(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઈમેઇલ આવડે છે? સમજો તમારો બ્લોગ તૈયાર!

સાચું કહેજો, અનેક લોકોનાં મોંએ બ્લોગ કે તેમના પોતાના બ્લોગની વાતો સાંભળીને તમને પોતાને પણ બ્લોગ બનાવવાનું મન થયું છે કે નહીં? મન તો થયું હોય, પણ પહેલો સવાલ થાય કે બ્લોગ બનાવવો કેમ? થોડી માથાઝીંક કરીને બનાવી પણ નાખ્યો, પણ પછી એમાં મૂકવું શું?

આ બધા સવાલના પાયામાં મૂકી શકાય એવો હજી એક સવાલ છે – આ બ્લોગ છે શું? એક લીટીનો જવાબ એવો થાય કે બ્લોગ એટલે ઇન્ટરનેટ પરનું તમારું ઘર, જ્યાં તમે ઇચ્છા પડે તે બધું – લખાણ, ફોટોગ્રાફ, વીડિયો, ઓડિયો વગેરે મૂકી શકો. ઈમેઇલની જેમ અહીં તમને એક ચોક્કસ એડ્રેસ મળે, મિત્રો સાથે એ શેર કરો એટલે સૌ ઇચ્છા પડે ત્યારે તમારા બ્લોગ પર પધારીને તમે મૂકેલી સામગ્રી જોઈ, માણી શકે અને તેના વિશે પોતાના અભિપ્રાય પણ આપી શકે.

જો તમને આવો બ્લોગ બનાવવાની ઇચ્છા થતી હોય, પણ શરૂઆતમાં લખેલા પ્રશ્નો નડતા હોય તો તે બધાનો જવાબ આપે છે એક સર્વિસ – પોસ્ટરસ.

જો તમને સાયબરજગતનો સાવ આછોપાતળો પરિચય હોય, પણ બ્લોગ બનાવવો હોય તો આ સર્વિસ તમારે કામની છે. બીજી બાજુ, જો તમે ઇન્ટરનેટ પર એકદમ એક્ટિવ હો અને જુદી જુદી કેટકેટલીય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં એક્ટિવ હો તો પણ આ સર્વિસ તમારે કામની છે કેમ કે તે તમને ફક્ત એક જગ્યાએથી અનેક જગ્યાએ પોસ્ટિંગ કરવાની સગવડ આપે છે.

સામાન્ય રીતે બ્લોગર્સમાં વર્ડપ્રેસ (http://wordpress.com/) અને બ્લોગર (www.blogger.com) સર્વિસ સૌથી વધુ લોકપ્રિય છે, પરંતુ લગભગ કોઈ જાણકારી વિના બ્લોગ બનાવવો હોય તો પોસ્ટરસનો જોટો જડે તેમ નથી.

તમને ફક્ત ઈમેઇલ કરતાં આવડતું હોય તો તમે પોસ્ટરસ પર તમારો બ્લોગ બનાવી શકો છો. હા, તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી. ફક્ત post@posterous.com એડ્રેસ પર કશુંક પણ લખીને મેઇલ મોકલી દો. થોડી રાહ જોયા છી એ સર્વિસ પરથી તમને રિપ્લાય મળશે, જેમાં તમે મોકલેલા લખાણ સાથેના તમારા નવા બ્લોગની લિંક હશે! પછી તમે ઇચ્છો એ પ્રમાણે તમારા બ્લોગનું નામ નક્કી કરો. તમારા બ્લોગનું એડ્રેસ આવું કંઇક મળશે www.yourname.posterous.com. અહીં તમારો પાસવર્ડ નક્કી કરી લો. ફુરસદે ડિઝાઇનમાં સુધારા-વધારા કરો… આ બધું ઇચ્છો ત્યારે કરો, પણ પછી જ્યારે પણ તમને બ્લોગ પર નવું લખાણ મૂકવાનું મન થાય ત્યારે એ લખાણ કે વીડિયો કે ગીત વગેરેનો એક મેઇલ, પહેલી વારની જેમ, મોકલી દેવાનો.

મેઇલની અંદર જ તમારું લખાણ મૂકો તો વધુ સારું, બાકી ઇચ્છો તો તમે વર્ડ, પાવરપોઇન્ટ, પીડીએફ, જેપીસી, જીફ, પીએનજી અને વીડિયો કે ઓડિયો જેવી ફાઈલ પણ એટેચ કરી શકો છો. પોસ્ટરસની સર્વિસ તેને યોગ્ય ફોર્મેટમાં ફેરવીને તમારા બ્લોગમાં મૂકી દેશે. તમે ઓડિયો કે વીડિયો ફાઈલ એટેચ કરી હશે તો તમારા બ્લોગ પર તેનું પ્લેયર મૂકી આપશે, તમારા મુલાકાતીઓ તેને સાંભળી કે જોઈ શકશે.

તમે યુટ્યૂબના વીડિયોની લિંક આપી હશે તો તેનું પણ પ્લેયર ગોઠવી આપશે. તમે એકથી વધુ ફોટોગ્રાફ એટેચ કર્યા હશે તો જરૂર મુજબ રિસાઇઝ કરીને તેની ગેલેરી બનાવી દેશે. તમારે તો બસ, ઈમેઇલ દ્વારા હુકમ કરવાનો, બાકીનું બધું કામ આ જીન કરી આપશે!

તમારે ફક્ત એક ઈમેઇલ કરવાનો અને તમારા બ્લોગ પર બધું આપોઆપ ગોઠવાઈ જશે! હવે માની લઈએ કે તમારો બ્લોગ તૈયાર થઈ ગયો એટલે તમારો આત્મવિશ્વાસ કેળવાયો અને ધીમે ધીમે તમે ટ્વીટર કે ફેસબુક સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં પણ ઝંપલાવ્યું. હવે થાય એવું કે તમારે આ બધી જગ્યાએ જવાનું, તમારા યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ-ઇન થવાનું અને પછી તમારા મનમાં જે વિચારો આવે કે કંઈ શેર કરવા જેવું લાગે એ વહેતું મૂકવાનું.

પોસ્ટરસ તમને ઓટોપોસ્ટિંગની સગવડ આપે છે. એટલે તમે પોસ્ટરસને ઇન્ટરનેટ પરનાં તમારાં અન્ય સરનામાં જણાવી દો એટલે તમે પોસ્ટરસ પર કંઈ પણ મેઇલ મોકલો એ બીજી બધી જગ્યા પર પણ પહોંચી જાય! તમે ઇચ્છો તો તમારી પોસ્ટને એક સાથે ફેસબુક, ટ્વીટર, લિંક્ડઇન, બ્લોગર, વર્ડપ્રેસ, ફ્લિકર, પિકાસા, યુટ્યૂબ વગેરે પર પણ જે તે સર્વિસને અનુરૂપ સ્વરુપમાં પોસ્ટ કરી શકો છો.


તમે બીજી સાઇટ્સ સર્ફ કરતા હો ત્યારે જે ટેક્સ્ટ, ફોટો, વગેરે ગમી જાય તેને એક ક્લિકથી તમારા બ્લોગ પર મોકલી દેવાની સગવડ પણ આમાં છે! આ બધું જ અત્યારે ફ્રી છે, ભવિષ્યમાં નવી પેઇડ સર્વિસ ઉમેરાશે, પણ જરૂરી બધું મફત રહેશે.

પોસ્ટરસ પરના તમારા બ્લોગને તમે પ્રાઇવેટ રાખી શકો છો એટલે માત્ર તમે પસંદ કરેલા લોકો જ તમારા બ્લોગના મહેમાન બની શકે એવું તમે ગોઠવી શકો છો! છેલ્લે એક અગત્યી વાત – આ સર્વિસા ડેવલર એ સીઇઓ એક ભારતીય છે, નામ છે સચિન અગ્રવાલ!

પોસ્ટરસમાં તમે શું શું કરી શકશો?

  • કોઈ ટેક્નિકલ જાણકારી વિના સાવ સરળતાથી બ્લોગ બનાવી શકશો.
  • ફક્ત ઈમેઇલ મોકલીને તમારા બ્લોગ પર નવું ક્ધટેન્ટ ઉમેરી શકશો.
  • લખાણ, ફોટો, વીડિયો, ઓડિયો, પીડીએફ વગેરે કંઈ પણ તમે ઈમેઇલ કરી શકો છો. પોસ્ટરસ આપોઆપ તેને યોગ્ય ફોર્મેટમાં બ્લોગ પર મૂકશે. જેમ કે ગીતની ફાઈલ મોકલી હશે તો ઓડિયો પ્લેયર સાથે તે બ્લોગ પર મુકાશે, તમારા મુલાકાતી ગીત પ્લે કરી શકશે.
  • વિવિધ ડિઝાઇન્સથી તમારા બ્લોગને સજાવી શકશો.
  • તમારું દરેક નવું કન્ટેન્ટ ફેસબુક, ટ્વીટર કે બીજી સાઇટના તમારા એકાઉન્ટમાં ઓટોપોસ્ટ થાય તેવી ગોઠવણ કરી શકશો.
  • બીજી સાઇટ પરના ફોટો, વીડિયો, ટેક્સ્ટ વગેરે તમારા બ્લોગ પર પોસ્ટ કરી શકો છો.
  • આ બધું હાલ ફ્રી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!