કરો, ધારો ત્યાંથી

દુનિયા આખીને, ખાસ કરીને ભારતીયોને એપ્સનું ઘેલું લગાડવામાં એન્ડ્રોઇડનો મોટો ફાળો છે. પાયાથી વાત કરીએ તો એક જમાનાના બ્લેક એન્ડ વ્હાઇટ ડિસ્પ્લેવાળા મોબાઇલ ફોન્સને નવી નવી કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ્સે ખરેખર ૨૧મી સદીમાં લાવી દીધા છે, આવી એક અત્યંત લોકપ્રિય ઓએસ છે એન્ડ્રોઇડ. એન્ડ્રોઇડની કંપની તરીકે ૨૦૦૩માં સ્થાપના થઈ. ૨૦૦૫માં ગૂગલે તે ખરીદી લીધી. જુદી જુદી બ્રાન્ડના હેન્ડસેટમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે.

તમારી પાસે એન્ડ્રોઇડ બેઝડ ફોન કે ટેબલેટ હોય તો ફોનમાંથી ગૂગલ પ્લે (જે અગાઉ એન્ડ્રોઇડ એપ્સ સ્ટોર તરીકે ઓળખાતો હતો) નામના સ્ટોરમાં જઈને જુદી જુદી અનેક એપ્સ ડાઉનલોડ કરી શકો છો. પીસી કે લેપટોપમાંથી સીધા ગૂગલ પ્લેમાં જઈને પણ તમે એપ્સ સીધા ડિવાઇસમાં ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડનાં અલગ અલગ વર્ઝન હોય છે એટલે જે તે એપ તમારા ફોનમાં ચાલશે કે નહીં એ તમે સાઇટ પર જાણી શકો છો (તમારે સૌથી પહેલા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થવું જરુરી છે).

એન્ડ્રોઇડની લોકપ્રિયતાને પગલે અનેક ડેવલપર કંપનીઓ એપ્સ સાથે ગૂગલ પ્લેમાં કૂદી પડી છે એટલે તમારા માટે યોગ્ય એપની પસંદગી મૂંઝવણભરી બની રહેશે.

વિવિધ કેટેગરીમાં સર્ચ કરીને કોઈ એપમાં પહોંચીને તમે તેના વિશે વધુ વિગતો, તેને ડેવલપ કરનારી કંપની વિશે, એપ્સ કુલ કેટલી વાર ડાઉનલોડ થઈ છે, તેના અન્ય યુઝર્સના અભિપ્રાય કેવા છે વગેરે બધું જાણી શકો છો. ખાસ તો, એ એપ્સ ફોન (કે ટેબલેટ)માંની કઈ માહિતી એક્સેસ કરી શકે છે એ ખાસ તપાસી જુઓ.

એપ્સ પેઇડ અને ફ્રી બંને પ્રકારની હોય છે, સંખ્યાબંધ પેઇડ એપ્સનાં ફ્રી વર્ઝન પણ ઉપલબ્ધ હોય છે, જે આપણી જરુરિયાત માટે પૂરતાં હોય છે, પણ તેમાં જાહેરાતનો મારો સહન કરવાની તૈયારી રાખવી પડે છે. હવે રિડિઝાઇન થયેલા ગૂગલ પ્લેની મદદથી, પીસી કે લેપટોપના મોટા સ્ક્રીન પર તમે તમારી બધી એપ્સ જોઈ શકો છો અને ત્યાંથી અનઇન્સ્ટોલ પણ કરી શકો છો.

એન્ડ્રોઇડ ફોન તેની એપ્સને કારણે લોકપ્રિય થયા છે, પણ સાદો ફોન કરવાનું મૂળ કામ તેમાં કદાચ સૌથી મુશ્કેલ છે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!