(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યુટરમાં ડિજિટલ ફોટોઝનું ઇઝી મેનેજમેન્ટ

તમારા કમ્પ્યુટરમાં ખૂણેખાંચરે કેટકેટલી ઇમેજીસ પડી છે એનો તમને અંદાજ પણ નહીં હોય. આ બધી જ ઇમેજને યોગ્ય રીતે મેનેજ કરવી હોય તો કદાચ સૌથી સરળ રસ્તા આપે છે પિકાસા સોફ્ટવેર.

આગળ શું વાંચશો?

  • પહેલાં થોડું પરિવર્તન
  • પહેલા સમજીએ પિકાસાનો ઈન્ટરફેસ
  • હવે શરુ કરીએ ફોલ્ડર મેનેજમેન્ટ

યાદ છે, એક જમાનામાં ટીવી પર માત્ર મોડી સાંજે એક જ સિરિયલ આવતી અને રવિવારે સવારના ભાગે ત્રણેક સિરિયલ આવતી. એ આપણે સૌ રસપૂર્વક જોતા. ફિલ્મી ગીતો અઠવાડિયામાં માત્ર બે વાર, અડધા કલાક માટે જોવા મળતાં – ચિત્રહારમાં! એ જમાનામાં ફિલ્મ પણ અઠવાડિયે માંડ એક વાર જોવા મળતી. એ પછી સેટેલાઇટ ચેનલનો જમાનો આવ્યો, લોકલ ચેનલ્સ પણ શ‚રુ થઈ. વધુ સિરિયલ, વધુ ફિલ્મી ગીતો, વધુ ફિલ્મ… આ બધું શ‚ શ‚માં આપણને ગમતું પણ હવે કઈ ચેનલમાં કઈ ફિલ્મ ચાલે છે એ જાણવાની તસદી પણ આપણે લેતા નથી!

આવું જ કંઈક ફોટોગ્રાફી સાથે થયું છે. ડિજિટલ કેમેરા અને મોબાઇલમાં ફોટોગ્રાફી સુલભ થઈ ગયા પછી, આપણે વારંવાર ક્લિક ક્લિક તો કરી લઈએ છીએ, સમય મળે ને યાદ આવે ત્યારે એને કમ્પ્યુટરમાં ટ્રાન્સફર પણ કરી લઈએ છીએ, પણ એક જમાનામાં સરસ રીતે સજાવેલાં આલબમ પૂરતો સમય કાઢીને જોવામાં જે મજા આવતી હતી એ હવે ખોવાઈ ગઈ છે.

યાદ કરી જુઓ, તમે છેલ્લે ક્યારે તમારા યાદગાર પ્રવાસના ફોટોગ્રાફ્સ ફરી શાંતિથી જોયા? હવે તો આલબમ શોધવાનું પણ નથી, ફોટોગ્રાફ્સ કમ્પ્યુટરમાં જ પડ્યા છે એ ખબર હોવા છતાં આવું કેમ થાય છે?

ફોટોગ્રાફ્સની મજા તો હજી એની એ જ છે, પણ આપણો રસ ઘટવાનું કારણ કદાચ એ છે કે એ બધા કમ્પ્યુટરમાં વેરવિખેર પડ્યા હોય છે. મોટા ભાગે બધા ફોટોગ્રાફ આપણે ઉતાવળે ટ્રાન્સફર કર્યા હોય છે, એટલે કયા સમયના ફોટોગ્રાફ કયા ફોલ્ડરમાં ગયા એ માઉસ જાણે! કેમેરામાંના કાર્ડની મેમરી પણ હવે એટલી વધી ગઈ છે કે આપણે દરેક પ્રસંગે યાદ રાખીને કાર્ડ ખાલી કરવું પડતું નથી. એનો ગેરફાયદો એ છે કે જ્યારે આપણે કાર્ડમાંથી કમ્પ્યુટરમાં ફોટોગ્રાફ ટ્રાન્સફર કરીએ ત્યારે ફરી ફરી, અગાઉ ટ્રાન્સફર કરી ચૂકેલા ફોટોગ્રાફ પણ કમ્પ્યુટરની ડ્રાઇવમાં ઠાલવી દઈએ છીએ.

ડિજિટલ ફોટોગ્રાફનું મેનેજમેન્ટ એ સમય અને સારું સોફ્ટવેર માગી લેતું કામ છે. તમારી પાસે સમય કેટલો છે એની તો ખબર નથી, સદ્નસીબે એક સરસ સોફ્ટવેર આપણી પાસે હવે છે – એ પણ બિલકુલ ફ્રી!

પહેલાં થોડું પુનરાવર્તન

‘સાયબરસફર’ના પહેલા અંકમાં આપણે ગૂગલના પિકાસા સોફ્ટવેરની થોડી પ્રાથમિક વાતો કરી હતી. આ વખતે, વેકેશનમાં પ્રવાસેથી પરત કર્યા પછી તમે ફરી કમ્પ્યુટર પર ફોટોગ્રાફનું ભારણ વધારવા લાગ્યા હશો એવી ધારણા સાથે, પિકાસા વિશે થોડી વધુ વિગતવાર વાત કરી લઈએ.

એ પહેલાં, થોડું પુનરાવર્તન થશે, પણ પિકાસાના કેટલાક પ્રાથમિક ક્ધસેપ્ટ તાજા કરી લેવા જરુરી છે.

  • આ એક ફ્રી ફોટોગ્રાફ મેનેજમેન્ટ, સ્ટોરેજ અને શેરિંગ માટેનો, ગૂગલનો ફ્રી પ્રોગ્રામ છે.
  • પિકાસાનાં બે વર્ઝન છે, એક ડાઉનલોડ કરીને આપણા કમ્પ્યુટરમાં ઉપયોગમાં લઈ શકાય છે અને બીજો વેબબેઝ્ડ પ્રોગ્રામ છે. આપણે આ બંને વર્ઝનમાં ફોટોગ્રાફ મેનેજ કરી શકીએ છીએ.
  • હવે સૌથી અગત્યની વાત, પિકાસા પ્રોગ્રામ આપણા કમ્પ્યુટરમાંના ફોટોગ્રાફને જેમના તેમ રાખે છે, કોઈ ફોટોગ્રાફને ક્યાંય ખસેડવામાં આવતા નથી.

હવે માની લો કે આપણે બિલકુલ એકડેએકથી આપણા કમ્પ્યુટરમાં આપણા પરિવારના કે આપણી પસંદગીના ફોટોગ્રાફને યોગ્ય રીતે ગોઠવવા છે.

પિકાસાનો ઉપયોગ તો આપણે હવે શ‚રુ કરી રહ્યા છીએ (તમે પહેલેથી વાપરતા હો તો તો વધુ સારું!), પણ કમ્પ્યુટરમાં તો ફોટોગ્રાફ વેરવિખેર પડ્યા જ હશે. એ બધાને જેમના તેમ રહેવા દઈને પહેલું કામ આપણા કમ્પ્યુટરમાં પિકાસાને ઇન્સ્ટોલ કરવાનું કરીએ. જો તમે હજી સુધી આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ ન કર્યો હોય તો http://picasa.google.com/ પર જઈ, લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો. ઇન્સ્ટોલેશનની વિધિ બિલકુલ સરળ છે, તમારે ફક્ત સૂચના ધ્યાનથી વાંચવાની છે!


ડાઉનલોડ ફાઈલ સેવ કરીને રન કરશો ત્યારે સોફ્ટવેરની સિસ્ટમ તમને પૂછશે કે તમે તમારા કમ્પ્યુટરમાંનાં કયાં કયાં ફોલ્ડર અને કઈ કઈ ફાઈલ ટાઇપની ઇમેજ સ્કેન કરવા ઇચ્છો છો (ઇમેજ પીએસડી, પીએનજી, જેપીઈજી વગેરે અનેક પ્રકારની હોય છે, એવું જ વીડિયોનું છે). જો તમે તમારી પોતાની તસવીરો અને વીડિયો પહેલેથી એક અલગ ફોલ્ડરમાં મૂકવાની ટેવ રાખી હોય તો અહીં ફક્ત એક ફોલ્ડર સ્કેન કરવાનું કહી શકો છો. અથવા કમ્પ્યુટરની બધી જ ડ્રાઇવ અને બધા પ્રકારની ઇમેજીસ સ્કેન કરવા કહી દો.

હવે આપણે ફોટો મેેજમેન્ટનાં જુદાં જુદાં ટાસ્ક એક પછી હાથ પર લેતા જઈએ અને પિકાસાની મદદથી તેે કેમ પાર પાડી શકાય એ સમજવાનો પ્રયાસ કરતા જઈએ!

પહેલા સમજીએ પિકાસાનો ઇન્ટરફેસ

પિકાસા પહેલીવાર રન કરતી વખતે જો તમે બધું જ સ્કેન કરવા કહ્યું હશે તો પિકાસા ઓપન થશે ત્યારે તેમાં તમારા કમ્પ્યુટરમાં ખૂણેખાંચરે પડેલી તમામ ઇમેજીસ એકસાથે જોવા મળશે. યાદ રહે, ઇમેજીસ તો જે તે ફોલ્ડરમાં જ છે, આપણને ફક્ત એકસાથે પિકાસામાં દેખાય છે.

કમ્પ્યુટરના ઇન્ટરનેટ એક્સ્પ્લોરરમાં જુદાં જુદાં ફોલ્ડરમાં ફોટોગ્રાફ્સ હોય તો આપણે એક પછી એક ફોલ્ડર ઓપન કરીને તેમાં ફોટોગ્રાફ જોવા જવું પડે. જ્યારે પિકાસામાં એક તરફ ફોલ્ડરનું લિસ્ટ દેખાશે અને બીજી તરફ આ બધાં જ ફોલ્ડરમાંના ફોટોગ્રાફ્સની નાની નાની ઇમેજીસ દેખાશે (જેને તમે નાનીમોટી કરી શકો છો). માઉસના સ્ક્રોલ બટનને ફેરવશો તેમ આ ઇમેજીસ ઉપર કે નીચે જશે, પણ રહેશે બધાં ફોલ્ડર ખુલ્લાં અને નજર સામે.

આ સાથેના સ્ક્રીનશોટમાં તમે જોશો તેમ, પિકાસાનો  યુઝર ઇન્ટરફેસ મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલો છે.

  1. સૌથી ઉપર, જુદા જુદા વિકલ્પોનાં મેનુની લિકંસ  છે, જેમ કે ફાઈલ, એડિટ, ફોલ્ડર… ક્રિયેટ, ટૂલ્સ વગેરે.
  2. વચ્ચેનો મુખ્ય ભાગ, જેમાં ફોલ્ડર્સમાંની ઇમેજીસ દેખાય છે.
  3. ડાબી તરફની કોલમ, જેમાં આલબમ્સ, ફોલ્ડર્સ વગેરે દેખાય છે.
  4. નીચેનો  ભાગ, જેમાં જુદી જુદી ઇમેજ સિલેક્ટ કર્યા પછી જે એક્શન લઈ શકાય છે તેની લિંક્સ આપી છે.

હવે શરુ‚ કરીએ ફોલ્ડર મેનેજમેન્ટ

તમે જોશો તેમ, તમને બિલકુલ યાદ નહીં હોય એવી કેટલીય ઇમેજ પિકાસા તમારી નજર સમક્ષ લાવશે  અને કહેશે કે તે કયા ફોલ્ડરમાં દટાયેલી પડી છે. આમાંની કેટલીક નકામી હશે, પણ યાદ નહીં રહી હોય, કેટલીય કામની બની ગઈ હશે, છતાં કમ્પ્યુટરમાં જગ્યા રોકતી હશે.

તો સૌથી પહેલું પગલું આવી નકામી ઇમેજીસ શોધીને તેે ડિલીટ કરવાનું કરીએ.

આ તબક્કે, પિકાસામાં આપણે  ફોલ્ડર્સ કેવી રીતે જોઈ શકીએ છીએ એ સમજી લઈએ.

પિકાસામાં ફોલ્ડર્સની ગોઠવણી : પિકાસામાં ડાબી તરફી કોલમમાં નજર દોડાવશો તો તેમાં ઉપરથી આલબમ (આ વિશે આપણે પહેલા અંકમાં વિગતવાર વાત કરી છે), પીપલ, પ્રોજેક્ટ્સ, ફોલ્ડર્સ, એક્સોર્ટેડ પિકચર્સ, અધર સ્ટફ વગેરે જોવા મળશે.

અત્યાર પૂરતો આપણો રસ ફોલ્ડર્સમાં છે. એટલે સૌથી જમણે રહેલા તીરની મદદી, ફોલ્ડર્સને એક્સપાન્ડ કરો. પિકાસામાં ફોલ્ડર્સ બે રીતે જોઈ શકાય છે.

  1. ઇન્ટરનેટ એક્સ્પ્લોરરમાં જોવા મળે છે તેમ ફોલ્ડર, તેની અંદરના સબફોલ્ડર અને તેમાની ફાઇલ્સ એવા ટ્રી વ્યૂ સ્વરુપે.
  2. માત્ર ફોલ્ડર્સ યાદી સ્વરુપે આ રીતમાં, વર્ષ મુજબ ફોલ્ડર્સ જોવા મળશે.

સામાન્ય રીતે આપણે ઇન્ટરેટ એક્સ્પ્લોરર પ્રકારી ગોઠવણીની જ આદત હોવાની એ જ વ્યૂ રાખવો અનુકૂળ રહેશે. તમને દરેક ડ્રાઇવ, ફોલ્ડર અને સબફોલ્ડરમાં કેટલી ઇમેજ છે તેની સંખ્યા પણ અહીં જાણવા મળશે.

આગળ વધતાં પહેલાં સમજીએ ફોલ્ડર સ્કેનિંગ : જો તમે પહેલી જ વાર પિકાસાનો ઉપયોગ કરતા હશો એ ઇન્સ્ટોલેશન વખતે આખા કમ્પ્યુટરને સ્કેન કરવા કહ્યું હશે તો તો પિકાસામાં તમામ ઇમેજીસ જોવા મળશે, પણ જો તમે અગાઉથી  પિકાસાનો આછોપાતળો ઉપયોગ કરતા હો અને આખું કમ્પ્યુટર સ્કેન કરવા કહ્યું હોય તો કમ્પ્યુટરનાં કયાં કયાં ફોલ્ડર્સમાં ઇમેજીસ શોધવી તે તમે પછીથી પણ પિકાસાને જણાવી શકો છો.

આ માટે, સૌથી ઉપર ટૂલ્સના સેક્શનમાં ફોલ્ડર મેેજરમાં જાઓ. અહીં તમે પિકાસાને જણાવી શકો છો કે તેણે કયાં કયાં ફોલ્ડર ફક્ત એક વાર સ્કેન કરવાં અને કયાં કયાં ફોલ્ડર સતત સ્કેન કરતા રહેવું, જેથી તમે જ્યારે પણ કોઈ નવી ઇમેજ એ ફોલ્ડરમાં ઉમેરો ત્યારે પિકાસામાં એ આપોઆપ જોવા મળે.

પિકાસામાં ઇમેજનો ભરાવો થાય એ માટે અમુક ફોલ્ડર પિકાસામાંથી દૂર પણ કરી શકો છો (એ ફોલ્ડર કમ્પ્યુટરમાં તો રહેશે જ).

ખાસ નોંધશો : આખી ડ્રાઇવ સતત સ્કેન કરવા કહેશો તો કમ્પ્યુટર ધીમું થઈ જશે.

નકામી ઇમેજીસ દૂર કરીએ : તો આ રીતે, તમારા કમ્પ્યુટરમાંની લગભગ બધી ઇમેજ પિકાસામાં દેખાવાનું શરુ થાય તે પછી ફુરસદે, થોડો થોડો સમય કાઢીને તમે નકામી ઇમેજીસ અને ફોલ્ડર્સ ડિલીટ કરવાનું શરુ કરી શકો છો. એ માટે ફોલ્ડર કે ઇમેજ પર રાઇટ ક્લિક કરવાી ખૂલતા મેનુમાં ડિલીટનું ઓપ્શન મળશે.

કોઈ પણ ફોલ્ડર કે ઇમેજ પર રાઇટ ક્લિક કરવાથી ખૂલતા મેનું પર શાંતિથી નજર ફેરવશો તો પિકાસાની ઘણી ખૂબીઓ સમજાઈ જશે.

ખાસ નોંધશો : પિકાસામાંથી ફોલ્ડર ડિલીટ કરવાને બદલે ઇમેજીસ જ દૂર કરશો. ફોલ્ડરમાં ઇમેજ સિવાયની ફાઈલ્સ હશે તો એ પિકાસામાં દેખાશે નહીં અને ફોલ્ડર ડિલીટ કરતાં આ બીજી ફાઈલ્સ પણ ડિલીટ થઈ જશે!

નકામાં ફોલ્ડર્સ/ઇમેજીસ યોગ્ય રીતે ગોઠવીએ : જો તમે પહેલેથી યોગ્ય ફોલ્ડર અને સબફોલ્ડર્સમાં સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ સ્ટોર કરવાની ટેવ રાખી હશે તો તમારે વિશેષ કંઈ કરવાનું રહેતું નથી.

જો એવી ટેવ હોય એ ફોટોગ્રાફ કમ્પ્યુટરમાં વિખરાયેલા પડ્યા હોય તો પણ તેનો પ્રોબ્લેમ, પિકાસાનો મુખ્ય ઉપયોગ આ કામ સહેલું બનાવવા માટે જ છે!

સૌથી પહેલા, ઇન્ટરનેટ એક્સ્પ્લોરરમાં જઈને કમ્પ્યુટરના અગત્યના પ્રોગ્રામ જેમાં સામાન્ય રીતે હોય છે એ ‘સી’ સિવાયની ડ્રાઇવમાં માય ફોટો લાઇબ્રેરી જેવું કોઈ મુખ્ય ફોલ્ડર બનાવો. તેની અંદર તમારી જરુરિયાત અનુસાર જુદા જુદા પ્રસંગ કે પ્રવાસ વગેરે મુજબ ફોલ્ડર બનાવી લો (આ કામ તમે પિકાસામાં પણ  કરી શકો છો).

હવે પિકાસામાં જઈ, એક પછી એક ફોલ્ડર જોતા જાવ અને તેમાંની ઇમેજીસને તમારા નવા સ્ટ્રક્ચરમાં મૂવ કરતા જાવ. આ માટે ફરી, ફોલ્ડર પર રાઇટ ક્લિક કરવાથી ખૂલતા મેનુમાં મૂવ ફોલ્ડરો વિકલ્પ જોવા મળશે, તેની મદદ લો. ઇમેજે મૂવ કરવા માટે, ઇમેજ પર ક્લિક કરી માઉસની મદદી ડ્રેગ કરીને ડાબી તરફી કોલમમાં જે તે ફોલ્ડર પર લઈ જવાની ઇમેજ અને ફોલ્ડરમાં ટ્રાન્સફર થઈ જશે.

આ રીતે, એક વાર કમ્પ્યુટરમાંથી નકામી ઇમેજીસની સાફસફાઈ થઈ જાય અને તમારી જરુરિયાત મુજબ, યોગ્ય સ્ટ્રક્ચરમાં નકામી ઇમેજીસ ગોઠવાઈ જાય તે પછી સમય આવે છે પિકાસાની  વિવિધ ખરી ખૂબીઓનો ઉપયોગ કરવાનો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!